PRAFULKUMAR N.PALA

Sonet-Guj. Grammer

ગુજરાતી સૉનેટમાં શું શું અનીવાર્ય ? સહપાઠીઓ, આજે સૉનેટ અંગેનો આ છેલ્લો હપ્તો છે. પોતાના લેખને અંતે કેટલાંક તારણો શ્રી ઉ.જોશીએ મુક્યાં છે એની રજુઆત સાથે આપણે સૉનેટની યાત્રા પુરી કરીશું. સૌના સહકાર સાથે, આ એક મહત્વનું કાર્ય સંપન્ન થયાનો સહેજે આનંદ છે. ખાસ કરીને ગાંધીદર્શન જેવા મહત્વના બ્લોગની શરુઆત હવે થઈ ચુકી હોઈ આવા અભ્યાસ લેખો આપવાનું હવે લગભગ દુષ્કર બની જશે. મારા બેએક બ્લોગને પણ સંકોડી લેવાની જરુર ઉભી થઈ જ છે. આમ એક બાજુ ઘણાં મહત્વનાં કાર્યો થઈ રહ્યાં છે તો બીજી બાજુ કેટલુંક સંકેલવાનુંય આવી રહ્યું છે ! બ્લોગજગતમાં આવું તો બનતું જ રહેવાનું ! આશા રાખું કે કોઈ ને કોઈ આગળ આવશે અને આ મશાલમાં તેલ પુરતાં રહેશે. ૧૪ લીટીના એક સૉનેટમાં ભાવ કે વીચાર પુરો પ્રગટ ન થાય ત્યારે સર્જક એક પછી એક અનેક સૉનેટનું ઝુમખું રચે છે. આ સૉનેટમાલામાં દેશપરદેશના સર્જકોએ જ નહીં, આપણા ગુજરાતી કવીઓએ લાંબી સૉનેટમાળાઓ આપી છે. હકીકતે તો સૉનેટની ઉત્પત્તી જ સૉનેટમાળા રુપે થઈ છે. છતાં સર આર્થર ક્વિલર કૂચ જેવા સર્જક–વીવેચકો કહે છે કે એક સૉનેટમાં તમારી વાત તમે પુરી ન કરો એનો અર્થ જ એ કે તમારું પ્રથમ સૉનેટ–ઉડ્ડયન નીષ્ફળ નીવડયું છે ! એવી જ રીતે એમ પણ કહેવાય કે સર્જકની ઉર્મી, રાગોદ્રેક કે વીચારને સંપુર્ણ તથા ઉચીત રીતે ઘનીભુત થવા મળ્યું નહીં તેથી એકને બદલે બે ( કે વધુ )સૉનેટ રચવા પડયાં..! શ્રી ઉમાશંકરભાઈ આના અનુસંધાને કેટલીક મજાની વાતો કહે છે – આ બાબત આપણો જવાબ એ છે કે એણે વસ્તુતઃ બે સૉનેટ રચ્યાં જ નથી, પણ ચૌદ પંક્તિના બે શ્લોક(સ્ટાન્ઝા)–નું એક કાવ્ય લખ્યું છે….. સૉનેટમાલાનાં બધાં સૉનેટોમાંથી દરેક વાચકને પોતાની અભીરુચી મુજબ અમુક સૉનેટ ગમે અને અમુક સૉનેટ ન પણ ગમે એવું બનવાનું. મહાકાવ્યોમાં પણ વાચકોને અમુક ખંડો જ વધુ આકર્ષતા હોય છે જ. જોકે સૉનેટમાલાના બધા મણકાઓ વચ્ચે દ્રઢ બંધન હોતું નથી એ ખરું છતાં પણ આ બધાં સૉનેટો વચ્ચે સાંકળરુપ યોજના નથી એમ પણ કહી શકાય નહીં. કારણ કે એક જ સૉનેટમાં જેમ ૮ અને ૬ લીટીઓનાં ઘટકો હોવા છતાં બન્ને મળીને જેમ એક સ્વતંત્ર સૉનેટ જન્મે છે તે જ રીતે નજીક નજીકનાં સૉનેટોના ઘટકો બનીને સૉનેટમાળાની ગુંથણી બનાવી દે છે. આટલી વાત પછી શ્રી ઉમાશંકરભાઈ એક બહુ જ સરસ વાત બતાવે છે જેને સમજાવતાં સમજાવતાં આપણને ગઝલની પણ સરસ વાત સાંભળવા મળી જાય છે. કહે છે, “સૉનેટમાલામાં ઘણુંખરું મનુષ્યના મનોજીવનની યાત્રાનાં ભિન્નભિન્ન છતાં અડોઅડ ગોઠવેલાં સોપાન(પગથીયાં)ની સ્થાપત્યરચના હોય છે….કાલિદાસ (જેવા મહાકવિઓ)ની કૃતિઓનો ઠીકઠીક એવો ભાગ સ્વતંત્ર મુક્તકોનો છે…પ્રત્યેક મુક્તક સ્વતંત્ર હોય છે. ને બધાં(મુક્તકો)ની એક પછી એક વણજાર લાગતાંની સાથે વસ્તુવિકાસ વગેરે સ્પષ્ટ થવા માંડે છે. “એમ કહી શકાય કે પ્રત્યેક શ્લોકમાં શિલ્પકલા અને તે સાથે જ સમગ્ર શ્લોકસમુહમાં સ્થાપત્યકલા સાધવામાં કવિપ્રતિભા જણાઈ આવે છે. આપણાં પ્રાચીનમંદિરોનું શિલ્પ અને સ્થાપત્ય જોતાં આ જ વસ્તુ પ્રતીત થશે. દેલવાડાનાં દહેરાંમાં શું છે ? પ્રત્યેક આકૃતિ સ્વતંત્ર સૉનેટ છે. અને સૌ સાથે મળીને વળી કોઈ કલ્પનાતીત સૌંદર્યને મૂર્ત કરી રહે છે. ક્વિલર કૂચે ફારસી શેરોના ઝૂમખાનું દ્રષ્ટાંત આપ્યું છે. તે કહે છે કે સૉનેટમાલાના પક્ષમાં સ્વયંપર્યાપ્ત એવા ફારસી શેરોના જૂથને આગળ કરી શકાય….” અર્થાત્ ગઝલના દરેક શેરને આ મહાનુભાવોએ મંદીરની નાની નાની શીલ્પકૃતીઓ તરીકે ઓળખાવીને કહ્યું છે કે બધા જ શેરો મળીને એક સુંદર અને કલાત્મક સ્થાપત્ય પ્રગટે છે !! સૉનેટ અંગે સમાપનમાં શ્રી ઉ.જોશીનાં તારણો – ૧) સૉનેટના કથયિતવ્યમાં વળાંક, મરડ, પલટો, ગુલાંટ, છેવટે આછો લહેકોપણ હોવો જરુરી છે. ૨) સૉનેટની ચૌદ પંક્તિ હોય; નહીં ઓછી, નહીં વધારે. ૩) પંક્તિનું માપ ન આછકલું કે ન દીર્ઘસૂત્રી હોવું જોઈએ. (૧૪ થી૧૯ અક્ષરનાછંદોનું પ્રાધાન્ય રહે) ૪) સૉનેટનાં ૮ અને ૬ એવાં સ્પષ્ટ બે ઘટકો હોવાં જોઈએ. એમાંયે કાવ્યની દૃષ્ટિએ ષટ્ક (બીજો ભાગ) ઉચ્ચતર હોવો જોઈએ. ૫) કોઈ અટપટી ઢબની પ્રાસસંકલના ગુજરાતીમાં આવશ્યક નથી…પાઠક્ષમ રચનામાં પ્રાસ અનિવાર્ય નથી… ૬) પ્રત્યેક સૉનેટ સ્વતંત્ર સ્વયંપર્યાપ્ત, અન્યનિરપેક્ષ કૃતિ હોવી જોઈએ. છતાં આવી અનેક કૃતિઓ જોડાજોડ સ્થાન લઈ શકે છે…શિલ્પમાલાઓથી ટેવાયેલા આપણને તો સૉનેટમાલાના આગવા સૌંદર્યનું આકર્ષણ સહેજે રહેવાનું. ૭) સૉનેટ કવિતાકલાની કલગી છે. એક જ સંપૂર્ણ કલાન્વિત સૉનેટ પોતાની પાછળ મૂકી જનાર કવિ ઉંચા કવિઓની જોડાજોડ આસન મેળવવાને હકદાર લેખાશે. સૉનેટના નાનકડા અમથા બીબામાં એવોક તો શો જાદુ છે એવો પ્રશ્ન ઊઠે એ સ્વાભાવિક છે. ૮) ચૌદ લીટીમાં પણ ભવ્યમાં ભવ્ય વસ્તુને કલાદેહ લાધેલો જોવા મળે છે…સૉનેટ દ્વારા ‘વિરાટ’ તત્વનો આવિષ્કાર થવા આડે સૉનેટની અલ્પકાયતાઆવી શકતી નથી. મહાન કાવ્ય હોવા માટે મહાકાય હોવું આવશ્યક નથી. સૉનેટ જોઈને આપણને થાય છે કે વિરાટ વામનસ્વરૂપે વિહરે છે ત્યારે પણ કેવો સુંદર લાગે છે !! ગુજરાતી સૉનેટમાં શું શું અનીવાર્ય ? સહપાઠીઓ, આજે સૉનેટ અંગેનો આ છેલ્લો હપ્તો છે. પોતાના લેખને અંતે કેટલાંક તારણો શ્રી ઉ.જોશીએ મુક્યાં છે એની રજુઆત સાથે આપણે સૉનેટની યાત્રા પુરી કરીશું. સૌના સહકાર સાથે, આ એક મહત્વનું કાર્ય સંપન્ન થયાનો સહેજે આનંદ છે. ખાસ કરીને ગાંધીદર્શન જેવા મહત્વના બ્લોગની શરુઆત હવે થઈ ચુકી હોઈ આવા અભ્યાસ લેખો આપવાનું હવે લગભગ દુષ્કર બની જશે. મારા બેએક બ્લોગને પણ સંકોડી લેવાની જરુર ઉભી થઈ જ છે. આમ એક બાજુ ઘણાં મહત્વનાં કાર્યો થઈ રહ્યાં છે તો બીજી બાજુ કેટલુંક સંકેલવાનુંય આવી રહ્યું છે ! બ્લોગજગતમાં આવું તો બનતું જ રહેવાનું ! આશા રાખું કે કોઈ ને કોઈ આગળ આવશે અને આ મશાલમાં તેલ પુરતાં રહેશે. –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– સૉનેટ અંગે શ્રી ઉમાશંકર જોશી – ( અંતીમ હપ્તો ૯ ) સૉનેટ અંગે મહત્વનાં તારણો સાથે સમાપન – સૉનેટમાલા અને ગઝલની મનભાવન સરખામણી !! ૧૪ લીટીના એક સૉનેટમાં ભાવ કે વીચાર પુરો પ્રગટ ન થાય ત્યારે સર્જક એક પછી એક અનેક સૉનેટનું ઝુમખું રચે છે. આ સૉનેટમાલામાં દેશપરદેશના સર્જકોએ જ નહીં, આપણા ગુજરાતી કવીઓએ લાંબી સૉનેટમાળાઓ આપી છે. હકીકતે તો સૉનેટની ઉત્પત્તી જ સૉનેટમાળા રુપે થઈ છે. છતાં સર આર્થર ક્વિલર કૂચ જેવા સર્જક–વીવેચકો કહે છે કે એક સૉનેટમાં તમારી વાત તમે પુરી ન કરો એનો અર્થ જ એ કે તમારું પ્રથમ સૉનેટ–ઉડ્ડયન નીષ્ફળ નીવડયું છે ! એવી જ રીતે એમ પણ કહેવાય કે સર્જકની ઉર્મી, રાગોદ્રેક કે વીચારને સંપુર્ણ તથા ઉચીત રીતે ઘનીભુત થવા મળ્યું નહીં તેથી એકને બદલે બે ( કે વધુ )સૉનેટ રચવા પડયાં..! શ્રી ઉમાશંકરભાઈ આના અનુસંધાને કેટલીક મજાની વાતો કહે છે – આ બાબત આપણો જવાબ એ છે કે એણે વસ્તુતઃ બે સૉનેટ રચ્યાં જ નથી, પણ ચૌદ પંક્તિના બે શ્લોક(સ્ટાન્ઝા)–નું એક કાવ્ય લખ્યું છે….. સૉનેટમાલાનાં બધાં સૉનેટોમાંથી દરેક વાચકને પોતાની અભીરુચી મુજબ અમુક સૉનેટ ગમે અને અમુક સૉનેટ ન પણ ગમે એવું બનવાનું. મહાકાવ્યોમાં પણ વાચકોને અમુક ખંડો જ વધુ આકર્ષતા હોય છે જ. જોકે સૉનેટમાલાના બધા મણકાઓ વચ્ચે દ્રઢ બંધન હોતું નથી એ ખરું છતાં પણ આ બધાં સૉનેટો વચ્ચે સાંકળરુપ યોજના નથી એમ પણ કહી શકાય નહીં. કારણ કે એક જ સૉનેટમાં જેમ ૮ અને ૬ લીટીઓનાં ઘટકો હોવા છતાં બન્ને મળીને જેમ એક સ્વતંત્ર સૉનેટ જન્મે છે તે જ રીતે નજીક નજીકનાં સૉનેટોના ઘટકો બનીને સૉનેટમાળાની ગુંથણી બનાવી દે છે. આટલી વાત પછી શ્રી ઉમાશંકરભાઈ એક બહુ જ સરસ વાત બતાવે છે જેને સમજાવતાં સમજાવતાં આપણને ગઝલની પણ સરસ વાત સાંભળવા મળી જાય છે. કહે છે, “સૉનેટમાલામાં ઘણુંખરું મનુષ્યના મનોજીવનની યાત્રાનાં ભિન્નભિન્ન છતાં અડોઅડ ગોઠવેલાં સોપાન(પગથીયાં)ની સ્થાપત્યરચના હોય છે….કાલિદાસ (જેવા મહાકવિઓ)ની કૃતિઓનો ઠીકઠીક એવો ભાગ સ્વતંત્ર મુક્તકોનો છે…પ્રત્યેક મુક્તક સ્વતંત્ર હોય છે. ને બધાં(મુક્તકો)ની એક પછી એક વણજાર લાગતાંની સાથે વસ્તુવિકાસ વગેરે સ્પષ્ટ થવા માંડે છે. “એમ કહી શકાય કે પ્રત્યેક શ્લોકમાં શિલ્પકલા અને તે સાથે જ સમગ્ર શ્લોકસમુહમાં સ્થાપત્યકલા સાધવામાં કવિપ્રતિભા જણાઈ આવે છે. આપણાં પ્રાચીનમંદિરોનું શિલ્પ અને સ્થાપત્ય જોતાં આ જ વસ્તુ પ્રતીત થશે. દેલવાડાનાં દહેરાંમાં શું છે ? પ્રત્યેક આકૃતિ સ્વતંત્ર સૉનેટ છે. અને સૌ સાથે મળીને વળી કોઈ કલ્પનાતીત સૌંદર્યને મૂર્ત કરી રહે છે. ક્વિલર કૂચે ફારસી શેરોના ઝૂમખાનું દ્રષ્ટાંત આપ્યું છે. તે કહે છે કે સૉનેટમાલાના પક્ષમાં સ્વયંપર્યાપ્ત એવા ફારસી શેરોના જૂથને આગળ કરી શકાય….” અર્થાત્ ગઝલના દરેક શેરને આ મહાનુભાવોએ મંદીરની નાની નાની શીલ્પકૃતીઓ તરીકે ઓળખાવીને કહ્યું છે કે બધા જ શેરો મળીને એક સુંદર અને કલાત્મક સ્થાપત્ય પ્રગટે છે !! સૉનેટ અંગે સમાપનમાં શ્રી ઉ.જોશીનાં તારણો – ૧) સૉનેટના કથયિતવ્યમાં વળાંક, મરડ, પલટો, ગુલાંટ, છેવટે આછો લહેકો પણ હોવો જરુરી છે. ૨) સૉનેટની ચૌદ પંક્તિ હોય; નહીં ઓછી, નહીં વધારે. ૩) પંક્તિનું માપ ન આછકલું કે ન દીર્ઘસૂત્રી હોવું જોઈએ. (૧૪ થી૧૯ અક્ષરના છંદોનું પ્રાધાન્ય રહે) ૪) સૉનેટનાં ૮ અને ૬ એવાં સ્પષ્ટ બે ઘટકો હોવાં જોઈએ. એમાંયે કાવ્યની દૃષ્ટિએ ષટ્ક (બીજો ભાગ) ઉચ્ચતર હોવો જોઈએ. ૫) કોઈ અટપટી ઢબની પ્રાસસંકલના ગુજરાતીમાં આવશ્યક નથી…પાઠક્ષમ રચનામાં પ્રાસ અનિવાર્ય નથી… ૬) પ્રત્યેક સૉનેટ સ્વતંત્ર સ્વયંપર્યાપ્ત, અન્યનિરપેક્ષ કૃતિ હોવી જોઈએ. છતાં આવી અનેક કૃતિઓ જોડાજોડ સ્થાન લઈ શકે છે…શિલ્પમાલાઓથી ટેવાયેલા આપણને તો સૉનેટમાલાના આગવા સૌંદર્યનું આકર્ષણ સહેજે રહેવાનું. ૭) સૉનેટ કવિતાકલાની કલગી છે. એક જ સંપૂર્ણ કલાન્વિત સૉનેટ પોતાની પાછળ મૂકી જનાર કવિ ઉંચા કવિઓની જોડાજોડ આસન મેળવવાને હકદાર લેખાશે. સૉનેટના નાનકડા અમથા બીબામાં એવોક તો શો જાદુ છે એવો પ્રશ્ન ઊઠે એ સ્વાભાવિક છે. ૮) ચૌદ લીટીમાં પણ ભવ્યમાં ભવ્ય વસ્તુને કલાદેહ લાધેલો જોવા મળે છે…સૉનેટ દ્વારા ‘વિરાટ’ તત્વનો આવિષ્કાર થવા આડે સૉનેટની અલ્પકાયતા આવી શકતી નથી. મહાન કાવ્ય હોવા માટે મહાકાય હોવું આવશ્યક નથી. સૉનેટ જોઈને આપણને થાય છે કે વિરાટ વામનસ્વરૂપે વિહરે છે ત્યારે પણ કેવો સુંદર લાગે છે !! ગુજરાતી સૉનેટમાં શું શું અનીવાર્ય ? સહપાઠીઓ, આજે સૉનેટ અંગેનો આ છેલ્લો હપ્તો છે. પોતાના લેખને અંતે કેટલાંક તારણો શ્રી ઉ.જોશીએ મુક્યાં છે એની રજુઆત સાથે આપણે સૉનેટની યાત્રા પુરી કરીશું. સૌના સહકાર સાથે, આ એક મહત્વનું કાર્ય સંપન્ન થયાનો સહેજે આનંદ છે. ખાસ કરીને ગાંધીદર્શન જેવા મહત્વના બ્લોગની શરુઆત હવે થઈ ચુકી હોઈ આવા અભ્યાસ લેખો આપવાનું હવે લગભગ દુષ્કર બની જશે. મારા બેએક બ્લોગને પણ સંકોડી લેવાની જરુર ઉભી થઈ જ છે. આમ એક બાજુ ઘણાં મહત્વનાં કાર્યો થઈ રહ્યાં છે તો બીજી બાજુ કેટલુંક સંકેલવાનુંય આવી રહ્યું છે ! બ્લોગજગતમાં આવું તો બનતું જ રહેવાનું ! આશા રાખું કે કોઈ ને કોઈ આગળ આવશે અને આ મશાલમાં તેલ પુરતાં રહેશે. સૉનેટ અંગે મહત્વનાં તારણો સાથે સમાપન – સૉનેટમાલા અને ગઝલની મનભાવન સરખામણી !! ૧૪ લીટીના એક સૉનેટમાં ભાવ કે વીચાર પુરો પ્રગટ ન થાય ત્યારે સર્જક એક પછી એક અનેક સૉનેટનું ઝુમખું રચે છે. આ સૉનેટમાલામાં દેશપરદેશના સર્જકોએ જ નહીં, આપણા ગુજરાતી કવીઓએ લાંબી સૉનેટમાળાઓ આપી છે. હકીકતે તો સૉનેટની ઉત્પત્તી જ સૉનેટમાળા રુપે થઈ છે. છતાં સર આર્થર ક્વિલર કૂચ જેવા સર્જક–વીવેચકો કહે છે કે એક સૉનેટમાં તમારી વાત તમે પુરી ન કરો એનો અર્થ જ એ કે તમારું પ્રથમ સૉનેટ–ઉડ્ડયન નીષ્ફળ નીવડયું છે ! એવી જ રીતે એમ પણ કહેવાય કે સર્જકની ઉર્મી, રાગોદ્રેક કે વીચારને સંપુર્ણ તથા ઉચીત રીતે ઘનીભુત થવા મળ્યું નહીં તેથી એકને બદલે બે ( કે વધુ )સૉનેટ રચવા પડયાં..! શ્રી ઉમાશંકરભાઈ આના અનુસંધાને કેટલીક મજાની વાતો કહે છે – આ બાબત આપણો જવાબ એ છે કે એણે વસ્તુતઃ બે સૉનેટ રચ્યાં જ નથી, પણ ચૌદ પંક્તિના બે શ્લોક(સ્ટાન્ઝા)–નું એક કાવ્ય લખ્યું છે….. સૉનેટમાલાનાં બધાં સૉનેટોમાંથી દરેક વાચકને પોતાની અભીરુચી મુજબ અમુક સૉનેટ ગમે અને અમુક સૉનેટ ન પણ ગમે એવું બનવાનું. મહાકાવ્યોમાં પણ વાચકોને અમુક ખંડો જ વધુ આકર્ષતા હોય છે જ. જોકે સૉનેટમાલાના બધા મણકાઓ વચ્ચે દ્રઢ બંધન હોતું નથી એ ખરું છતાં પણ આ બધાં સૉનેટો વચ્ચે સાંકળરુપ યોજના નથી એમ પણ કહી શકાય નહીં. કારણ કે એક જ સૉનેટમાં જેમ ૮ અને ૬ લીટીઓનાં ઘટકો હોવા છતાં બન્ને મળીને જેમ એક સ્વતંત્ર સૉનેટ જન્મે છે તે જ રીતે નજીક નજીકનાં સૉનેટોના ઘટકો બનીને સૉનેટમાળાની ગુંથણી બનાવી દે છે. આટલી વાત પછી શ્રી ઉમાશંકરભાઈ એક બહુ જ સરસ વાત બતાવે છે જેને સમજાવતાં સમજાવતાં આપણને ગઝલની પણ સરસ વાત સાંભળવા મળી જાય છે. કહે છે, “સૉનેટમાલામાં ઘણુંખરું મનુષ્યના મનોજીવનની યાત્રાનાં ભિન્નભિન્ન છતાં અડોઅડ ગોઠવેલાં સોપાન(પગથીયાં)ની સ્થાપત્યરચના હોય છે….કાલિદાસ (જેવા મહાકવિઓ)ની કૃતિઓનો ઠીકઠીક એવો ભાગ સ્વતંત્ર મુક્તકોનો છે…પ્રત્યેક મુક્તક સ્વતંત્ર હોય છે. ને બધાં(મુક્તકો)ની એક પછી એક વણજાર લાગતાંની સાથે વસ્તુવિકાસ વગેરે સ્પષ્ટ થવા માંડે છે. “એમ કહી શકાય કે પ્રત્યેક શ્લોકમાં શિલ્પકલા અને તે સાથે જ સમગ્ર શ્લોકસમુહમાં સ્થાપત્યકલા સાધવામાં કવિપ્રતિભા જણાઈ આવે છે. આપણાં પ્રાચીનમંદિરોનું શિલ્પ અને સ્થાપત્ય જોતાં આ જ વસ્તુ પ્રતીત થશે. દેલવાડાનાં દહેરાંમાં શું છે ? પ્રત્યેક આકૃતિ સ્વતંત્ર સૉનેટ છે. અને સૌ સાથે મળીને વળી કોઈ કલ્પનાતીત સૌંદર્યને મૂર્ત કરી રહે છે. ક્વિલર કૂચે ફારસી શેરોના ઝૂમખાનું દ્રષ્ટાંત આપ્યું છે. તે કહે છે કે સૉનેટમાલાના પક્ષમાં સ્વયંપર્યાપ્ત એવા ફારસી શેરોના જૂથને આગળ કરી શકાય….” અર્થાત્ ગઝલના દરેક શેરને આ મહાનુભાવોએ મંદીરની નાની નાની શીલ્પકૃતીઓ તરીકે ઓળખાવીને કહ્યું છે કે બધા જ શેરો મળીને એક સુંદર અને કલાત્મક સ્થાપત્ય પ્રગટે છે !! સૉનેટ અંગે સમાપનમાં શ્રી ઉ.જોશીનાં તારણો – ૧) સૉનેટના કથયિતવ્યમાં વળાંક, મરડ, પલટો, ગુલાંટ, છેવટે આછો લહેકો પણ હોવો જરુરી છે. ૨) સૉનેટની ચૌદ પંક્તિ હોય; નહીં ઓછી, નહીં વધારે. ૩) પંક્તિનું માપ ન આછકલું કે ન દીર્ઘસૂત્રી હોવું જોઈએ. (૧૪ થી૧૯ અક્ષરના છંદોનું પ્રાધાન્ય રહે) ૪) સૉનેટનાં ૮ અને ૬ એવાં સ્પષ્ટ બે ઘટકો હોવાં જોઈએ. એમાંયે કાવ્યની દૃષ્ટિએ ષટ્ક (બીજો ભાગ) ઉચ્ચતર હોવો જોઈએ. ૫) કોઈ અટપટી ઢબની પ્રાસસંકલના ગુજરાતીમાં આવશ્યક નથી…પાઠક્ષમ રચનામાં પ્રાસ અનિવાર્ય નથી… ૬) પ્રત્યેક સૉનેટ સ્વતંત્ર સ્વયંપર્યાપ્ત, અન્યનિરપેક્ષ કૃતિ હોવી જોઈએ. છતાં આવી અનેક કૃતિઓ જોડાજોડ સ્થાન લઈ શકે છે…શિલ્પમાલાઓથી ટેવાયેલા આપણને તો સૉનેટમાલાના આગવા સૌંદર્યનું આકર્ષણ સહેજે રહેવાનું. ૭) સૉનેટ કવિતાકલાની કલગી છે. એક જ સંપૂર્ણ કલાન્વિત સૉનેટ પોતાની પાછળ મૂકી જનાર કવિ ઉંચા કવિઓની જોડાજોડ આસન મેળવવાને હકદાર લેખાશે. સૉનેટના નાનકડા અમથા બીબામાં એવોક તો શો જાદુ છે એવો પ્રશ્ન ઊઠે એ સ્વાભાવિક છે. ૮) ચૌદ લીટીમાં પણ ભવ્યમાં ભવ્ય વસ્તુને કલાદેહ લાધેલો જોવા મળે છે…સૉનેટ દ્વારા ‘વિરાટ’ તત્વનો આવિષ્કાર થવા આડે સૉનેટની અલ્પકાયતા આવી શકતી નથી. મહાન કાવ્ય હોવા માટે મહાકાય હોવું આવશ્યક નથી. સૉનેટ જોઈને આપણને થાય છે કે વિરાટ વામનસ્વરૂપે વિહરે છે ત્યારે પણ કેવો સુંદર લાગે છે !! પ્રાસમાં ધ્વનીસામ્ય સૉનેટ અંગે શ્રી ઉમાશંકર જોશી (હપ્તો – ૮) સૉનેટમાં પ્રાસયોજના – ૨ પંક્તીને છેડે એક સરખા ઉચ્ચારો આવે અને તેથી ધ્વનીની સમાનતા રચાય તથા બબ્બે પંક્તઓનો સંબંધ ધ્વની દ્વારા ઉભો થાય ત્યારે તેને પ્રાસ કહે છે. અંગ્રેજી શબ્દ rhymeને આ પ્રાસ શબ્દ સાથે સીધો સંબંધ છે. ખાસ કરીને ગીતોમાં ધ્રુવપંક્તીની સાથે દરેક કડીની (અંતરો) છેલ્લી લીટીનો પ્રાસ આવે છે. આને લીધે કડી પુરી થઈને ફરી ધ્રુવપંક્તી પર આવી જવાથી કડીનું સંધાન પ્રથમ લીટી સાથે થઈ જવાથી ગીતનું મુખડું સતત અને સળંગ ધ્યાન પર રહે છે.આમ ગીતોમાં તો પ્રાસ બહુ જ મહત્વનું કાર્ય કરી આપીને ગીતની મજા આપે છે. સૉનેટમાં ગાવાની વાત હોતી જ નથી. આમેય વીચારપ્રધાન કાવ્યોમાં ગાવાનું હોતું નથી. આવાં કાવ્યોમાં બે પંક્તીઓને છેડે સમાન ધ્વનીઓ વાળા શબ્દો એ બે પંક્તીઓનો સંબંધ જોડી આપે છે એટલું જ. રચનાકારની આવડત એનાથી શોભતી હોઈ પ્રાસ એ મુશાયરા વગેરેમાં બહુ મહત્વ ધરાવે તે સહજ છે. સંસ્કૃતમાં મુખ્યત્વે પદ્યમાં જ રચનાઓ થતી હતી છતાં એમાં આવા પ્રકારના પ્રાસ ભાગ્યે જ જોવા મળે છે ! સંસ્કૃત પછીની પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં “પ્રાસ” જોવા મળે છે તે ફારસી–અરબીની અસરથી છે તેમ કહેવાયું છે. સંસ્કૃતે આપણને શબ્દાલંકાર રુપે આદ્ય, મધ્ય અને અંત્યાનુપ્રાસ આપ્યા પણ બે પંક્તીને જોડતા rhyme પ્રકારના પ્રાસ તો બહુ મોડા આપણને મળ્યા. યમક, વર્ણસગાઈ જેવા શબ્દાલંકારોમાં ગણાતો અને આરંભે, મધ્યે કે અંતે આવતો આ સમાનધ્વની વાળો શબ્દ પણ પ્રાસ તો નથી જ. કારણ કે પ્રાસમાં તો બે પંક્તીઓને છેડે સમાન ઉચ્ચારો વાળો છતાં સાવ જુદા જ અર્થ ધરાવતો શબ્દ હોય છે. દા.ત. “પરસેવો પરસેવા કરતાં પડયો” ( આરંભે ધ્વનીસામ્ય) “ ક્યાંનો આ ન્યાય, કરમાય કર માંય પુષ્પ રે !” ( મધ્યે ધ્વનીસામ્ય) “ અહો, જુઓ શાં નવલવેશે પ્રવેશે !” ( અંતે ધ્વનીસામ્ય) હવે આ અલંકારોને બદલે આપણે પ્રાસની યોજના જોઈએ – સત્ લાવશે અંત કરુણ ભ્રાંતીનો, ને આવશે એ યુગ વીશ્વશાંતીનો ! આ બન્ને પંક્તીઓમાં મધ્યમાં લાવશે–આવશેનો તથા અંતે ભ્રાંતી–શાંતીનો પ્રાસ છે. એ બબ્બેનાં જોડકાં વચ્ચે ધ્વનીસામ્ય સીવાય કોઈ સંબંધ નથી… પ્રાસમાં “અદુરત્વ” અર્થાત્ નજીકપણું મહત્વનું છે. પ્રથમ અને બીજી કે પ્રથમ અને ત્રીજી પંક્તીઓ વચ્ચે પ્રાસ હોય ત્યાં સુધી ઠીક છે બાકી સૉનેટમાંના દુરદુરના પ્રાસનું ધ્વનીસામ્ય વંચાતાં કાવ્યોમાં યાદ પણ રહે નહીં !! આવા દુરદુરના પ્રાસો ફક્ત આંખનો જ વીષય બની રહે છે ! ગઝલમાં કાફીયા એ પ્રાસ છે, જ્યારે રદ્દીફ તો એક જ સરખા શબ્દોનો સમુહ છે કે જે આખી રચના દરમીયાન એમ જ રહે છે, એ પ્રાસ નથી.કાફીયાને મધ્યાનુપ્રાસ કહી શકાય. પ્રાસ એ સૉનેટની શોભારુપ અલંકાર છે. આજે હવે આપણે જ્યારે સૉનેટ લેખમાળાના અંતીમ તબક્કે છીએ ત્યારે એ જણાવવાનું હું જરુરી સમજું છું કે સૉનેટની મુખ્ય શરતોમાંની આ પ્રાસની શરત મહત્વની હોવાની સાથે એ શરત બહુ જ અટપટી અને ઝીણી વીગતોમાં આપણને ઉતારે છે. આ અંગે શ્રી ઉમાશંકરભાઈએ બહુ જ ઉંડાણમાં જઈને સમજુતી આપી છે. આ વીભાગને બને તેટલો સહેલો અને ટુંકો કરીને આપ સૌ સમક્ષ મુકવાનો પ્રયત્ન કરી રહ્યો છું. છતાં આ એક ફક્ત પ્રાસયોજના વીભાગના જ ત્રણ હપ્તા થઈ જાય તો નવાઈ નહીં !! આ વાતનું મુખ્ય કારણ એ છે કે આ પ્રાસની વાતો કાવ્યની એક બહુ જ મહત્વની બાબત તરફ આપણને લઈ જાય છે. પ્રાસ એ છંદનો ભાગ નહીં પણ અલંકાર રુપે આવતો હોઈ કાવ્યના શણગારમાં એનું મહત્વ સમજી રાખવું જરુરી છે. ગઝલના અનુસંધાને પણ આ વાત મઝાની હોઈ એને અહીં મુકતાં ત્રણેક હપ્તા થાય તો ચલાવી લેશો !! ) સૉનેટ અંગે શ્રી ઉમાશંકર જોશી – (હપ્તો ૭) સૉનેટમાં પ્રાસ યોજના – ૧ આ શ્રેણીના અંત ભાગે જતાં હવે આપણે સૉનેટની મહત્વની શરત – પ્રાસયોજનાની વાત પણ કરી લઈએ. પ્રાસયોજનાની દૃષ્ટીએ સૉનેટ ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છેઃ ૧) પેટ્રાર્કશાહી કે ઈટાલીયન સૉનેટ ૨) શેક્સ્પીઅરશાઈ કે ઈંગ્લીશ સૉનેટ ૩) અનીશ્ચીત પ્રાસયોજના વાળાં સૉનેટ. પ્રથમ પ્રકારનાં સૉનેટ – આ પ્રકારનાં સૉનેટોમાં ૮ પંક્તીનો પ્રથમ અને ૬ પંક્તીનો બીજો એમ બે ભાગ પડે છે તે આપણે જોઈ ગયાં છીએ. પણ અહીં આપણે જાણવાનું એ છે કે બન્ને ભાગ માટેની પ્રાસયોજના અલગ અલગ હોય છે. વળી પ્રથમ આઠ પંક્તીઓના ભાગમાં કુલ બે જ પ્રકારના પ્રાસનો ઉપયોગ થઈ શકે છે જ્યારે બીજા ભાગમાં ત્રણ પ્રાસનો ઉપયોગ થઈ શકે છે. પ્રથમ ખંડ – પ્રથમ ખંડમાં પહેલી, ચોથી, પાંચમી અને આઠમી પંક્તીઓમાં એક સરખો પ્રાસ હોય છે; જ્યારે બીજી, ત્રીજી, છઠ્ઠી અને સાતમી પંક્તીઓમાં બીજા પ્રકારનો પ્રાસ હોય છે ( જેમ કે ABBA, ABBA મુજબ Aઅને B બે જ પ્રાસ) ઈટાલીયન સૉનેટના પ્રથમ ખંડમાં આ સીવાયની અન્ય કોઈ જ પ્રાસયોજના ચલાવી લેવાતી નથી !! બીજો ખંડ – ૬ પંક્તીના આ બીજા ખંડમાં ત્રણ પ્રાસનો ઉપયોગ કરવાની છુટ છે. દા.ત. C-D-E, C-D-E ( અર્થાત, ૧–૪, ૨–૫, ૩–૬ પંક્તીઓના ત્રણ અલગ અલગ પ્રાસની છુટ છે, પણ ત્રણથી વધુ તો નહીં જ.) પેટ્રાર્કશાઈ સૉનેટની એક વીચીત્ર ખુબી એ છે કે એની છેલ્લી બન્ને (૧૩–૧૪) પંક્તીઓ વચ્ચે પ્રાસ હોતો નથી ! (જુઓ શ્રી ઉ.જોશીનું આ પહેલાં આપેલું સૉનેટ – http://hasyam.wordpress.com/ ) બીજા પ્રકારનાં સૉનેટ – (શેક્સ્પીરીઅન) આ પ્રકારના સૉનેટોમાં ચૌદે ચૌદ પંક્તીઓને સળંગ ગણીને પ્રાસયોજના થાય છે. ૪–૪–૪–૨ના વીચાર–ભાવને અનુરુપ ખંડો પડે છે જરુર પણ પ્રાસને અનુરુપ ખંડો પડતા નથી. હા, એટલું ખરું કે ૧૪ પંક્તીઓમાં કુલ સાત પ્રકારના પ્રાસ કરવાનું બની શકે છે. જેમ કે પંક્તી નં. ૧–૩, ૨–૪, ૫–૭, ૬–૮, ૯–૧૧, ૧૦–૧૨ તથા ૧૩–૧૪.( બીજી રીતે જોઈએ તો A-B A-B, C-D C-D, E-F E-F, G-G. આમ આ બબ્બે લીટીઓના મળીને કુલ સાત પ્રકારના પ્રાસ યોજી શકાય છે. આ પ્રકારનાં સૉનેટોમાં એક બીજી પાંચ પ્રાસની યોજના પણ અમલમાં આવી હતી પણ તે એટલી વીચીત્ર હતી કે બહુ ચાલી નહીં !! આ યોજના આ મુજબ છે – પંક્તી નં. ૧–૩, ૨–૪, ૫–૭, ૬–૮, ૯–૧૧, ૧૦–૧૨, અને ૧૩–૧૪. (A-B A-B, B-C B-C, C-D C-D અને E-E) ત્રીજા પ્રકારનાં સૉનેટ – (અનીશ્ચીત પ્રાસયોજના વાળાં સૉનેટ) આ ત્રીજા પ્રકારનાં સૉનેટમાં પ્રાસની વ્યવસ્થા જળવાતી નથી. એટલું જ ટુંકમાં કહેવાનું રહે છે. અહી આ ત્રણેય પ્રકારની વ્યવસ્થાની વાત અટકે છે પણ હવે મુખ્ય વાત આવે છે તે પ્રાસ એ શું છે તે અંગેની કેટલીક વાતો…..જે હવે પછીના હપ્તે. સૉનેટમાં કેટલામી પંક્તીએ વીચાર–ભાવ પલટો આવે છે? શુક્રવાર, June 27, 2008 at 5:17 am06 Filed under સૉનેટ અંગે સૉનેટમાં આવતા ભાવ–વીચારના પલટાઓ અને પંક્તીસંખ્યાની વાત ‘ હમ્પીનાં ખંડેરોમાં ’ (મંદાક્રાન્તા) ઊગી પોષી પૂનમ તરુનાં ઝુંડ પૂઠેથી ધીરે. એ આલોકે શિશિર સહસા ચોંકી ઊઠયા શી જાગી… વાયો ધીમે રહી સૂસવતો ભ્રાન્ત જેવો સમીરે, ઘૂમી ર્ હેતો અહીંથી તહીં તે સૂનકારે અભાગી. પેલું પમ્પા સરવર અને અદ્રિ આ માલ્યવાન; ધારે ફીકી સરલ સુષમા તુંગભદ્રા–તટો આ, ચોપાસે શા ટુકટુક બન્યા જીર્ણ સામ્રાજ્ય પ્રાણ; વચ્ચે, માર્ગે અટકી ખટકી મન્દ ટપ્પો જતો આ. વૃક્ષે ટોચે વિધુ ઝબકતો, શ્રી હસી ત્યાં વનોની. આ ખંડેરો વિજિતજનના મ્હેલ ને મંદિરોનાં, આ તૂટેલી વિતત કબરો તે વિજેતા જનોની. ઢોળી બન્ને ઉપર રસ પૂર્ણેન્દુ સૌંદર્ય કેરો આકાશેથી મૃદુલ મલકે, જોઈને કાળ–ફેરો ટપ્પો વેગે પુરપ્રતિ ધપે તે સૂનાં ખેતરોમાં. –ઉમાશંકર જોશી. રડો ન મુજ મૃત્યુને ! (પૃથ્વી) “રડો ન મુજ મૃત્યુને ! હરખ માય આ છાતીમાં ન રે ! –ક્યમ તમેય તો હરખતાં ન હૈયા મહીં ? વીંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી, અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો ? હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે ? અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો ? તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને શ્વસ્યાં કરત ભૂતલે ? મરણથી છૂટ્યો સત્યને ગળે વિષમ જે હતો કંઈક કાળ ડૂમો ! થયું સુણો પ્રગટ સત્ય:વૈર પ્રતિ પ્રેમ,પ્રેમ ને પ્રેમ જ ! હસે ઈસુ, હસે જુઓ સુક્રતુ, સૌમ્ય સંતો હસે.” ‘અમે ન રડીએ, પિતા, મરણ આપનું પાવન, કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યાં જીવન.’ –ઉમાશંકર જોશી ઉપરોક્ત કાવ્યોમાં જોઈ શકાશે કે સૉનેટના સાધારણ નીયમ મુજબ પ્રથમ કાવ્યમાં વળાંક ૮ પંક્તી બાદ આવે છે. જ્યારે બીજા કાવ્યમાં મોટો વળાંક છેક ૧૨ પંક્તીઓ બાદ આવે છે ! જોકે પ્રથમ વળાંક ૬ પંક્તી પછી પણ જોઈ શકાય છે જ. હવે બન્ને કાવ્યોના વળાંકો સમજવા માટે આપણે બન્ને કાવ્યોને ટુંકમાં સમજી લઈએ. પ્રથમ કાવ્યમાં કવી હંપીનાં ખંડેરોમાં રાતે જોયેલા દૃષ્યને માણે છે. પ્રથમ ૮ લીટીમા. તેમણે ઉગી ચુકેલી પુર્ણીમાની અસરો બતાવી છે. હજી ચન્દ્ર ઉપર આવ્યો નથી. તે દરમીયાન જે દૃષ્યો એમણે જોયાં તેમાં પ્રકૃતીનું વર્ણન છે. સાથે સાથે ધ્વંસ્ત થયેલા સામ્રાજ્યનાં ખંડેરોની વાત પણ કહે છે. પરંતુ ૯મી પંક્તી પછી તરત જ કવીના મનમાં વીનાશનું એકતરફી નહીં પણ સર્વગ્રાહી દૃષ્ય દેખાઈ જાય છે ! ચન્દ્રનો પ્રકાશ પડતાં જ એમને ચીત્તમાં પ્રકાશ થાય છે અને પહેલાં જે હારેલા સામ્રાજ્યની વાત હતી તેમાં જીતેલાંઓનાં ખંડેરો પણ દેખાય છે !! કાળ તો કોઈનેય છોડતો નથી એ સત્ય પાછલી ૮ પછીની પંક્તીઓમાં દર્શાવાયું છે. અર્થાત આ કાવ્યમાં ૮ અને ૬ના ચોખ્ખા ભાગ જોવા મળે છે. છેલ્લી બન્ને પંક્તીઓમાં ચોટ પણ જોવા મળે છે. ( આ કાવ્યનું સૌંદર્ય માણવા માટે અહીં અવકાશ નથી; ક્યારેક ક્યાંક એ પણ હાથ પર લઈશું.) બીજા કાવ્યમાં તો ૬ઠ્ઠી પંક્તી બાદ નાનો પલટો આવે છે ! અને મોટો પલટો તો છેક ૧૨મી પંક્તી પછી જ જણાય છે. કાવ્યમાં ગાંધીજીને કહેતા બતાવાયા છે કે મારા મૃત્યુ બાદ રડો નહીં…પ્રથમ ૬ પંક્તીઓમાં તેઓ સૌને કહે છે કે શા માટે રડો છો ? શું મારું મૃત્યુ રડવાને લાયક છે ?! તેઓ તો કહે છે કે હું પ્રસન્ન છું તો તમે પણ એમ જ રહો… ૬ઠ્ઠી પંક્તી બાદ તેઓની વાતમાં સહેજ વળાંક જોવા મળે છે. તેઓ હવે નવેસરથી પુછે છે કે ધારો કે મારું મૃત્યુ શું અન્ય કોઈ રીતે થયું હોત (કે ન થયું હોત) તો શું તમે રાજી રહેત ?!! આ વાત નવી રીતે બાપુએ મુકી હોવાથી એને પલટો ગણવો જ જોઈએ, જે કાવ્યના સ્પષ્ટ બે ભાગ પાડે છે. ત્રીજો ને છેલ્લો પલટો, કહો કે ચોટ કવીનાં પોતાનાં વાક્યો કે જે બાપુને સંબોધીને મુકાયાં છે તેમાં જોવા મળે છે ! બાપુની વાતનો જાણે કે છેદ ઉડાડી દેનારી આ બે પંક્તીઓમાં કવી કહે છે કે બાપુ અમે તમારા મૃત્યુને રડતાં નથી – એ તો અતી પાવન જ છે; પરંતુ અમે જે રડીએ છીએ તે તો અમારા કલંકમય દૈન્યને રડીએ છીએ !! ‘કલંકમય દૈન્ય’ શબ્દ દ્વારા કવીએ આખા કાવ્યો સાર આપી દીધો છે જેમાં બાપુના મૃત્યુના કારણ રુપ આપણી સૌની કલંકીતતા છતી થઈ જાય છે ! ( આ કાવ્ય તો સાવ સહેલું છે, સમજાવવું…આશા રાખું કે કોઈ સહયોગી આ કાવ્યનું રસદર્શન કરાવે ) સૉનેટમાં ૧૪ પંક્તીઓ અને તેનું વીભાજન. સોમવાર, June 16, 2008 at 5:17 pm06 Filed under સૉનેટ અંગે સૉનેટનું બાહ્ય સ્વરુપ – (હપ્તોઃ ૫) સ્થુળ દૃષ્ટીએ જોતાં સૉનેટમાં જે જરુરી તત્ત્વો છે તે મુખ્યત્વે આટલાં ગણાયઃ ૧) પંક્તીસંખ્યા, ૨) પંક્તીવીભાગ, ૩) પંક્તીમાપ અને ૪) પ્રાસયોજના. આ બધાંને ટુંકમાં વારાફરતી જોઈ જઈએ – સૉનેટમાં કેટલી લીટી જોઈએ ? એ ચૌદ લીટીનું હોય છે, ને એટલા માત્રથી ઓળખાઈ જાય છે. શા માટે ચૌદ જ લીટી ? વધુ કે ઓછી કેમ નહીં ? વગેરે સવાલો એની સામે બહુ પુછાયા કર્યા છે. પણ જેમ છંદનું બંધન એ બંધન હોવા છતાં સીદ્ધહસ્ત સર્જકોને એ ક્યારેય નડતું નથી એ જ રીતે ચૌદ લીટીના બંધનને પણ સર્જકો મુક્તવીહારનું માધ્યમ ગણી કાઢે છે. સૉનેટમાં ચૌદ પંક્તી અનીવાર્ય ગણવામાં આવી છે અને તે જ સ્વીકૃત રહી છે. સૉનેટની પંક્તીઓમાં ભાવ કે વીચાર મુજબની યોજનાઃ સૌથી જુની પ્રણાલીમાં સૉનેટના બે ભાગ પાડવામાં આવે છે. પ્રથમ ભાગ આઠ લીટીનો અને બીજો છ લીટીનો. આ રીત બહુ સમય સુધી સ્વીકાર્ય રહી, એટલું જ નહીં, આજે પણ એનું એટલું જ મહત્ત્વ છે. પરંતુ ઈંગ્લેન્ડમાં સરે વગેરેએ ચાર ચાર પંક્તીઓના ત્રણ ભાગ અને છેલે બે પંક્તીનો એક એમ વીભાગ પાડયા પછી આ પ્રકાર પણ એટલો જ લોકપ્રીય થયો. સૌ જાણે છે તેમ શેક્સ્પીઅર પછી તો એનું નામ જ શેક્સ્પીરીઅન સૉનેટ પડી ગયુ ! અનેક પ્રયોગો – મીલ્ટનથી માંડીને અનેક સર્જકોએ જે પ્રયોગો કર્યા એની ગણતરી કરવાનું સહેલું નથી ! મીલ્ટન જેવા કોઈએ સળંગ ચૌદ લીટી રાખી; દાન્તેએ ૬–૬–૨ એમ યોજના કરી; સાત–સાતના બે વીભાગો પણ પડયા; ઉપરાંત છ–આઠ; પાંચ–ચાર–ત્રણ–બે માપ પણ પ્રયોજાયા. એટલું જ નહીં પણ કેટલાંકે તો સાડા આઠ–સાડાપાંચ કે પછી સાડાનવ–સાડાચાર એવા ભાગ પણ પાડી બતાવ્યા !! આમાં સમજવું શું ?! ચાલો આપણે ફરી એક વાર ઉમાશંકરભાઈને જ મળીએ ! એમણે જે નીષ્કર્ષ કાઢયો છે તેના પર નજર નાખીને સમાધાન મેળવીએ – “ સૉનેટના કથયિતવ્યમાં પોતામાં જ કંઈક વળાંક, મરોડ, ઊથલો, પલટો, ગુલાંટ જેવું હોય છે.એની ગેરહાજરીમાં કોઈ પણ કાવ્યકૃતિ સૉનેટ નામ માટે અધિકારી નથી….આવો વળાંક – સ્થૂળ કે સૂક્ષ્મ –જ્યાં ન હોય ત્યાં સૉનેટરચના સંભવી ન શકે…. “સૉનેટને અંતે વિચારતરંગના વિલયને બદલે કોક વાર પ્રચંડ પછડાટ પણ હોય છે.તો પણ ઉપરના સાદૃશ્યનિરૂપણમાં સૉનેટરચનાના એક અત્યંત આવશ્યક એવા તત્ત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, અને એ તત્ત્વ તે તરંગની ગતિમાં પલટો, એટલે કે વિચાર કે ઊર્મિના નિરૂપણમાં વળાંક….” સનાતની કહેવાય એવા વીવેચકો તો સૉનેટના માળખાંના બે ભાગ પાડીનેય સંતુષ્ટ નથી ! તેઓ તો કહે છે કે બન્ને ઘટકો સ્વતંત્ર અસ્તીત્વ ધરાવનારાં હોય છે !…પણ આપણે એના એટલા ઉંડાણમાં નહીં જઈએ… પણ એ ચુસ્ત વીવેચકોની બેએક વાતો તો જાણવી જરુર ગમે. તેઓ કહે છે કે ૪–૪–૪–૨ની રચનામાં પણ પ્રથમ ૮ લીટી અને પછીની ૬ લીટી વચ્ચે સ્પષ્ટ ભેદ હોવા જોઈએ. એ પણ એટલું જ મહત્ત્વનું છે કે પ્રથમ આઠ લીટી અને પછીની છ લીટીમાંય પ્રથમ ખંડ કાવ્યના વસ્તુની પ્રસ્તાવના માટે અને બાકીની છ લીટીનો ખંડ પ્રધાન વસ્તુ માટે હોય. ઉમાશંકરભાઈ કહે છે તેમ, “ આઠ અને છ પંક્તિ જેવા ભાગ કેમ એ પ્રશ્નનો ઉત્તર નહિ પણ સમજૂતિ માટે કહી શકાય કે મોજાંની ભરતી માટે આઠ અને ચોટ માટે છ; સત્યની સ્થાપના માટે આઠ અને જીવનમાં તેની પ્રવૃત્તિ જોવા માટે છ; કોઈ એક વસ્તુના પ્રસ્તાવ માટે આઠ અને જીવનમાં કે જગતમાં તેનું સાદૃશ્ય કે વિરોધ નિરૂપવા માટે છ લીટી – એમ વિભાગ કરવા તે…ઠીક લાગે. આપણે આ વિભાગીકરણને સૉનેટકલાના સ્વયંભૂ લક્ષણ તરીકે જ લેખીશું.” પંક્તીનું માપઃ ઈટાલીયન સૉનેટમાં ૧૧ અક્ષરોની પંક્તીવાળા છંદોનો રીવાજ જણાયો છે, તો અંગ્રેજીમાં ૧૦ અક્ષરો વાળા છંદો વધુ લેવાયા છે જ્યારે ફ્રેંચ સૉનેટમાં ૧૨ અક્ષરોવાળા છંદોનું મહત્ત્વ રહ્યું જણાય છે. અંગ્રેજી ભાષાના છંદોની રચના ખાસ કરીને સ્વરતત્ત્વ ઉપર થયેલી હોઇ અને આપણી ભાષાઓમાં મુખ્યત્વે સ્વરનું તત્ત્વ લુપ્ત જેવું જ હોઇ બન્ને ભાષાઓની છંદવ્યવસ્થા સાવ નોખી જ છે. ત્યાંના જેવો છંદ આપણે ત્યાં સંભવ નથી. છતાં આપણે ત્યાં છંદની બાબતે કોઈ નીયમ બાંધવાનું અશક્ય તો ન હોવા છતાં આપણે વીવીધતાને હંમેશાંની જેમ આવકારી છે. ગુજરાતીમાં સૉનેટમાટે અનેક છંદો પ્રયોજાયા છે તે જ દર્શાવે છે કે આપણે છંદ બાબતે કોઈ છોછ રાખ્યો નથી… છતાં એટલું તો ખરું જ કે સૉનેટ એ મુખ્યત્વે વીચારપ્રધાન કાવ્યપ્રકાર હોઈ એમાં રાગડા તાણીને ગાવાની કોઈ જ શક્યતા નથી ! સૉનેટ મુખ્યત્વે પઠનક્ષમ કાવ્યપ્રકાર છે.વળી આ પ્રકારને આપણા અક્ષરમેળ વૃત્તો જ વધુ માફક આવે એમ હોઈ ખાસ કરીને પૃથ્વી છંદ એમાં વધુ સફળ રહ્યો છે. પૃથ્વી છંદ અગેયતાની દૃષ્ટીએ પણ સૌથી વધુ અનુકુળ જણાયો છે. પંક્તીમાંના અક્ષરોની સંખ્યાની રીતે કહીએ તો આપણે ત્યાં ૧૪થી ૧૯ અક્ષરોવાળા છંદો સૉનેટ માટે આદર્શ ગણાય. સૉનેટ કાવ્યોમાં કોઈ એક જ છંદ આખી કૃતી માટે હોય એવું પણ અનીવાર્ય નથી. એક જ સૉનેટમાં એકથી વધુ છંદોનાં મીશ્રણો થયાં જ છે અને તેને આવકાર્ય પણ ગણાયાં છે. (સૉનેટના બાહ્ય સ્વરુપની પ્રાસ યોજના અને સમાપન માટે હવે પછી…) સૉનેટની બાહ્ય શરતો (પ્રાસ્તાવીક) સૉનેટનાં મુખ્ય બે સ્વરુપો – બાહ્ય અને આંતર. કોઈ પણ કાવ્ય પ્રકારમાં એનું બાહ્ય અને આંતરીક સ્વરુપ જોઈને જ કાવ્યનો સાચો પરીચય મેળવી શકાય એ જાણીતી વાત છે. પણ, સૉનેટ જેવા વીશીષ્ટ સ્વરુપમાં તો – ૧) નીશ્ચીત પંક્તી સંખ્યા, ૨) દરેક પંક્તીનું માપ, ૩) કુલ પંક્તીઓના વીભાગો અને ૪) પ્રાસયોજના. આ એના બાહ્યસ્વરુપને સમજવા માટેના માપદંડો છે. સૉનેટ જે રીતે બધા કાવ્યપ્રકારોથી અલગ પડી જાય છે તે જેમ તેના આ બાહ્ય સ્વરુપથી છે તેમ તેના ખાસ તો આંતરસ્વરુપથી જુદું પડી જાય છે. ઉમા.જોશી તો કહે છે કે “ પણ આ કલાસ્વરુપનું આકર્ષણ વસે છે નહીં કે એના લટકમટક ભભકભર બહિરંગમાં; એ તો છુપાયું છે એના આગવી રીતે વ્યક્ત થવા માગતા વક્તવ્યની વૈયક્તિકતામાં, એટલે કે ચોક્કસ પ્રાસયોજનાના ઠઠેરાથી લાદેલી કોઈ પણ ચૌદ લીટીની પદ્યકૃતિ તે સૉનેટ નામને પાત્ર નથી એ તો જાણે ખરું જ, પણ ખરેખર એવી કાવ્યત્વમય ચૌદ લીટી પણ અંતર્ગત ભાવ કે વિચારની, આવી વિશિષ્ટ રચનામાં વહેવા માટે દાવો કરી શકે એવી અનિવાર્ય આવશ્યકતા વિનાની હોય તો સૉનેટ ગણવાને લાયક નથી. અલબત્ત, તેથી એમાં કાવ્યત્વ હોય તો એને કાવ્ય ગણવામાં બાધ આવવાનો નથી.” આ વક્તવ્યને સમજીએ – ૧ – સૉનેટનું આકર્ષણ એના બાહ્ય લટકામાં નથી – ૨ – એ આકર્ષણ વસ્યું છે એના વક્તવ્યના ‘હટકેપણા‘માં – ૩ – કોઈ પણ ચૌદ પંક્તીની પદ્યકૃતી સૉનેટ બની જતી નથી – ૪ – એવી જ રીતે કાવ્યત્વમય ચૌદ લીટી હોય પણ સૉનેટમા જરુરી એવા ભાવ કે વીચારના પંક્તીખંડો ન પડતા હોય તો પણ તે સૉનેટ નથી – ૫ – ચૌદ લીટીનું હોય અને કાવ્યત્વ પણ હોય પરંતુ બાકીની શરતો ન પાળતું હોય તો એને સૉનેટ નહીં પણ કાવ્ય જરુર કહી શકાય…. બીજી રીતે કહીએ તો ચૌદ લીટી એ માળખું થયું – એમાં કાવ્યત્વ હોય તો ચૌદ લીટીનું બને કાવ્ય – પણ ‘કાવ્ય‘ હોવા છતાં, એ ‘સૉનેટ‘ ન પણ હોય !! તોય –– પણ અહીં એક વાત કહ્યા વીના આ બાહ્ય સ્વરુપની વાત પુરી કરવાનો અર્થ જ નથી. શ્રી ઉ.જો. કહે છે તેમ સૉનેટનું સ્વરુપ સુભાષીતાત્મક ગ્રીક ‘એપીગ્રામ‘, સંસ્કૃત ‘મુક્તક‘, જાપાની હાઈકુ–તાન્કા, ગુજરાતી દુહા–છપ્પા–સોરઠા વગેરેની સાથે સામ્ય ધરાવે જ છે. એટલે જો કોઈ એના આંતરસ્વરુપની ચર્ચામા ભળી જઈને આ બધા કાવ્યપ્રકારો સાથે એને મુકી દે તો એનો કોઈ અર્થ જ નથી. અને તેથી જ સૉનેટના બાહ્યસ્વરુપને પણ યાદ રાખીને એને અન્ય કાવ્યસ્વરુપો સાથે ભળી જતું અટકાવવું પડે. આમ સૉનેટનું બાહ્યસ્વરુપ પણ સ્વરુપની ઓળખ માટેય મહત્વનું તો છે જ. સૉનેટ ગુજરાતીમાં પણ ‘સૉનેટ‘ જ રહ્યું પણ અહીંની આબોહવા ?! સૉનેટ અંગે શ્રી ઉમાશંકર જોશી રજુઆતઃ જુગલકીશોર………………………………………………………………………………………………. [ સહયોગીઓ, આપણે અવારનવાર જુદાં જુદાં સાહીત્યસ્વરુપોની અહીં ચર્ચાઓ કરીએ છીએ. ખાસ કરીને હાઈકુ અંગે જ્યારથી ચર્ચા શરુ કરી ત્યારથી આ રીતે ભાષા અને સાહીત્ય અંગે વાતો કરવાનું વીશેષ ગમ્યું છે. સૉનેટ વીષે બહુ વધુ લખવાની તૈયારી નહોતી કરી; એમાંય તે વીકીપીડીયા પર આ અંગે માહીતી મળી રહેતી હોવાનું મને જાણવા મળ્યું તેથી વધુ લખવું જરુરી પણ ન લાગ્યું. છતાં જ્યારે ઉમાશંકર જોશીનો સૉનેટ અંગેનો ૪૩ પાનાંનો લેખ રીફર કર્યો ત્યારે થયું કે એમાં તો ખજાનો ભર્યો છે ! વળી મારે ક્યાં કોઈ હરીફાઈમાં ભાગ લેવો છે ? હું તો એક શીક્ષક તરીકે જે મને ગમે તે સૌની વચ્ચે મુકી દેવામાં માનું છું. આપણામાંનાં ઘણાંને માટે કેટલીક બાબતો વીવેચન ગ્રંથોમાંથી લેવાનું સહજ નથી, એટલુ જ નહીં, એ મુળનાં લખાણો ઘણીવાર બહુ જ અઘરાં અને ક્લીષ્ટ શૈલીમાં રજુ થયાં હોય છે. તેથી આવાં લખાણોને સરળ ભાષમાં મુકીએ તો કેમ, એમ ધારીને પણ કેટલુંક સાહીત્ય મુકતાં રહેવાનો લોભ થતો રહ્યો છે. હું વીવેચક નથી. હું જે અહીં બધું મુકું છું તેમાં મારું મૌલીક ખાસ કશું હોતું પણ નથી. હું તો જે કાંઈ સારું લાગ્યું તેને મારી ભાષા અને શૈલીમાં સરળતમ રીતે મુકવામાં માનું છું. મને લાગે છે કે આપણે સૌ આ રીતે જ આપણાં ભાષા–સાહીત્યને માણતાં રહીએ. હું સૌની પાસે અપેક્ષા રાખું કે આ અંગેના પોતાના વીચારો, પોતાની શંકાઓ, અને ચાલુ વીષયમાંની ખુટતી કડીઓ વગેરે પણ ઉમેરતાં રહે તો ઘણું શીખવાનું મળે. દરેકને પોતાના વીચારો–માન્યતાઓ હોય; સૌને પોતાની ગમતી–ન ગમતી વાતો હોય છતાં ગુજરાતીમાં ઉપલબ્ધ ખજાનો તો આપણાં સૌના આંખમાથા ઉપર જ રાખવાનો હોય. એને પીરસવામાં કે એનું રસપાન કરવામાં આપણે સૌ ભાગીદાર રહીએ અને આપણી ગુજરાતીનું વધુ ને વધુ દોહન–પાન કરતાં રહીએ. ] સૉનેટ અંગે વધુ રસપ્રદ વીગતો પ્રસ્તાવનામાં જ તેઓ પોતાની વીશીષ્ટ વીવેચનશૈલીમાં સૉનેટને આ રીતે રજુ કરે છેઃ “ ગયા સૈકાના છેલ્લા ભાગમાં ગઝલોએ અને ચાલુ સૈકાના પહેલા બે દસકામાં નાનાલાલના અનુકરણમાં રાસ–ગરબીએ જેવો ઉપાડો લીધો હતો એવો જ અત્યારે સૉનેટે લીધો છે…શું કરીએ તો ઝટઝટ કવિમાં અમારી ગણના થાય, એ પ્રશ્ન હરેક કાવ્યયુગમાં હોય છે….મધ્યકાલીનયુગ કહેતો કે સ્ત્રીનું નખશીખ અલંકારયુક્ત વર્ણન કરી લાવો એટલે અમે તમને ‘કવિ‘ નામથી નવાજીશું. આપણે ત્યાં કવિપદ મેળવવા માટે દલપત–નર્મદકાળમાં સભારંજની દોહરા કે નવલોહિયા લાવણીઓ, મસ્ત–બાલ અને કલાપીના સમયમાં ગઝલ, કાન્તની અસર તળે ખંડકાવ્ય અને નાનાલાલની અસરના દસકાઓમાં રાસ એ કવિતાના બજારમાં ચલણી નાણાં હતાં. અત્યારે સૉનેટ છે.” આ કાવ્યપ્રકારની લોકપ્રીયતાથી પ્રેરાઈને પછી તો એટલી બધી રચનાઓ થતી રહી કે એમાં ૧૪ લીટી જ રહે અને બાકીનું તો…..જવા દો ! અને એટલે જ એ જમાનાના કેટલાક વીવેચકો કહેતા કે “અમે નહોતા કહેતા, આ છોડ જ પરદેશી છે, આપણી આબોહવા એને ન સદે.” પણ આપણે સૌ જાણીએ જ છીએ કે આ જ પ્રકાર પછી તો એવો જામ્યો આપણે ત્યાં, કે એને પરદેશી કહેતાં ય હીંમત નો હાલે !! એ બરાબરનું પગભર થઈને જ રહ્યો. સૉનેટની ઉત્પત્તીઃ આ પહેલાના લેખમાં આપણે બહુ જ ટુંકમાં જોઈ ગયાં જ છીએ એટલે સૉનેટ ક્યાંથી ને કઈ રીતે આવ્યું એની પળોજણમાં હવે નહીં પડતાં કેટલીક સાલવારી જોઈને સંતોષ લઈશું. વ્યુત્પત્તીઃ ઈટાલીયન શબ્દ Suono (અવાજ); sonnetto (જરીક અવાજ); Sonare (વાદ્ય વગાડવું; Sonnetto (વાદ્ય સાથે ગવાતું કાવ્ય); ખેતરમાં કામ કરતાં ગવાતાં આપણાં ખાયણાંની જેમ દ્રાક્ષના વેલાઓમાં કામ કારતાં ગવાતાં Stornelli; ઉપરાંત Sonnette (ઘેટાંઓને ગળે બાંધવામાં આવતી ઘંટડી) વગેરે શબ્દો અને તેના પ્રાસંગીક અર્થોમાંથી આ સૉનેટ શબ્દ ઉતરી આવ્યો છે. કાવ્યમાંય આવા શબ્દોના ઈતીહાસ કેવા રોમાંચીત હોય છે ! સર્જકો–ઉપાસકો–પ્રસારકોઃ એનું જન્મસ્થળ તો નીશ્ચીતરુપે ઈટાલી જ. તેરમા સૈકામાં કાવ્યસાહીત્યના કોલંબસ ગણાતા ગ્વીતોનીએ આ પ્રકાર આરંભીને ખેડયો. મહાકવી દાન્તે પછી આવે છે પેટ્રાર્ક જેણે ગ્વીતોનીના બંધને સ્વીકારીને ૩૦૦થી વધુ રચનાઓ કરી. એ સૉનેટો જનક નથી છતાં એની સર્જકતાએ કરીને એના નામ પરથી સૉનેટનો એક પ્રકાર બન્યો. પછી એ અંગ્રજીમાં ખેડાવું શરુ થયું. ચૉસર નામક અંગ્રજીનો આદી કવી પણ આ પ્રકારમાં રચનાઓ કરે છે. પણ અંગ્રજીમાં સૉનેટ ઘડાયું તે ટૉમસ વાયટ અને અર્લ ઓફ સરે દ્વારા. વાયટને અંગ્રજીનો અદીસૉનેટ કવી કહેવાય છે. સોળમા દાયકામાં તો તીડનાં ટોળાંની જેમ અનેક દેશોમાંથી સર્જકો એના પર ઉતરી આવ્યા. સરેએ સૉનેટના સ્વરુપમાં જે છુટછાટો લીધી એનો આધાર લઈને શેક્સપીઅરે તો પોતાની આગવી છાપ ઉભી કરી દીધી, જેને કારણે પછી તો એ સૉનેટરચનાના કાનુન તરીકે સ્વીકારાઈ ! પ્રીયતમાને ખુશ કરવા માટે કે રાજદરબારમાં પ્રવેશ મેળવવા માટે સૉનેટસર્જન જાણે અનીવાર્ય હતું !! વચ્ચેના ગાળામાં મહાકવી મીલ્ટને પણ યાદગાર કૃતીઓ આપી. વર્ડઝવર્થે એનો પુનરોધ્ધાર કર્યો અને કીટ્સ,રોઝેટી, મીસીસ બ્રાઉનીંગ વગેરે કવીઓના દ્વારા સૉનેટ યુનીવર્સીટીઓના શીક્ષણમાં પ્રવેશ મેળવી ચુક્યું હોઈ આપણા દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં પણ પ્રવેશ પામ્યું. ગુજરાતીમાં સૉનેટને લાવનાર કૃતી તે બ.ક.ઠા.નું ‘ભણકારા‘.(પ્રગટ થયું ૧૯૪૮) કવી કાન્ત નહીં પણ પ્રો. બ.ક.ઠા. જ ગુજરાતી સૉનેટના જનક છે. એમની પહેલાં જમશેદજી ન.પીતીતે પાંચ ખંડમાં વીભાજીત લાંબી કૃતી આપી હતી જે ચૌદચૌદ લીટીમાં હતી. પણ ચૌદ લીટી એ સૉનેટની એકમાત્ર શરત તરીકે ક્યારેય સ્વીકારાઈ નથી એ આપણે જોયું. મરાઠી અને બંગાળીમાં પણ….. પ્રો.ઠાકોર કહે છે કે મરાઠીમાં પણ સૉનેટો આવ્યાં ‘ભણકારા‘ પછી. ગુજરાતી કરતાં મરાઠીમાં તે બહુ મોડું પ્રચાર પામ્યું. પણ બંગાળમાં સાવ એવું નથી. છેક ૧૯મી સદીના મધ્યમાં બંગાળી કવીઓ એને પ્રગટ કરે છે. બંગાળીમાં સૉનેટે બહુ જ ઉચ્ચ કોટી પ્રાપ્ત કરી હતી. એવું પણ કહેવાયું હતું કે જો પ્રતીભાવંત સર્જકોને હાથે એને વધુ ખેડાય તો એ ઈટાલીયનને પણ ટક્કર મારી શકે. સૉનેટનાં બંગાળી– મરાઠી–ગુજરાતીમાં નામકરણો !! ) સૉનેટને બંગાળીઓએ ‘ચતુર્દશકવીતા‘ કહ્યું હતું. ત્યાંના પ્રસીધ્ધ સાહીત્યકાર એને ‘સનેટ‘ કહે છે. જોકે બંગાળીમાં ‘અ‘ નો ઉચ્ચાર ‘ ‘ઓ‘ થાય એટલે સનેટ પછ આમ તો સૉનેટ રુપે જ ઉચ્ચારાતું હશે. મરાઠીવાળાઓએ સૉનેટનાં ઘણાં નામ પાડયાં જણાય છે. ‘ચતુર્દશક‘, ‘ધ્વનીત‘, ‘સ્વનીત‘, ‘સુનીત‘ વગેરે નામો એને મળ્યાં છે. મરાઠીના બે કવીઓએ તો આખા કાવ્યસંગ્રહો જ સૉનેટમાં પ્રગટ કરીને એ સંગ્રહોને નામ આપ્યાં તેય આ કાવ્યપ્રકારને અનુસંધાને ! એકે નામ આપ્યું, ‘તુટલેલે દુવે‘ અને બીજાએ આપ્યું, ‘સિનીતિકા‘ ! ગુજરાતીઓ પણ પાછળ શા માટે રહે ? આપણા પ્રો. ઠાકોરે ‘ચતુર્દશી‘ નામ આપ્યું હતું, જ્યારે ખબરદારે એને માટે ‘ધ્વનિત‘ યોજ્યું. પટેલનું પતીલ કરનાર આપણામાંના એકે તો ‘સનિટ્‘ પણ કહ્યું. પણ છેવટે તો ઉમાશંકરભાઈ કહે છે એમ આપણે અનેક અંગ્રજી શબ્દો અપનાવ્યા જ છે તો આ કાવ્યપ્રકાર માટે પણ એનો મુળ શબ્દ જ રહે તોય શું ખોટું છે !! ભલે એ પોતાનું નામ પણ લેતો જ આવે !! ગુજરાતીમાં સૉનેટના સર્જક-વીવેચક બ.ક.ઠા. અને… ગુજરાતીમાં સૉનેટઃ સંકલન:જુગલકીશોર. ………………………………………………………………………………………. ૧૮૮૮માં બળવંતરાય ઠાકોરે (બ.ક.ઠા.) ‘ભણકારા‘ કાવ્ય રચીને ગુજરાતીમાં સૉનેટનું અવતરણ કરાવ્યું. એ આપણું સૌ પ્રથમ સૉનેટ ! એ પ્રથમ એટલું જ નહીં પરંતુ સૉનેટનાં બધાં જ લક્ષણોથી સજ્જ અને સંપુર્ણ હતું. બ.ક.ઠા.એ કુલ ૧૭૫ જેટલાં સૉનેટ આપ્યાં છે. જ્યારે એમના સમકાલીન એવા ત્રણ મહાન કવીઓ કાન્ત, નાનાલાલ અને નરસીંહરાવ પાસેથી આપણને માત્ર એક જ સૉનેટ પ્રાપ્ત થયું હતું !! અન્ય દેશોમાં સૉનેટ જે સ્વરુપે રચાતું હતું એ જ સ્વરુપે બ.ક.ઠા.એ એને અપનાવ્યું નથી. એમ કરીને એમણે એને કાર્બન કૉપી થતું બચાવી લીધું છે. તેઓ પ્રયોગશીલ હતા. પૃથ્વી છંદનું અગેયપણું એમાં એમણે સીદ્ધ કર્યું હતું. ઉપરાંત એમણે પોતાની વીશીષ્ટ શૈલી – બાની પણ પ્રચલીત કરી હતી. બ.ક.ઠા.ની કાવ્યશૈલીને ‘‘ખરબચડી’’ શૈલી તરીકે પણ ઓળખાવાય છે ! જીવનના અનેક વીષયોને એમણે સૉનેટમાં પ્રોયોજ્યા છે. ગુજરાતી સૉનેટને ઘડવામાં ને ઘાટ આપવામાં એમનો ફાળો અનન્ય છે. સૉનેટનું અંદરનું તત્ત્વ અને બહારનું કલેવર એમ બન્ને બાબતોમાં તેઓ પ્રૌઢી બતાવે છે. ઉમાશંકર અને સુંદરમે આ કાવ્યસ્વરુપને ખુબ ખેડયું છે. જોકે ગાંધીયુગમાં સૉનેટનો મોટો ફાલ ઉતર્યો છે. એ સમયનો ભાગ્યે જ કોઈ કવી સૉનેટથી અલીપ્ત રહ્યો હશે. ઉમાશંકર–સુંદરમ્ સીવાયના સૉનેટના સીદ્ધહસ્ત કવીઓમાંના ચન્દ્રવદન મહેતા, સ્નેહરશ્મી, રામપ્રસાદ શુક્લ, મનસુખલાલ ઝવેરી, પ્રજારામ રાવળ, કૃષ્ણલાલ શ્રીધરાણી, પુજાલાલ, પ્રહ્લાદ પારેખ, હરીશ્ચન્દ્ર ભટ્ટ વગેરેએ સૉનેટને એવી રીતે પ્રયોજ્યું કે તે ‘બહારથી‘ આવ્યાંનો અણસાર પણ ન આવે ! સૉનેટ જાણે ગુજરાતનું જ કાવ્યસ્વરુપ હોય તેમ તે પ્રયોજાતું રહ્યુ છે. સૉનેટમાં ઉ. જો.–સુંદરમ્ જેવી જ જોડી રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતની રહી છે. રાજેન્દ્ર શાહના પાંચ સૉનેટનું એક ગુચ્છ “આયુષ્યના અવશેષે” વાંચીને તો આપણા દુરારાધ્ય વીવેચક બ.ક.ઠાએ લખ્યું હતું કે આ પાંચ સૉનેટ તો મખમલના કાપડ ઉપર કીમતી રેશમી દોરાથી ભરીને દીવાલ ઉપર રાખવા જેવાં છે !! જ્યારે ભગત સાહેબનાં સૉનેટ એટલે શુદ્ધતાની ચરમ કોટી !! એમાંનું બાહ્ય સ્વરુપ (કલેવર)ની ચુસ્તતા–શુદ્ધી ધ્યાન ખેંચે છે તો આંતર તત્ત્વમાં એમણે મનુષ્યના નગરજીવનમાં જોવા મળતી અનેક વીરોધાભાસી બાબતોને પ્રબળતાથી પ્રગટાવી છે. એવું જ એક જોડકું ઉશનસ્ અને જયંત પાઠકનું ગણાવાય છે. બન્નેએ મોટા પ્રમાણમાં ઉચ્ચ કક્ષાનાં સૉનેટ આપ્યાં છે. ઉશનસે તો એક જ શીર્ષક નીચે અને સૉનેટોની આખી ને આખી સૉનેટમાળાઓ આપી છે ! સાથે સાથે બાલમુકુંદ દવે, મકરંદ દવે, વેણીભાઈ પુરોહિત, હસમુખ પાઠક, પ્રિયકાન્ત મણિયાર, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, નલીન રાવળ, ભાનુપ્રસાદ વગેરે પણ સીદ્ધહસ્ત સૉનેટ–સર્જકો છે. આ સાથે જ એક વાત એ પણ છે કે એક બાજુ ગીતરચનાઓ પણ ખુબ રચાઈ અને બીજી બાજુ ગઝલોનો પ્રભાવ વધ્યો. છંદોમાં થતી રચનાઓનું પ્રમાણ પણ ઘણું ઘટયું. અને એમ સૉનેટ જાણે કે ભુલાતું થયું ! હવે તો અછાંદસ રચનાઓનો પણ એવો જ પ્રભાવ પડી ચુક્યો છે. એણે પણ પોતાનો ભાગ ભજવ્યો ! આજે સૉનેટ કે જે એની ચુસ્તતા, સુગ્રથીતતા, સુશ્લીષ્ટતા માટે પંકાતું તે કદાચ એ જ કારણોસર ક્યાંક ખોવાઈ ગયું છે !!! સ્વ. સ્નેહરશ્મીનાં હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !! બુધવાર, September 16, 2009 at 5:17 am09 Filed under હાઈકુ અંગે મારા પ્રીય ગુજરાતી મીત્ર જુ, તારો પત્ર મને મળ્યો જેમાં તેં હાઈકુ અંગે ઘણી વાતો ટુંકાણમાં આપી છે. પણ તને ખ્યાલ ન રહ્યો હોય તો જણાવું કે હું જાપાની માનવ હોઈ મારા આ અતી પ્રીય સાહીત્યસ્વરુપ વીષે ઘણું જાણું છું. એની સાબીતી રુપે આજે હું જ તને એક સરસ માહીતી મોકલી રહ્યો છું જે જાણીને તને ખુબ જ આનંદ થશે. માર્ચ ’69ના ‘સંસ્કૃતિ’ માસીકમાંથી મને પણ એક લેખ શ્રી ચંન્દ્રશંકર ભટ્ટનો મળી આવ્યો છે જેમાં એમણે સ્નેહરશ્મીના હાઈકુસંગ્રહ “સોનેરી ચાંદ…..”નું રસદર્શન જેવું વીવેચન કરીને એમનાં હાઈકુઓનો આપણને તરબતર કરી મુકે એવો ખજાનો ખોલી આપ્યો છે ! આ લેખને જ આધારે એની કેટકીલ બાબતો સાવ સંક્ષેપમાં તને મોકેલીને તારા પ્રેમનો બદલો વાળવા ઈચ્છું છું !! સાંભળ, ભાઈ જુ ! [ તારું આખું નામ તો જાણતો નથી પણ અમારે જાપાનમાં અમારા કદની જેમ નામો પણ ટુંકાં જોવા મળે છે. તારું આ જુ નામ જાપાની જેવું જ લાગ્યું એટલે આત્મીયતાય વધી !] આ લેખમાં શ્રી ભટ્ટે સ્નેહરશ્મીનાં હાઈકુસંગ્રહમાંથી વીણી વીણીને સુંદર હાઈકુઓનો પરીચય કરાવ્યો છે તેને ફક્ત શીર્ષક આપીને જ તારી અમક્ષ મુકી રહ્યો છું. એમણે સ્નેહરશ્મીનાં હાઈકુઓને અનેક વીભાગમં વહેંચીને અપણા માટે સરળતા કરી આપી છે, આ હાઈકુઓની અનેકવીધ ખુબીઓ સમજવા માટે. [ હવે આ બધાં હાઈકુને ત્રણ પંક્તીમાં રજુ કરવાં સહજ નથી તેથી એને તમારા અક્ષરમેળ છંદની જેમ સીધી લીટીમાં લખીને મુકીશ. દરેક લીટીને અંતે / આવું હાઈફન મુકીને પંક્તી છુટી વાચાવાની તકલીફ તારે લઈ લેવાની, સમજ્યો ભાઈ જુ ?! ]——————————————————————————————– હાઈકુસંગ્રહનું સૌથી પ્રથમ હાઈકુ જાણે સંગ્રહનું ઉદ્ઘાટન કરતું હોય તે : “હિમશિખરે / ફૂટે પરોઢ : અહો ! / સૂર્ય હાઈકુ ! “ સ્નેહરશ્મીના કુમાશભર્યા જીવનનું દર્શન આ હાઈકુમાં થાય છે. તેઓની કવીસહજ કુમાશ વ્યક્ત કરતાં આ હાઈકુ જો : નાજુક તારી / આંગળી ચૂંટે ફૂલ – / ઘવાય નેણ પરોઢે ચૂંટું / ફૂલ હું ; ફૂલછાબ / બનતી ભીની વર્ષા અને ચંન્દ્રનાં વીવીધ રુપો : ઝાપટું વર્ષી / શમ્યું; વેરાયો ચન્દ્ર / ભીના ઘાસમાં પવન દોડે — / ઝીંકાય પીઠે તાતાં / વર્ષાનાં તીર ગયું ઝાપટું / વર્ષી : કીરણો ભીનાં / હવે હવામાં ચન્દ્રનાં વીવીધ રુપો : ભૂલી ગૈ ચંદા / મોગરાની કુંજમાં / ઓઢણી એની ડુંગર ટોચે / ચાંદો : ખીણે ચાંદની / રહી વીંધાઈ ખંડ ખંડમાં / ભાંગી તળાવે લસે / ચંન્દ્ર અખંડ [વીરોધી સંયોજન દ્વારાઉપસતું ચીત્ર] ચઢે આકાશે / ચંન્દ્ર: પર્ણે ઝીલાતી / ચાંદની કૉળે [પાંદડાં પર ચારુતાનું દર્શન] પોયણી વચ્ચે / તરે હંસલો : ચંન્દ્ર / ચઢ્યો હિલ્લોળે [નાનકડા હાઈકુમાં ચાંદની-પોયણી-હંસની ધવલતા દ્વારા આભ અને જલરાશીનો વ્યાપ ગુંથાયો છે.] મૃગની આંખે ચન્દ્ર : બે ડાળ વચ્ચે / ઝલાયો ચન્દ્ર: જુએ / કૌતુક મૃગ ચીત્રાત્મકતા : સાગરે ઓટ / ચિતરામણ કાંઠે / કરચલાનાં પર્ણ વિનાની / ડાળીઓમાં સૂરજ / ટીંગાતો જાય પંચેન્દ્રીયો દ્વારા અનુભવાતાં ચીત્રો : ઊડી ગયું કો / પંખી કૂજતું : રવ / હજીયે નભેઝૂંપડીઓના / ધૂમાડે નંદવાયાં / રવિકિરણો (ધુમાડાની ગતીલીલા) ચડતી પ્હાડે / ગાડી : નીચે ખેતર / ચગતાં રાસે ( ગતી) ઠીંકરી જળે / ઠેકતી જાય: સરે / ઝાંઝર એનાં (ગતી-ધ્વની : ગુજરાતીનું બહુ જાણીતું/માનીતું હાઈકુ) વીજ ગોખમાં / ચીતરી ગૈ ટહુકો / કોક અદીઠો ( કાન-આંખ/ધ્વની-રંગોનું સંયોજન)લીલુડાં વૃક્ષ, / શ્યામ પંખી : રૂપેરી / વાદળી : સૂર્ય (રંગલીલા) નીલ આકાશે / તરે હંસલો : નીચે / સાગર નીલ ( આકાશ-સાગર-ને સાંધ્યાં રંગ/હંસથી !) શ્યામ જલધિ / ઊગે ચન્દ્ર : રૂપેરી / છલકે મોજાં ( રંગવીરોધ) ભાવસ્પર્શથી આલેખાતાં વીવીધ હાઈકુઓ :પૂર્ણિમા મથે / સમાવા અબ્ધિ-હૈયે — / ચૂંદડી લ્હેરે નવવધૂએ / દીપ હોલવ્યો : રાત / રૂપની વેલ પડે ઊપડે / પાંપણ તારી : જંપ / ન મારાં નેણે દેવદર્શને / ગયો મંદિરે : જુએ / વેણીનાં ફૂલ !ઘરથી વને / ગયો તો રસ્તે વેલ / લજામણીની જાગ્યું બાળક / પેખી માને, મલકી / ફરીથી પોઢ્યું પંખીનું યુગ્મ / બાંધે ખંડેરે માળો / બિસ-તંતુનો ખખડે સૂકાં / પર્ણો નીચે; ઉપર / કૂંપળ ફૂટે વ્હેરાય થડ ; / ડાળે માળા બાંધતાં / પંખી કૂજતાં [ આપણે અહીં કૂજતાંની જગ્યાએ 'ધ્રૂજતાં' કરી શકીએ !] નવાં ફૂલોએ / ગયા ઢંકાઈ કાંટા / જૂની વાડના પુરાણુ ઘર : / લ્હેરે મધુમાલતી / આંગણે નવી એ જ પોલાદી / ટેંક : રમે છે નીચે / અળશિયાં ત્યાં. (અળશીયાં માટીના નવસર્જન માટે જાણીતાં છે) હીરોશીમાની / રજ લઈ જનમાં / ઘૂમે વસંત ( અતીત સાથે વર્તમાનનો મેળ/દરેક કાંઠે ખંડેર : / નદી પુરાણી : વ્હેણ / જળનાં તાજાં પદાર્થપ્રતીક બને છે) કૂંપળ તાજી — / જુએ યૌવના આંસું / આંખનાં ખાળી આશા-નીરાશા : મૃત્યુનું માંગલ્ય : મુલ્યહ્રાસ વગેરે : કપાયો નભે / કનકવો : ફીરકી / કરે ભરેલી અજાણ્યાં ગયાં / ખૂલી દ્વાર : કલગી / મૃત્યુને કરે !પેપરવે’ટ / સામે મારી; કાગળ / ચોગમ ઊડે પરોવાયા આ / મણકા સૂત્રે : છેડા / બે હજી જુદા ચન્દ્ર નભમાં / ફૂલ લતાએ : કુંજે / ટહુકો નહીં ! નવી અભીવ્યક્તી : વિપર્ણ વૃક્ષ : / શાખાઓમાં વિલસે / કલા શૂન્યની પતંગિયું ત્યાં / થયું અલોપ : શૂન્ય / ગયું રંગાઈ ( ગુજ.નું જાણીતું-માનીતું હાઈકુ) છાતીએ શીલા / વદને વજ્ર : નેણે / છલકે વાણી અમાસ ઘોર / પ્રકાશ-છોળે હૈયાં / ઝાકમઝોળ ગીચ ઝાડીમાં / અમાસ મૂંગી ફરે / બોલે તમરાંશિખરે વેરે / સૂરજ સોનું : નીચે / ખીણ અંધારી (જાણીતાં હાઈકુ) ભરું પાણીડાં / સવા લાખની મારી / ચૂંદડી કોરી ( “ “ ) જુએ હરિણી / આંખ સિંહની : હિમ / વસંત-પુષ્પે નિષ્કંપ કુંજે / ફૂલ : શાંત સાગરે / તરણી મારી સમાપન :કલગી આ મેં / ગૂંથી અન્યને ફૂલે; / સૂત્ર જ મારું ( હાઈકુને ગુજ.માં લઈ આવનાર- સૂત્ર જ મહત્ત્વનું હોય ને !!) સર્જકજી ! તમારા હાઈકુને બોલવા દો !! પ્રીય ભાઈ કાવાબાસુ, તમે તો ભાઈ ભારે કરી ! મને બે પાઠ ભણાવીને એક બાજુ મારા માથાને ઘણી તકલીફ આપી, તો બીજી બાજુ સત્તરાક્ષરીમાં ડુબકીઓ ખવડાવી ખવડાવીને ભીનો ભીનો ને ભર્યો ભર્યો કરી દીધો ! જવાબમાં હુંય કાંઈક તો તમને પીરસું જ એમ વીચારીને આજે કેટલુંક રજુ કરું છું. આશા છે કે તમને અવશ્ય ગમશે. જુઓ, હાઈકુ વીષે અનેક લોકોએ કઈંક ને કંઈક લખ્યું હોય તે સ્વાભાવીક છે. એમાંની કેટલીક વાત અહીં લખીને મુકું છું. જોકે આ લખાણ મારું નથી. શ્રી સ્નેહરશ્મિના હાઈકુસંગ્રહની પ્રસ્તાવનામાં એમણે જે બતાવ્યું છે તેને ટુંકાણમાં મુક્યું છે. ૧ ) ઈમર્સનની એક ઉક્તી છે, “ તમે જે કંઈ છો, તે વીષે તમે એટલું જોરથી બોલો છો કે મને તે કાંઈ સંભળાતું નથી !” ૨ ) ચિકામાત્સુ પણ એવું જ કંઈક કહે છે, “ કાવ્યમાંનું વસ્તુ બોલે, કવી નહીં.” ૩ ) સાવ સામાન્ય ગણાતી ઘટના કે સામાન્ય જણાતી ભાષા હાઈકુના કવી પાસે આવે છે ત્યારે સામાન્ય રહેતી નથી. એ કોઈ વીરલ પ્રકાશથી ઝગમગી ઉઠે છે.” ૪ ) આછા ધુમ્મસથી ઘેરાયેલો પર્વત કે વનશ્રીના સૌંદર્ય જેવું હાઈકુનું સૌંદર્ય હોય છે. ૫ ) સહેજસાજ ઢંકાયેલું અને સહેજસાજ પ્રગટતું રહેતું (જાદુગરની મુઠ્ઠી જેવું) સૌદર્ય જ કલ્પનો–ઈમેજીઝને પ્રગટાવે છે. ૬ ) ખુલ્લંખુલ્લા સૌંદર્યને કે વસ્ત્ર વીનાના દેહલાવણ્યને રંગ–રેખામાં ચીતરવાને બદલે જાપાની કલાકાર એ સૌંદર્યને ઝાકળમઢયા એવા અંતરપટમાં ઢબુરાયેલું અને છતાં ધબકતું રાખવામાં માને છે. ૭ ) સવારના કુણા સુર્યકીરણને દર્શાવીને સુર્યોદય સમયના સમગ્ર વાતાવરણનું કલ્પન આપી દેવાનું કામ હાઈકુનો કવી કરે છે. ૮ ) એ જ રીતે મોરના ટહુકા માત્રથી મેઘછાયા આકાશમાં વીજળીની રૌદ્ર અને સૌમ્ય અનુભુતી કરાવી આપવાનું કામ હાઈકુનો કવી કરે છે. ૯ ) એક નાનકડા બીંદુમાં આખા સમુદ્રની અખીલાઈને સાકાર કરી આપવા જેવી અદ્ભુત મંત્રશક્તી હાઈકુ સીદ્ધ કરી શકે છે. ૧૦ ) પાંચ જ્ઞાનેન્દ્રીયોમાંથી કોઈ પણ એકને પણ સ્પર્શી જઈને હાઈકુ સમગ્ર અસ્તીત્વને ઝણઝણાવી શકે છે. ૧૧ ) હાઈકુની આ શક્તીનાં મુળ જાપાનના ઝેન સંપ્રદાયની પ્રબળ અસરમાં રહેલાં જણાય છે. આવી અખુટ સામગ્રી જે જાપાની ઝેન સંપ્રદાયમાં પડી છે તેમાંથી જ હાઈકુ માટેની સંવેદના અવતરી હોવાનું મનાય છે. ૧૨ ) હાઈકુનો કવી નવી દુનીયા સર્જતો નથી પણ તે નવી દુનીયાના પ્રવેશદ્વાર પર ભાવકને મુકી દે છે. ૧૩ ) શ્રી બલાઈથ કહે છે તેમ એક ખડકમાં રહેલી મુર્તીનું દર્શન શીલ્પીને જ થાય છે અને એની છીણી પછી તો ખડકમાંનો વધારાનો ભાગ કાઢી નાખીને અંદર એને દેખાઈ ગયેલી મુર્તીને બહાર લાવી આપે છે, તેવી જ રીતે હાઈકુનો કવી શબ્દના સાધન દ્વારા અપ્રકટ સૌંદર્ય સૌની સમક્ષ ખુલ્લું કરી આપે છે. ભાઈ કાવાબાસુ ! આ તો થઈ બીજાંઓએ લખેલી વાતો, હાઈકુ અંગેની. આપણે પણ આ અંગે કંઈ વીચારવાનાં ખરાં કે ? હાઈકુ ભલે તમારા દેશનો પ્રકાર હોય, અમે ગુજરાતીઓ પણ એને અમારું માનીને એનો વધુને વધુ લાભ કેમ ન લઈએ ? પણ હા, એને અપનાવતાં પહેલાં એને બરાબર પામીએ તે જ ખાસ જરુરી ગણાય ને ? નાનકડા સત્તર અક્ષરના આ સ્વરુપને ન સમજીએ તો એનો પુરો અને સાચો લાભ લઈ ન જ શકાય. વીજળીના એક ક્ષણીક ઝબકારમાં મળેલા સમયગાળામાં મોતી પરોવી લેવાની આવડત અને એ માટેની તપસ્યા આપણને સાંપડે એવી પ્રાર્થના કરીને અહીં અટકું ? તમે કુશળ હશો જ. તમારા દેશની આ કીમતી જણસ અમારા દેશ – ગુજારાત –નીય કીમતી જણસ છે એમ જણાવીને તમને વધુ કુશળ બનાવી શકું તો મારો આ પત્ર સફળ થયો ગણીશ ! સાયોનારા !! તમારો સ્નેહી, –જુ. હાઈકુ – ઉભાં, આડાં, ત્રાંસાં !! હાઈકુ અંગે સહયોગીઓ, (હાઈકુ અગે ચાલી રહેલી આ લેખમાળા ખરેખર તો શ્રી સ્નેહરશ્મિના હાઈકુસંગ્રહની એમણે લંબાણપુર્વક લખેલી પ્રસ્તાવના – કે જે ‘સંસ્કૃતિ‘ના જુના અંકો એપ્રીલ અને મે, ૧૯૬૭માં પ્રગટ થઈ હતી – ના આધારે મારી ભાષા–શૈલીમાં મુકાઈ રહી છે. આમાં ભાષા સીવાય મારું કશું નથી…) ––––––––––––––––––––––––––––––––––––––––––––– સ્નેહી જુ.ભાઈ ! ગયા પત્રમાં આપણે હાઈકુની જે ચર્ચા કરી તેમાં જોયું કે કેવળ સત્તર અક્ષરો અને ત્રણ પંક્તીઓમાં શબ્દો ગોઠવી દેવાથી હાઈકુ સર્જાઈ જતું નથી. એકાદ શબ્દ કે અક્ષરનેય આઘોપાછો કરવાથી હાઈકુની ચોટ જતી રહે છે. એટલું જ નહીં પણ કદાચ હાઈકુનો વીષય જ માર્યો જાય છે. બીજું એ પણ જોયું કે હાઈકુમાંના પ્રસંગોનો અને શબ્દોના સ્થાનનો પરસ્પરનો સંબંધ પણ મહત્વનો હોય છે. હાઈકુમાં પ્રગટતા પ્રસંગો સ્થળ અને કાળને કેવી રીતે પ્રગટાવે છે વગેરે– આજે હજી વધુ ઉંડાણમાં જઈને જોઈશું તો જણાશે કે હાઈકુમાંની ક્રીયાઓ ( જેમકે તળાવમાં દેડકાનો કુદકો અને ડબાક્ અવાજ) દ્વારા હાઈકુનો કવી એના વાચક–ભાવકને ચોક્કસ ‘સ્થળ‘ તરફ કે ચોક્કસ ‘સમય‘ તરફ દોરી જતો હોય છે !! વાચકનું ધ્યાન ચોક્કસ દીશા કે સ્થળ તરફથી ફંટાઈને બીજી જગ્યાએ ન જતું રહે તેની પણ કાળજી એણે રાખવાની હોય છે. હાઈકુનો કવી જે ચીત્ર બતાવવા માટે ભાવકને ખેંચી જાય છે તેને વીવેચકો ત્રણ ભાગમાં વહેંચે છેઃ ( આ ત્રણેય પ્રકારોને જણાવ્યા છે તેના અંગ્રેજી શબ્દો કેનેથ યસુદાજીના છે જ્યારે કૌંસમાંના ગુજરાતી અર્થો શ્રી ધીરુભાઈ દેસાઈના છે. અને આ આખી વાત શ્રી સ્નહરશ્મિજીની પ્રસ્તાવનામાંની છે.) ત્રણ પ્રકારોઃ વર્ટીકલ ( પ્રલંબ), હોરીઝોન્ટલ ( સમક્ષીતીજ ) અને ડાયાગોનલ ( ત્રાંસા ). આનો અર્થ એ કે, હાઈકુમાં ભાવકનાં મનઃચક્ષુને કવી કાં તો ઉંચે લઈ જાય છે કે આડાં લઈ જાય છે કે પછી ત્રાંસી દીશામાં લઈ જાય છે ! આ એક બહુ જ સુક્ષ્મ બાબત તરફ આપણને દોરી જતી ચર્ચા શ્રી સ્નેહરશ્મિએ કરી છે. હાઈકુને ગુજરાતીમાં અવતરણ કરાવનારા એવા એમણે આપણને બહુ ઝીણી પણ બહુ ઉપયોગી બાબત બતાવી છે. અને, હાસ્તો વળી, હાઈકુ જેવી નાજુક (ને નમણી પણ) ચીજને પામવા માટે આટલી તો પળોજણ કરવી જ પડે ને ! આપણે તો બને તેટલી સહેલી ભાષામાં એને સમજવાનો પ્રયત્ન કરી છુટીએ, બીજું શું ?! શ્રી સ્નેહરશ્મિએ આ બધી વાત સુંદર ઉદાહરણો સાથે કરી છે. આપણે એ ઉદાહરણો પણ જોઈ જ લઈએ…. અબ્ધિ છોળોએ / દડો સૂર્યનો ઝીલ્યો / ઊછળી ઉંચે સ્નેહરશ્મિનું આ હાઈકુ વાંચીને શ્રી ધીરુભાઈએ ધ્યાન દોર્યું હતું કે આ હાઈકુથી જે ચીત્ર સર્જાય છે તેમાં વાસ્તવીક ક્રમ જળવાતો નથી. સામાન્ય રીતે પ્રથમ સાગરની છોળો આવે; પછી એ ઉછળે; અને છેલ્લે ઉંચે ઉછળેલી છોળ સુર્યને ઝીલે–પકડે. આ હાઈકુમાં એ ક્રમ ન જળવાયાથી વીક્ષેપ પડે છે. શ્રી સ્નેહરશ્મિએ એ વીવરણને આધારે પછી એ હાઈકુમાં સુધારો કરીને એને ફરી લખ્યું હતું ! આપણા માટે આ સુધારો ઘણું શીખવાડનારો હોઈ એને જોઈ જ લેવો રહ્યોઃ અબ્ધિછોળોએ / ઊછળી ઉંચે ઝીલ્યો / દડો સૂર્યનો ! તમે જોયું, જુ.ભાઈ ! કે આ હાઈકુમાં ભાવકનાં મનઃચક્ષુ નીચેથી ઉપર તરફ ( વર્ટીકલ ) જાય છે. બીજું એક દૃષ્ટાંત શ્રી ધીરુભાઈએ આપ્યું છે તે હોરીઝોન્ટલ છેઃ રાખી જળને / બહાર હોડી જળે / તરતી જાય અહીં ચીત્ર પર નજર કરતાં દૃષ્ટી સમક્ષીતિજ જાય છે. ( જળ શબ્દને કેવી સરસ રીતે કવીએ પ્રયોજ્યો છે, જોયું જુ.ભાઈ ! હોડી જળને બહાર રાખીને જળે તરતી જાય છે ! પાણી ભરાઈ ગયું હોય તો એ ડુબી જ જાય એ વાત સૌ જાણે છે. પણ જેના આધારે તરવાનું છે એને જ બહાર રાખવાવાળી વાત કેવી સુચક છે !! આપણું આખું ”અદ્વૈત ” અહીં સત્તરાક્ષરે કેવું સરળતાથી – સહજ રીતે ને નક્કરતાથી રજુ થયું છે !! શબ્દોની તાકાત તો જુઓ ! ત્રીજો એક દાખલો ત્રાંસી ગતીનો શ્રી કેનેથ યસુદા આપીને એની ખુબી પણ સમજાવે છેઃ ચાંદનીઃ ગાય / તમરાં અર્ધ ઢાંક્યાં / પર્ણછાયાએ આ હાઈકુના નાયકો છે, ખરેલાં પાન અને તમરાં. શ્રાવ્ય બાબત અહીં લગભગ ગૌણ છે. તમરાં ગાય છે એ ખરું, પણ એનું સંગીત કેન્દ્રસ્થાને નથી. કેન્દ્રસ્થાને તો આવી જાય છે ચાંદનીના પ્રકાશથી પાંદડાં નીચે ” અર્ધાં ઢંકાયેલાં” ( અને અર્ધાં પ્રકાશીત પણ ) તમરાં !! તો સવાલ એ થાય છે કે અહીં ત્રાંસી દીશા કઈ રીતે ? કેનેથજી એનો ખુલાસો કરતાં કહે છે, ચંદ્ર જો આકાશમાં બરાબર માથા ઉપર હોય તો પાંદડાંની છાયાનું જે ચીત્ર અહીં ઉપસ્યું છે તેવું જોવા મળે નહીં. તેથી આ હાઈકુ વર્ટીકલ નથી. ચન્દ્ર જો સાવ ક્ષીતીજે હોય તો આ ચીત્ર હોરીઝોન્ટલ ગણાય, પરંતુ છેક ક્ષીતિજે રહેલા ચન્દ્રથી તમરાં ” અર્ધછાયાએ” ઢંકાય નહીં ! એટલે ચન્દ્ર ક્ષીતિજથી થોડો ઉંચે આવ્યો છે એ વાત નક્કી ! પરીણામે ભાવકની દૃષ્ટી ક્ષીતિજથી સહેજ ઉંચે ચડીને પછી પાંદડાંની છાયામાં અર્ધાં ઢંકાયેલાં તમરાં તરફ ગતી કરે છે. અને તેથી જ આને ત્રાંસી કક્ષાનું હાઈકુ ગણાવ્યું છે. મારા પરમ મીત્ર ગુજરાતી ભાઈ ! આ વાત આમ જોવા જઈએ તો વધુ પડતી ઝીણી કાંતવામાં આવી છે. પરંતુ હાઈકુ જેવા અત્યંત સુક્ષ્મ કાવ્યપ્રકારને સમજવા માટે વીવેચકોએ કેવી કેવી કાળજી લીધી છે તે જાણવા માટેય આ દાખલાઓ અને આ ત્રણેય પ્રકારો સમજીએ તો શું ખોટું છે ? હાઈકુને સાવ સસ્તું બનાવી દઈને કે મનાવી લઈને વીશ્વભરમાં બહુ મોટો ફાલ હાઈકુનો ઉતર્યાં કર્યો છે. કાવ્યના હાર્દ સુધી જઈને ક્યારેક પણ, કોઈ કવી એમાં ડુબકી મારશે તો અતી કીમતી એવાં નર્યાં મોતી જ મોતી મળવાનાં છે એમાં શી શંકા ?!! માથું ન દુખ્યું હોય તો જવાબ આપવાની તસ્દી લેજો ! હું તો આટલી ઝીણી વીગતોમાં જઈને ધન્ય થયો છું. તમારા મસ્તકને અનેક શુભેચ્છાઓ સાથે – તમારો સ્નેહી જાપાનીજન !! જાપાની મીત્રનો હાઈકુ અંગે મઝાનો (?) પત્ર… પ્રીય જુગલજી ! મઝામાં તો છોને ?! હું તો અમારા આ હાઈકુ અંગે તમે બધાં વાતો ચલાવી રહ્યાં છો તેથી ને ત્યારથી કુશળ કુશળ જ છું !! તો પછી, બોલો હવે એ જ વાત વધુ આગળ ચલાવીશું ? કારણ કે મને બે–એક ખાસ વાત હાઈકુ અંગે કહેવાનું મન ઘણા સમયથી થયાં કરે છે. આ હાઈકુ, જુગલભાઈ, કેવી ગજબની ચીજ છે, એ જેમ જેમ એમાં ઉંડાં ઉતરવાનું થાય છે તેમ તેમ સમજાતું – અનુભવાતું જાય છે. કહેવાની માત્ર ને માત્ર ત્રણ જ લીટીમાં કુલ મીલાકે સત્તર અક્ષરો ! એમાંય પાછું પીંછીના એક જ લસરકે ચીત્ર દોરી દેવાનું, ને છતાં એમાંથી ઉભી થતી ઈમેજ દ્વારા વીશ્વની કોઈ એક અજાયબી મનોજગતમાં સ્થાપી દેવાની !! આ સત્તર અક્ષરોમાં માંડ સમાતા સાતથી દસ શબ્દોમાં બધી લીલા સમાઈ જાય ! એટલામાં આખો ખેલ ખેલાઈ જાય. છતાં એકાદ શબ્દ પણ જો આઘોપાછો થઈ જાય તો બધી જ સૃષ્ટી હાલકડોલક થઈ ઉઠે ! આટલું નાનકું ચણીબોર, ને છતાં એનો છાક તો જુઓ, જુ.ભાઈ !! પણ હજી મને આ વાત ઉદાહરણથી જ સમજવા દ્યો…..એક વાક્યને લઈને હું એને સ્પષ્ટ કરી લઉં. જુઓ આ નીચેનું વાક્યઃ “બગીચામાં અમારી સાથે ઉડતાં પતંગીયાં હતાં.” હવે આ જ વાક્યમાંનો એક શબ્દ ‘ઉડતાં‘ને જરા પાછળ લઈ જઈને જુઓ –– “બગીચામાં અમારી સાથે પતંગીયાં ઉડતાં હતાં.” ઉપલક નજરે જોઈએ તો ઝાઝો ફરક દેખાતો નથી. છતાં ઝીણી નજરે જોઈશું તો ખ્યાલ આવશે કે પહેલાં વાક્યમાં ઉડતાં પતંગીયાં બગીચામાં ફરનારાંની સાથેના સાથીદારો જેવાં, કહો કે સાથે ફરવા આવેલા સ્નેહીજનો જ હતાં ! એ પતંગીયાં બગીચાનો ભાગ નહીં પણ ફરનારાંના સાથીદારો વીશેષ હતાં. માનવી અને પતંગીયા વચ્ચેની મૈત્રી આ વાક્યમાં કેવી સ્પષ્ટ થઈ જાય છે ! પરંતુ બીજા વાક્યમાં એક શબ્દના ફેરાફાર માત્રથી પતંગીયાં બગીચાનાં રહેવાસી બની રહે છે – અને બગીચાની અન્ય ચીજો જેવા માત્ર બની રહે છે ! એ સીવાયનો કોઈ જ સંબંધ એમની સાથે રહેતો નથી. તમે જુઓ ભાઈ, કે એક શબ્દના સ્થાનફેર માત્રથી આખો પ્રાસંગ કેવો સામાન્ય બની જાય છે ! હાઈકુમાં પણ શબ્દનું સ્થાન બહુ જ મહત્વનું હોય છે. સામાન્ય રીતે હાઈકુમાં કુલ અક્ષરો (૧૭) અને કુલ પંક્તીઓ (૩) જાળવવાનું ફરજીયાત હોય છે. તેવી જ રીતે એમાંના શબ્દોનું નીશ્ચીત સ્થાન પણ અત્યંત મહત્વનું હોય છે. એક બીજી વાત પણ સાથે સાથે ચર્ચી–સમજી લઈએ, કે હાઈકુમાંના શબ્દોનું સ્થાન અને હાઈકુમાંના પ્રસંગો એ બન્ને વચ્ચેનો પરસ્પર સંબંધ હોય છે અને હાઈકુના કવીએ એ અંગે વીશેષ કાળજી–જાગરુકતા રાખવાની હોય છે. હાઈકુમાં જેમ વીષય હોય છે તેવી જ રીતે એમાં સમય અને સ્થળ પણ મહત્વનાં હોય છે. Time and Space બન્ને શાશ્વત ચીજો હાઈકુના વીષય સાથે અવીનાભાવી સંબંધે જોડાય છે. (કોઈ પણ સાહીત્ય કૃતીમાં આ વસ્તુ અલબત્ત હોય જ પણ હાઈકુ જેવી નાજુક અને ટુંકી રચનામાં તેનો ખ્યાલ રાખવાનું વધુ જવાબદારીભર્યું બની રહે છે.) હાઈકુનો વીષય, એમાંનું સ્થળ કે એમાં વ્યક્ત થતો સમય – આ ત્રણમાંના જે તત્વ પર હાઈકુ કેંદ્રીત થયું હોય એને માટે જ ખાસ પ્રયોજાયેલો શબ્દ જો યોગ્ય જગ્યાએ ન મુકાય તો તે તત્વ તીવ્રતાથી પ્રગટ થવાને બદલે ગૌણ બની જાય છે. અને હાઈકુનું તીર ચોટ આપીને લક્ષ્યને વીંધી શકતું નથી. એવાં હાઈકુ ફીસ્સાં પડી જાય છે. અથવા તો કવી કહેવા ધારે કંઈક ને પ્રગટ થઈ જાય કંઈક ! એક બીજો દાખલો પણ શ્રી સ્નેહરશ્મિએ આપ્યો છે તે પણ જોઈ જ લઈએ. બાશોનું પેલું પ્રસીદ્ધ હાઈકુ – જુનું તળાવ / લીલ ભરેલું; કુદ્યો / મેંડક ડબાક ! આ હાઈકુમાં કવી ભુતકાળના સ્થીર થઈને લગભગ ભુલાઈ ગયેલા જેવા સ્થળ (તળાવ) ને સ્ટેજ બનાવીને એક પ્રસંગ (કે નાટકનું એક દૃષ્ય) રજુ કરે છે.આ દૃષ્ય અને તેમાંથી જન્મતી એક પરીસ્થીતી કે જે સાવ અવાવરુ થઈ ગયેલા તળાવને (કહો કે સદીઓથી નીર્જીવ થઈ પડેલા કાળને ) ક્ષણમાં જીવંત કરે દીધો છે. હાઈકુના કવી માટે આ જ બાબત કેંદ્ર સ્થાને છે. હવે “જુનું તળાવ” એ શબ્દોનું સ્થાન ફેરવીને હાઈકુ આ રીતે લખીએ તો –– “ કુદ્યો મેંડક – / ડબાક્ ! લીલ ભરેલું / તળાવ જુનું ” આખી વ્યંજના (ભાવકના મનમાં પ્રગટતી કે પ્રગટનારી અર્થચ્છાયાઓ) જ બદલાઈ જાય છે ! જુનું તળાવ કેંદ્રસ્થાને આવી જાય છે ! મેંડકનો કુદકો અને ‘ડબાક્‘ ધ્વની કે જે આખા કાળખંડને જીવતો કરનારાં તત્વો છે તે પાછલી સીટ ઉપર આવી જાય છે ! પ્રથમ હાઈકુમાં નીર્જીવ બની ગયેલું તળાવ (કે એક કાળખંડ) મેડકના કુદવા કે ડબાક્ (ધ્વની) માત્રથી સદીઓથી નીર્જીવ થઈ ગયેલું તળાવ જીવંત બની રહે છે; જ્યારે બીજા હાઈકુમાં મેંડકથી થતી બન્ને ક્રીયાઓ (દૃષ્ય–શ્રાવ્ય) પછી તળાવ એના પર કુચડો ફેરવી દ્યે છે !! ભાઈ જુગલજી ! આજે તો આટલું જ ! આ જ બાબતે હજી એકાદી વાત જેને હાઈકુના વીવેચકોએ વર્ટીકલ, હોરીજોન્ટલ અને ડાયાગોનીકલ ગણાવી છે તે પણ કરવી છે. જે હવે પછી….. આશા રાખું કે તમે એને સહન કરશો અને મને માફ……!! આપનો, આપણા હાઈકુનો વીશ્વાસુ, –કાવાબાસુ ! હાઈકુમાં કેટલા અક્ષરો ? ગુજરાતીના બે સમર્થ કવીઓનાં હાઈકુ અંગે સ્નેહરશ્મિ. –સંકલન : જુગલકીશોર. ——————————————————————————————————- (હાઈકુ : 4) [ પ્રીય મીત્ર ! શ્રી સ્નેહરશ્મિએ બે સમર્થ કવીઓનાં હાઈકુનો આધાર લઈને સરસ અને સભર વાતો એમના હાઈકુસંગ્રહમાં કરી છે. આજે એમાંની કેટલીક અહીં રજુ કરી રહ્યો છું, તને અવશ્ય ગમશે જ....: ] હાઈકુને એક જ ઉદ્ગારમાં પુરી થતી કૃતી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક એને એક પંક્તીની ઉક્તી પણ કહે છે. સદીઓથી એનું પંક્તીમાપ નક્કી થયેલું જ છે. એના અક્ષરો તો સત્તર જ હોય છે તે જાણીતી વાત છે. એ અક્ષરો 5-7-5 પ્રમાણે ત્રણ પંક્તીમાં વહેંચાય છે એ પણ નીશ્ચીત જ છે. આપણા મંદાક્રાંતા,પૃથ્વી, શીખરીણી જેવા સત્તરાક્ષરી છંદો પણ જાણે હાઈકુની જ અવીભાજીત પંક્તી હોય એવું લાગે છતાં એમાં ફેર એ છે કે હાઈકુમાં ગણોની વ્યવસ્થા કે માત્રામેળના નીયમો લાગુ પડતા નથી. યતી પણ નક્કી કરેલી જગ્યાએ આવતી નથી. શ્રી સ્નેહરશ્મી પોતાની પ્રસ્તાવનામાં નોંધે છે કે હાઈકુમાં 17 અક્ષરો અનીવાર્ય છે શું ? એવો પ્રશ્ન થતો જ રહ્યો છે એટલું જ નહીં આ સત્તરાક્ષરો સામે બળવો પણ થયો છે. છતાં આ બંધારણ બદલાયું નથી એ જ એની સધ્ધરતા બતાવે છે. એકાદ અક્ષર ઓછો-વધુ થાય તો ચલાવી લેવામાં આવ્યો છે એ પણ હકીકત રહી છે. અને 15 કે 18 અક્ષરોના હાઈકુ જોવા મળે જ છે. આપણી માતૃભાષામાં પણ આ જ નીયમ યથાવત્ રહ્યો જણાય છે. આટલી મર્યાદીત અક્ષરસંખ્યામાં આખી કાવ્યકૃતી સર્જી દેવી એ બહુ સંયમ અને વીવેક માગી લેનારી બાબત છે. આ મર્યાદા અંગે ગુજરાતીના બે વીદ્વાનો સાથે સ્નેહરશ્મીને જે લાંબી વીચારણા થઈ એના ફળસ્વરુપે એમણે બે હાઈકુનો દાખલો આપીને એક બહુ જ ઉપયોગી સામગ્રી પ્રસ્તાવનામાં પીરસી છે. આ આખી ચર્ચા આપણ સૌને ઉપયોગી થાય એમ માનીને અહીં મુકવા મન છે. ‘ઉંડી અને સુક્ષ્મ સમજવાળા’ બે કવીઓની સાથે સ્નેહરશ્મીએ જે પ્રયોગો કર્યા હતા તેની વાત પણ કરી લઈએ. આ બન્ને કવીઓ તે શ્રી હસમુખ પાઠક અને શ્રી નિરંજન ભગત. બન્નેના એક એક હાઈકુ કે જે સત્તરથી વધુ અક્ષરોનાં હતાં તેને અંગે બહુ વીગતે અને અર્થસભર વાતો લખી છે. આપણે પણ તેમાં ડુબકી મારી જોઈએ ! શ્રી પાઠકનું હાઈકુ આ પ્રમાણે હતું : તળિયે સ્વસ્થ ચંદ્રમા ભાંગતો ચંચળ સપાટી પર ઓચિન્તી કોઈ લ્હેરમાં. શ્રી ભગતનું હાઈકુ આ પ્રમાણે હતું : હું ને મારો પડછાયો– પણ રાતે જ્યાં દીપક બુઝ્યો હું ત્યાં એકલવાયો. આ બન્ને હાઈકુ વીષે શ્રી સ્નેહરશ્મિ ઉંડી વીચારણાને અંતે જે ફેરફારો સુચવે છે તેમાં રહેલી હાઈકુના સ્વરુપ વીષેની વીભાવના આપણને ખુબ જ ઉપયોગી થશે….તેઓ કહે છે : ” જેમ જેમ આ કાવ્ય ઘુંટાતું ગયું તેમ તેમ પ્રશ્નો ઉઠવા લાગ્યા કે એની ત્રીજી પંક્તિ ન હોય તો કાવ્યના સ્વરૂપમાં કંઈ ફેર પડે ખરો ? બીજી પંક્તિમાંનો ચંચળ શબ્દ ત્રીજી પંક્તિને પોતાનામાં સમાવી નથી દેતો ? જો ત્રીજી પંક્તિ ન હોય તો વ્યંજનાને વધુ અવકાશ મળે એવું લાગતું નથી ? જો એ સાચું હોય તો ત્રીજી પંક્તિના આઠ અક્ષરો આપોઆપ ઓછા થઈ જાય, બાકી રહેલા 19માંથી ‘ચંદ્રમા’ની જગ્યાએ ‘ચંદ્ર’ અને ‘ભાંગતો’ની જગ્યાએ ‘ભાંગે’ પ્રયોગ થાય તો સત્તર અક્ષરોનું માપ જળવાઈ રહે અને અર્થને અનુલક્ષીને 5-7-5 મુજબ ત્રણ પંક્તિમાં વિભાજન પણ થઈ શકે. “શ્રી પાઠક સાથે ચર્ચા થતાં તેમણે નીચે પ્રમાણે પાઠ યોજ્યો. હાઈકુના સ્વરૂપને સમજવામાં એમનો મૂળ પાઠ (ઉપર દર્શાવ્યો છે તે ) અને આ નવા પાઠનો તુલનાત્મક અભ્યાસ ઉપયોગી જણાશે. એ આ પ્રમાણે છે : તળિયે ચંદ્ર સ્વસ્થ ભાંગે સપાટી ઓચિન્તી લ્હેર. ” શ્રી ભગતની (ઉપર જણાવી છે તે ) કૃતિ ઉપર હું રટણ કરતો ગયો તેમ તેમ એમાં રહેલું હાઈકુ બહુ સુરેખ રીતે મારા મનમાં આકાર લેતું થયું. અહીં પણ પેલો પ્રશ્ન મને ઉદ્ભવ્યો, એના 25ની જગ્યાએ 17 અક્ષરમાં એ ન સમાઈ શકે ? બીજી વાત જે મારા ધ્યાનમાં આવી તે “હું ત્યાં એકલવાયો”ના વિધાનને લગતી હતી… હાઈકુમાં વસ્તુ બોલે છે, કવિ બોલતો નથી. હાઈકુનો કવિ “હું ત્યાં એકલવાયો” કહેવાને બદલે તે એકલવાયો છે એવું આપણને લાગે એવી પરિસ્થિતિ સર્જતો હોય છે. શ્રી પાઠક સાથે ચર્ચા નીકળતાં તેમને નીચે પ્રમાણેનો પાઠ યોજ્યો : હું — પડછાયો તિમિરે બુઝ્યો દીપ… એકલવાયો. આશા રાખું છું કે આ વીગતો તને કંઈ કોમેન્ટ કરવા પ્રેરશે. વધુ હવે પછી….! સ્નેહરશ્મીને ‘હાઈકુ-રશ્મી’ કહેતા કાકાસાહેબના બે પત્રો..!! શુક્રવાર, March 7, 2008 at 5:17 am03 Filed under હાઈકુ અંગે સ્નેહરશ્મિને કાકાસાહેબ કાલેલકરના બે પત્રોનો સારાંશ. {સંસ્કૃતિ-ફેબૃઆરી,૧૯૬૭} —————————————————————————————————————– રાજઘાટ, નવી દીલ્હી. તા.૨૨-૨-૬૬. પ્રીય ઝીણાભાઈ, તમારા મધુર મીઠા કાગળ…પછી તમારું બુકપોસ્ટ મળ્યું, જેમાં ‘તમારી દુનીયા’એ (સ્નેહરશ્મીનો હાઈકુસંગ્રહ)દર્શન દીધાં. પણ ચીત્ત ચોર્યું તમારાં હાઈકુએ. હવે પછી તમને હું ઝીણાભાઈ નથી કહેવાનો, “હાઈકુ-રશ્મિ” કહીશ. કાશ્મીરના મમ્મટે ‘અનલંકૃતી પુનઃક્વાપી’ કહીને અલંકાર વગરની કવીતા માટે જાણે તે દોષ હોય તેમ માફી માગી જણાય છે. પણ એવું શા માટે ? અલંકાર એ કાંઈ કાવ્યનું સર્વસ્વ નથી-કેવળ ઘરેણાં છે. હું તો માનું છું કે ક્ષમા યાચીને નહીં પણ પુરા અધીકાર સાથે સાહીત્યક્ષેત્રમાં પોતાનું ઉંચું સ્થાન છે એમ જાહેર કરવા જ હાઈકુનો અવતાર છે. તમે હાઈકુનો કેવળ છંદપ્રકાર અપનાવ્યો નથી પણ હાઈકુ પાછળનો આત્મવીશ્વાસ પણ અપનાવ્યો છે…. કેટલાંક નાજુક ફુલોની સુગંધ પણ એટલી નાજુક હોય છે કે તે વરતાય, પણ ઓળખાતી નથી. પણ એ જ એનું માહાત્મ્ય અથવા કાવ્યત્મ્ય….હવે તમારે નાનાં હાઈકુઓનો ધોધ વરસાવવો જોઈએ…….. —————————————————- તા.૯-૩-૬૬. …બધા સાહીત્યકારો કહે છે કે ઉત્તમ કાવ્યમાં ધ્વની એટલે કે વ્યંજના હોવી જોઈએ. શબ્દો કે જે સીધો અર્થ આપે છે તે અભીધા…પણ કવીઓને, સીધી રીતે ન કહેતાં, આડકતરી રીતે કહેવામાં મઝા આવે છે. તે એટલે સુધી કે કાવ્ય માટે એ લોકોએ ‘વક્રોક્તિ’ નામ પસંદ કર્યું. ‘વક્રોક્તિ કાવ્ય-જીવિતમ્’ કહીને એમણે કહ્યું કે “કવીઓ વક્રોક્તી-માગ-નીપુણ” હોવા જોઈએ. હવે, “સાદા શબ્દો વાપરીને ધ્વની અથવા વ્યંજના ઉત્પન્ન કરવી” એમાં વીવીધ અર્થો સુચવવાની જેટલી શક્તી કવીની હોય તેટલી જ શક્તી એ સુચનોને સમજવાની વાચકમાં પણ હોવી જોઈએ, નહીં તો ભેંસ આગળ ભાગવત થવાનું. તેથી કવીતામાં બે જાતનો વીશ્વાસ હોવો જોઈએ : ૧) સુચન-અર્થ- પહોંચાડવાની શક્તી મારા શબ્દોમાં અને મારી રચનાઓમાં(કવીમાં) છે એવો આત્મવીશ્વાસ અને ૨) મારા શબ્દોમાં જે સુચન હશે તે ઝીલવાની શક્તી મારા વાચકોમાં હશે તેવો વીશ્વાસ…આ બન્ને પ્રકારના વીશ્વાસને હું આસ્તીકતા કહું છું…… કાવ્યશાસ્ત્રનું જ ઉદાહરણ લઈએ તો, એક જણે કહ્યું, ” ગતો અસ્તં અર્કઃ !” (સુર્ય આથમ્યો) આ વાક્ય હાઈકુનો નમુનો ગણું છું. આનો અર્થ બ્રાહ્મણોએ કર્યો, “સંધ્યાવંદનનો સમય થયો.” ચોરોએ કર્યો, ” હવે ખાતર પાડવાની તૈયારી કરવી જોઈએ.” બાળકોએ અર્થ કર્યો, “ઘેર જઈ મા પાસેથી પ્રમોદી મેળવી શકાય.” તમારા હાઈકુઓમાં ઓછામાં ઓછા શબ્દો વાપરી..નોંધ જ કરવામાં આવે છે.પણ તે એવી ખુબીથી કે એમાંથી અનેક જાતની વ્યંજનાઓ કાઢી શકાય…… હાઈકુના છંદ વીષે મેં તમને કહ્યું જ છે કે જુના વખતમાં જાપાની છંદનું અનુકરણ કરી કોકે અંગ્રેજીમાં પાંચ લીટીઓના નમુના આપ્યા હતા એ મને ખુબ જ ગમ્યા હતા. તમે કહ્યું હતું કે તેને તાન્કા કહે છે. અને એમાંથી જ હાઈકુની ઉત્પત્તી થઈ છે…. અર્થાન્તરન્યાસમાંથી છેલ્લી લીટીની કહેવત બને છે તેમ જ તાન્કામાંથી હાઈકુ આવ્યાં. હાઈકુમાં શબ્દો ઓછા, વર્ણન સાદું અને વ્યંજનાને અવકાશ અપરીમીત – અપાર ! એવાં હાઈકુ દ્વારા બોધ પણ અપાય અને ઝાટકણી પણ કઢાય. હાઈકુમાં નવેનવ રસ વ્યક્ત થઈ શકે પણ એ તો સમર્થ કવીનું કામ. નીરસતા ઢાંકવા માટે કોઈ હાઈકુ વાપરે તો જોતજોતામાં ઉઘાડો પડે….હાઈકુની કેટલીક લીટીઓ કહેવત જેવી પણ થઈ શકે, એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે…… –કાકાના સપ્રેમ જય હાઈકુ. સ્વ. સ્નેહરશ્મીના હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !! મારા પ્રીય ગુજરાતી મીત્ર જુ, તારો પત્ર મને મળ્યો જેમાં તેં હાઈકુ અંગે ઘણી વાતો ટુંકાણમાં આપી છે. પણ તને ખ્યાલ ન રહ્યો હોય તો જણાવું કે હું જાપાની માનવ હોઈ મારા આ અતી પ્રીય સાહીત્યસ્વરુપ વીષે ઘણું જાણું છું. એની સાબીતી રુપે આજે હું જ તને એક સરસ માહીતી મોકલી રહ્યો છું જે જાણીને તને ખુબ જ આનંદ થશે. માર્ચ ’69ના ‘સંસ્કૃતિ’ માસીકમાંથી મને પણ એક લેખ શ્રી ચંન્દ્રશંકર ભટ્ટનો મળી આવ્યો છે જેમાં એમણે સ્નેહરશ્મીના હાઈકુસંગ્રહ “સોનેરી ચાંદ…..”નું રસદર્શન જેવું વીવેચન કરીને એમનાં હાઈકુઓનો આપણને તરબતર કરી મુકે એવો ખજાનો ખોલી આપ્યો છે ! આ લેખને જ આધારે એની કેટકીલ બાબતો સાવ સંક્ષેપમાં તને મોકેલીને તારા પ્રેમનો બદલો વાળવા ઈચ્છું છું !! સાંભળ, ભાઈ જુ ! [ તારું આખું નામ તો જાણતો નથી પણ અમારે જાપાનમાં અમારા કદની જેમ નામો પણ ટુંકાં જોવા મળે છે. તારું આ જુ નામ જાપાની જેવું જ લાગ્યું એટલે આત્મીયતાય વધી !] આ લેખમાં શ્રી ભટ્ટે સ્નેહરશ્મીનાં હાઈકુસંગ્રહમાંથી વીણી વીણીને સુંદર હાઈકુઓનો પરીચય કરાવ્યો છે તેને ફક્ત શીર્ષક આપીને જ તારી અમક્ષ મુકી રહ્યો છું. એમણે સ્નેહરશ્મીનાં હાઈકુઓને અનેક વીભાગમં વહેંચીને અપણા માટે સરળતા કરી આપી છે, આ હાઈકુઓની અનેકવીધ ખુબીઓ સમજવા માટે. [ હવે આ બધાં હાઈકુને ત્રણ પંક્તીમાં રજુ કરવાં સહજ નથી તેથી એને તમારા અક્ષરમેળ છંદની જેમ સીધી લીટીમાં લખીને મુકીશ. દરેક લીટીને અંતે / આવું હાઈફન મુકીને પંક્તી છુટી વાચાવાની તકલીફ તારે લઈ લેવાની, સમજ્યો ભાઈ જુ ?! ] ——————————————————————————————– હાઈકુસંગ્રહનું સૌથી પ્રથમ હાઈકુ જાણે સંગ્રહનું ઉદ્ઘાટન કરતું હોય તે : “હિમશિખરે / ફૂટે પરોઢ : અહો ! / સૂર્ય હાઈકુ ! ” સ્નેહરશ્મીના કુમાશભર્યા જીવનનું દર્શન આ હાઈકુમાં થાય છે. તેઓની કવીસહજ કુમાશ વ્યક્ત કરતાં આ હાઈકુ જો : નાજુક તારી / આંગળી ચૂંટે ફૂલ – / ઘવાય નેણ પરોઢે ચૂંટું / ફૂલ હું ; ફૂલછાબ / બનતી ભીની વર્ષા અને ચંન્દ્રનાં વીવીધ રુપો : ઝાપટું વર્ષી / શમ્યું; વેરાયો ચન્દ્ર / ભીના ઘાસમાં પવન દોડે — / ઝીંકાય પીઠે તાતાં / વર્ષાનાં તીર ગયું ઝાપટું / વર્ષી : કીરણો ભીનાં / હવે હવામાં ચન્દ્રનાં વીવીધ રુપો : ભૂલી ગૈ ચંદા / મોગરાની કુંજમાં / ઓઢણી એની ડુંગર ટોચે / ચાંદો : ખીણે ચાંદની / રહી વીંધાઈ ખંડ ખંડમાં / ભાંગી તળાવે લસે / ચંન્દ્ર અખંડ [વીરોધી સંયોજન દ્વારાઉપસતું ચીત્ર] ચઢે આકાશે / ચંન્દ્ર: પર્ણે ઝીલાતી / ચાંદની કૉળે [પાંદડાં પર ચારુતાનું દર્શન] પોયણી વચ્ચે / તરે હંસલો : ચંન્દ્ર / ચઢ્યો હિલ્લોળે [નાનકડા હાઈકુમાં ચાંદની-પોયણી-હંસની ધવલતા દ્વારા આભ અને જલરાશીનો વ્યાપ ગુંથાયો છે.] મૃગની આંખે ચન્દ્ર : બે ડાળ વચ્ચે / ઝલાયો ચન્દ્ર: જુએ / કૌતુક મૃગ ચીત્રાત્મકતા : સાગરે ઓટ / ચિતરામણ કાંઠે / કરચલાનાં પર્ણ વિનાની / ડાળીઓમાં સૂરજ / ટીંગાતો જાય પંચેન્દ્રીયો દ્વારા અનુભવાતાં ચીત્રો : ઊડી ગયું કો / પંખી કૂજતું : રવ / હજીયે નભે ઝૂંપડીઓના / ધૂમાડે નંદવાયાં / રવિકિરણો (ધુમાડાની ગતીલીલા) ચડતી પ્હાડે / ગાડી : નીચે ખેતર / ચગતાં રાસે ( ગતી) ઠીંકરી જળે / ઠેકતી જાય: સરે / ઝાંઝર એનાં (ગતી-ધ્વની : ગુજરાતીનું બહુ જાણીતું/માનીતું હાઈકુ) વીજ ગોખમાં / ચીતરી ગૈ ટહુકો / કોક અદીઠો (કાન-આંખ/ધ્વની-રંગોનું સંયોજન) લીલુડાં વૃક્ષ, / શ્યામ પંખી : રૂપેરી / વાદળી : સૂર્ય (રંગલીલા) નીલ આકાશે / તરે હંસલો : નીચે / સાગર નીલ (આકાશ-સાગર-ને સાંધ્યાં રંગ/હંસથી !) શ્યામ જલધિ / ઊગે ચન્દ્ર : રૂપેરી / છલકે મોજાં ( રંગવીરોધ) ભાવસ્પર્શથી આલેખાતાં વીવીધ હાઈકુઓ : પૂર્ણિમા મથે / સમાવા અબ્ધિ-હૈયે — / ચૂંદડી લ્હેરે નવવધૂએ / દીપ હોલવ્યો : રાત / રૂપની વેલ પડે ઊપડે / પાંપણ તારી : જંપ / ન મારાં નેણે દેવદર્શને / ગયો મંદિરે : જુએ / વેણીનાં ફૂલ ! ઘરથી વને / ગયો તો રસ્તે વેલ / લજામણીની જાગ્યું બાળક / પેખી માને, મલકી / ફરીથી પોઢ્યું પંખીનું યુગ્મ / બાંધે ખંડેરે માળો / બિસ-તંતુનો ખખડે સૂકાં / પર્ણો નીચે; ઉપર / કૂંપળ ફૂટે વ્હેરાય થડ ; / ડાળે માળા બાંધતાં / પંખી કૂજતાં [ આપણે અહીં કૂજતાંની જગ્યાએ 'ધ્રૂજતાં' કરી શકીએ !] નવાં ફૂલોએ / ગયા ઢંકાઈ કાંટા / જૂની વાડના પુરાણુ ઘર : / લ્હેરે મધુમાલતી / આંગણે નવી એ જ પોલાદી / ટેંક : રમે છે નીચે / અળશિયાં ત્યાં. (અળશીયાં માટીના નવસર્જન માટે જાણીતાં છે) હીરોશીમાની / રજ લઈ જનમાં / ઘૂમે વસંત (અતીત સાથે વર્તમાનનો મેળ/દરેક કાંઠે ખંડેર : /નદી પુરાણી : વ્હેણ/જળનાં તાજાં પદાર્થપ્રતીક બને છે) કૂંપળ તાજી — / જુએ યૌવના આંસું / આંખનાં ખાળી આશા-નીરાશા : મૃત્યુનું માંગલ્ય : મુલ્યહ્રાસ વગેરે : કપાયો નભે / કનકવો : ફીરકી / કરે ભરેલી અજાણ્યાં ગયાં / ખૂલી દ્વાર : કલગી / મૃત્યુને કરે ! પેપરવે’ટ / સામે મારી; કાગળ / ચોગમ ઊડે પરોવાયા આ / મણકા સૂત્રે : છેડા / બે હજી જુદા ચન્દ્ર નભમાં / ફૂલ લતાએ : કુંજે / ટહુકો નહીં ! નવી અભીવ્યક્તી : વિપર્ણ વૃક્ષ : / શાખાઓમાં વિલસે / કલા શૂન્યની પતંગિયું ત્યાં / થયું અલોપ : શૂન્ય / ગયું રંગાઈ ( ગુજ.નું જાણીતું-માનીતું હાઈકુ) છાતીએ શીલા / વદને વજ્ર : નેણે / છલકે વાણી અમાસ ઘોર / પ્રકાશ-છોળે હૈયાં / ઝાકમઝોળ ગીચ ઝાડીમાં / અમાસ મૂંગી ફરે / બોલે તમરાં શિખરે વેરે / સૂરજ સોનું : નીચે / ખીણ અંધારી (જાણીતાં હાઈકુ) ભરું પાણીડાં / સવા લાખની મારી / ચૂંદડી કોરી ( “ “ ) જુએ હરિણી / આંખ સિંહની : હિમ / વસંત-પુષ્પે નિષ્કંપ કુંજે / ફૂલ : શાંત સાગરે / તરણી મારી સમાપન : કલગી આ મેં / ગૂંથી અન્યને ફૂલે; / સૂત્ર જ મારું ( હાઈકુને ગુજ.માં લઈ આવનાર- સૂત્ર જ મહત્ત્વનું હોય ને !!) હાઈકુ-વીશ્વની ટુંકી સફરે… : 1 જાપાની કાવ્યપ્રકાર હાઈકુની અલૌકીક દુનીયામાં…..! –જુગલકીશોર==================== નોંધ : [મીની વેકેશન દરમ્યાન ઉ.જોશી સંપાદીત 'સંસ્કૃતિ'ના 1965-67ના અંકો --કનુભાઈ જાનીના આશીર્વાદથી -- મળી ગયા હતા. 1965ના ઓગસ્ટનો સંસ્કૃતિનો અંક હું સણોસરા ભણતો ત્યારે મેં વાંચ્યો હતો. એ અંકમાં સૌથી પ્રથમ વાર સ્નેહરશ્મીનાં 9 હાઈકુ પ્રગટ થયેલા તે આજેય યાદ છે. ગુજરાતમાં હાઈકુનો જન્મ આ રીતે થયો હતો !! [એ વાતનો જોકે વીરોધ પણ થયેલો] પણ સ્નેહરશ્મીને ગુજ.હાઈકુના જનક કહેવાય. એનો હાઈકુસંગ્રહ 365 રચનાઓ સહીત પ્રગટ થયો તેમાં એમણે અદ્ભુત કહી શકાય એવી અભ્યાસપુર્ણ પ્રસ્તાવના આપી છે. મારી આ લેખમાળા એના જ આધારે લખી છે. મારું તો ફક્ત લખાણ જ છે. આશા છે, આ લેખમાળા કે જે મેં મારી ભાષા-શૈલીમાં મુકી છે તે સૌને ગમશે. –જુ.] =============================================================== મારા પ્રીય કાલ્પનીક મીત્ર કાસુબાવા, તને થશે કે આ કોણ વળી નીકળ્યો, મને પ્રીય મીત્ર કહેનારો ઈંડીયન !! પણ જો ભઈલા, મારે તારી ગરજ પડી છે. વાત જાણે એમ છે કે મારે ચચ્ચાર બ્લોગ છે પણ એમાંના આવા પ્રકારનાં લખાણો માટે એક જ બ્લોગ હોઈ અને એ બ્લોગ પર લખાણોનો મારો ચાલતો હોઈ આ ‘પત્રમ પુષ્પમ’ બ્લોગનો ઉપયોગ કરવો પડે એમ છે. અને એના પર લખવું હોય તો ટપાલ રુપે જ લખાય ને ! એટલે પછી પત્ર રુપે જ આખી લેખમાળા લખવાની છે. મીત્રો તો ઘણાય છે આ લેખમાળા સંબોધવા માટે પરંતુ આ વાત હાઈકુની હોઈ તમારા જાપાની ભાયું હારે વાત કરીએ તો ઠીક રે’ એમ વીચારીને તને આમાં નાખ્યો છે. તને કંટાળો આવે ને તોય તું કાંઈ ‘ના’ કહી શકવાનો નથી. મારા કેટલાય વાચકોની જેમ તુંય આ લેખમાળાને સહન કરજે, બીજું શું ?!! તો આપણે હવે મુળ વાત પર આવીએ. આ હાઈકુ સમગ્ર વીશ્વમાં જે માન્યતા પામ્યું અને એમાં સૌએ જે રસ લીધો એમાં એની અનેકાનેક વીશેષતાઓ જણાઈ આવે છે. હાઈકુ એક ચમકારો-ઝબકારો હોય એટલું નાનું કદ ધરાવે છે. કાવ્યવીશ્વમાં એ સૌથી નાનું સ્વરુપ છે. છતાં એમાં અપાર શક્તી રહેલી જણાય છે. 1904-05ની સાલમાં રશીયા સાથે તમારે જાપાનીઓને જે લડાઈ થઈ એમાં તમે રાષ્ટ્રની રીતે ને શરીરના કદથીયે નાના હોવા છતાં રશીયાને જે સ્વાદ તમે ચખાડ્યો હતો તે યાદ આવી જાય છે, આ હાઈકુના કદ અને તેની વ્યાપક શક્તીઓની વાત કરતાંવેંત જ ! તમે જાપાની લોકો હાથીદાંત પરના મીનાકારી કામ અને ધાતુ પરના નકશીકામથી જાણીતા છો જ. અને બોન્સાઈ તો તમારી જ પહેચાન છે, દુનીયાભરમાં ! આવી નાજુક કામગીરી જો હાઈકુ જેવા કાવ્યસ્વરુપમાં ન ઉતરે તો જ નવાઈ !! તમે લોકોએ સાહીત્યવીશ્વને આ હાઈકુ ( એને હાઈગા પણ કે’ છે ને ?) આપીને મોટું કામ કર્યું છે. તને ખબર તો હશે જ ભાઈ કાસુબાવા, કે આ હાઈકુને લોકો 700 વરસનું જુનું ગણે છે પણ બહુ ઓછાને ખબર હશે કે એનાં મુળીયાં તો છેક 17મી સદીમાં નીકળે છે ! 1644-94 વચ્ચે થઈ ગયેલા હાઈકુના મહાન સર્જક બાશોની કૃતીઓ જોઈએ તો એનું યથાર્થ સ્વરુપ છેક ત્યાં જાતું નીકળે છે ! પણ ભાઈ બાવા, તેં મને એક વાત કીધેલી તે યાદ આવી ગઈ એટલે વચ્ચે જ કહી દઉં કે ગઈ સદીના 1957 આસપાસ જાપાનમાં “ધંધાકીય સફળ” ગણાય એવાં 50 સામયીકો ફક્ત (રીપીટ, ફક્ત) હાઈકુના પ્રકાશન માટે જ છપાતાં હતાં !! કમાલ છે ને ! પણ એનાથીય કમાલ તો એ મને લાગ્યું કે એમાંના કેટલાંક સામયીકો તો દર મહીને 1500 હાઈકુ પ્રગટ કરતાં હતાં ! ( આ 50 સીવાયનાં બીજાં મેગેઝીનો તો જુદાં હો ! ) અંદાજે દસ લાખ હાઈકુ વરસે દહાડે છપાતાં હતાં ! ( આ તો મનેય ગપ્પું લાગે છે પણ મેં તો વાંચેલું કહ્યું છે, તારા નામે !) અને હા, ‘તાંકા’ નામનો હાઈકુનો પ્રકાર પણ બહુ પ્રચલીત હતો પણ કાવ્યનાઆ બટુકસ્વરુપ જેવું અને જેટલું તો નહીં જ. હવે જો, કેવી મઝા થઈ છે; ઓચીંતાં જ આ તાંકાજીની ય વાત વચ્ચે આવી જ ગઈ છે તો ચાલને એનીય ભેગાભેગી કરી લઈએ વાત. આ તાન્કાની ય વાત જાણવા જેવી છે. ઈ તાન્કા વળી આ હાઈકુની મા થાય ઈ તને ખબર છે ?! જો વાત એમ છે કે આરંભમાં 5-7-5-7-7 એમ કુલ પાંચ લાઈનોમાં અક્ષરોની ગોઠવણી થતી અને એને તાન્કા કહેતાં. આપણે ત્યાં ઘણા સમય પહેલાં વીદ્વાનોની વીદ્વત્તા માપવા અને એકજાતની સર્જનાત્મક પ્રવૃત્તીરુપે કાવ્યમાં પાદપુર્તી કરવાનું જાહેર આમંત્રણ અપાતું. એ માટે એકાદ લાઈન જાહેર થાય અને બાકી આગળની લાઈનો પુરી કરવા જાહેર આમંત્રણ / ચેલેન્જ આપવામાં આવે. અથવા ત્રણ પંક્તી જાહેર કરીને છેલ્લી એક પંક્તી ઉમેરીને શ્લોક પુરો કરવા આહ્વાન આપાતાં. મુશાયરાઓમાં તો આજે પણ એક પંક્તી જાહેર કરીને સૌ કવીઓને નીમંત્રણ અપાય છે જેને કાવ્યસંમેલનમાં રજુ કરાય છે. [આપણામાંનો એક જાણીતો બ્લોગ 'સર્જન સહીયારું' તો આ કાર્ય નીયમીત રુપે કરે જ છેને.] હવે પાછો હું મુળ વાત ઉપર આવું. [જો ભાઈ કાસુબાવા, મને તો આમ વીષયાન્તર કરવાની ટેવ (કટેવ કે ?) છે જ. માસ્તર ખરોને ! એનાથી એકમાંથી બીજી વાતોય જાણવા મળી જાય એ લાભ-લોભ ખરો એટલે.] તાન્કાની આ પાંચ લાઈનોમાં 5-7-5-7-7 અક્ષરો રહેતા. પણ ઘણીવાર આરંભની આ ત્રણ લાઈનો 5-7-5ને પ્રગટ કરીને બાકીની બે માટે પુર્તી કરવા ચેલેન્જ અપાતી હતી. એટલે પેલી ત્રણ મુળ પંક્તીઓનો પતંગ ઉડે અને બીજી બે પંક્તીઓનાં પુંછડાં ઉમેરાતાં જાય !! હાઈકુ શબ્દનું મુળ “હોક્કુ”માં છે. હોક્કુનો અર્થ થાય છે, “પ્રારંભીક કડી”. હોક્કુને માટે ‘હાઈકાઈ’ શબ્દ પણ યોજાતો. કોઈ અંગ્રેજી સાહીત્યકારે એને માટે સચોટ શબ્દ વાપર્યો છે, “Stop-short” ! અર્થાત અહીં જ અટકો. અહીં આ ત્રણ પંક્તીમાં જ બધું આવી જાય છે, ને કાવ્ય પુર્ણતાને પામી જ ગયું છે ! જો કે ત્યાં સ્ટોપ થતાં જ એક ઈમેજ પ્રબળતાથી ભાવકચીત્તમાં ઝબકી ઉઠે છે જે એને ક્યાંનો ક્યાંય લઈ જાય છે. શાંત જળમાં પડતી એક કાંકરી જેમ અનેક વર્તુળો ઉભાં કરી દે કે આકાશમાં થતો એક તેજલીસોટો એની પાછળ ગડગડાટ સર્જી દે તે રીતે હાઈકુના સત્તર અક્ષર પુરા થતાં જ એક ઈમેજ, એક કલ્પન પ્રગટીને વાચકના મનમાં ભાવશૃંખલા જગવી જાય છે. જાહેર થયેલી ત્રણ પંક્તીઓ મહત્ત્વની બની રહેતી. વળી બનતું એવું કે સીદ્ધહસ્ત સર્જકો દ્વારા મુકાતી આ ત્રણ પંક્તીઓ એવી સચોટ રહેતી કે પાછલી પંક્તીઓ ફક્ત પુંછડી જ બની રહેતી. બીજી રીતે કહીએ તો ત્રણની પાંચ પંક્તીઓ કરવાનું કામ છાશમાં પાણી રેડવા જેવું બની રહેતું !! એટલે જ તો તાન્કાનું ચલણ સાવ નગણ્ય બની રહ્યું ને ! એ પુંછડી પછી (માણસની માફક) લગભગ નામશેષ થઈ, ને રહી ગયું કેવળ હાઈકુ; સંપુર્ણ અને સ્વતંત્ર – સુક્ષ્મ છતાં સશક્ત-સક્ષમ ! અને મીત્ર મારા, આ ત્રણ પંક્તીઓ જ વામનનાં વીરાટ ત્રણ પગલાં જેવી સાબીત થઈ. વામન કદ છતાં વીશ્વભરમાં એ સૌનું માનીતું કાવ્યસ્વરુપ થઈ ગયું. [ એ ભલે માનીતું થયું પણ સર્જકની આકરી કસોટી કરાવનારું જ બની રહ્યું કારણ કે એની સુક્ષ્મ અને સંકુલ રચનારીતી છે જ એવી. દુનીયાભરમાં એની આ અનન્યતા અંગે બહુ લખાયું છે. હવે પછી આગળ ઉપર એનીય વાત તને કહીશ.] તો, મીત્ર ! આજે તો આટલેથી જ સંતોષ લેજે. ( તને થશે કે આ કાંઈ ઓછું છે ! પણ હજી સહન કરવાને વાર છે. કેટલુંક તો અજાયબ છે, આમાં.) આવજે ! લી. તારો મીત્ર.