History
ઈતિહાસ |
જામનગરના તોરણો જામ રાવલજીએ આજથી લગભગ ઇ.સ. ૧પ૧૯માં બાંઘ્યા હોવાનું ઇતિહાસકારો કહે છે. કચ્છમાંથી આવેલા જાડેજા કુળના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખાના રાજપૂતોને હરાવીને નવાનગર રાજની સ્થાપના કરી હતી. આ પ્રદેશનું નામ જાડેજા શાખાના મુળ પુરૂષ ગાજનના પુત્ર હાલાજીના નામ ઉપરથી હાલાર પડાયું હતું અને તારથી આ પંથક હાલાર તરીકે ઓળખવામાં આવે છે. |
પ્રાચીન હાલાર રાજની હદ બાંધીએ તો કાંઇક આવી રીતે બંધાય, ઉત્તરે કચ્છનો અખાત અને કચ્છનું રણ, પશ્ચિમે ઓખા મઢીનું રણ અને અરબી સમુદ્ગ પૂર્વે મોરબી, રાજકોટ, ધ્રોળ તથા ગોંડલના દેશી રજવાડાઓ અને સોરઠ પ્રદેશ, હાલારની આબોહવા સમશીતોષ્ણ છે. અરબી સમુદ્ગ અને કચ્છના અખાતના પવનોની અસર હેઠળ આ પ્રદેશ આવેલ હોવાથી અહીં ગરમીનું પ્રમાણ ઓછું રહે છે. પરિણામે ભર ઉનાળામાં પણ વાતાવરણ ખુશનુમા રહે છે. અહીં પવનની ગતિ સામાન રીતે પ૦ થી પપ કી.મી. પ્રતિ કલાકની રહે છે. કાઠિયાવાડમાં હાલાર પ્રાંતનું મોટું રાજ એટલે નવાનગર અને નવાનગર એટલે આજનું જામનગર. |
પ્રાચીન નવાનગરની રચના અંગેનો ઇતિહાસ તપાસતાં આ નગર નાગમતી અને રંગમતી નદીઓના સંગમ ઉપર સ્થપાયું હોવાનું જણાય છે. નાગમતી અને રંગમતીના સંગમ સ્થાનો બદલતાં રહ્યા છે. નવાનગરની સ્થાપના પહેલાં જયાં આ બે નદીઓનું સંગમ સ્થાન છે ત્યાં સમુદ્ગ હતો અને નાગના અથવા નાગનેસ બંદર નામનું ધીકતું બંદર હતું. બંદર પાસેના ગામમાં મુખત્વે ભોઇ, ખારવા, કોળી, વાધેર જેવી દરિયા ખેડું કોમો વસતી હતી. જેઠવા વંશના રાજા નાગ જેઠવાનો વધ કરી જામ રાવળે આ બંદર જીતી લીધું. જામ રાવળે બંદર જીતા પછી પણ લાંબા સમા સુધી આ બંદર ટકી રહ્યું હશે અને તેનો વેપાર પણ ચાલુ રહ્યો હશે તેવું જણાય છે. |
બંદરનું નામ નાગના કે નાગનેસ નાગમતી નદીને કારણે પડાયું હશે, તેવું ઇતિહાસકારો માને છે. કારણ કે., જેઠવા રાજા નાગ જેઠવા એવો કોઇ પ્રસિદ્ધ વીર પુરૂષ ન હતો કે જેથી તેના નામ ઉપરથી બંદરનું નામ પડે. નાગનેસ બંદર નાગેશ્વરનું મંદિર અને નાગમતી નદીને પરસ્પર સંબંધ જણાય છે. ભૂજંગ નાગ અને ભોરીયોજીની સુપ્રસિદ્ધ પ્રેમ કથા સાથે પણ સુસંગત બેસે છે. નાગેશ્વરમાં આજે પણ નાગ દેવાતાનો કલાત્મક પાળીયો મણી નાગનાથના ડેરા પાસે આ હકિકતને સમર્થન આપતો ઉભો છે. |
નવાનગરની સ્થાપના |
જામરાવળ જેમ-જેમ પ્રદેશો જીતતા ગયા, તેમ તેમ તેમનું રાજ વિસ્તરતું થયું. જામ રાવળે પહેલા બેડ અને પછી ખંભાળીયામાં રાજધાની બદલી હતી. રાજધાની નવા સ્થળની જોડીયા, આમરણ અને કાલાવડ જેવા પરગણાઓ દુર પડતા હતા અને વહીવટ ચલાવવો મુશ્કેલ જણાતાં જામ રાવળને નવી રાજધાનીની જરૂરત ઉભી થઇ જે પ્રદેશની બરાબર મઘ્યમાં હોય તેથી નાગમતી અને રંગમતી નદીના કાંઠે વિક્રમ સંવત ૧પ૯૬માં શ્રાવણ સુદ આઠમને બુધવારે નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના કરવામાં આવી હતી. |
નવાનગરની સ્થાપના જામરાવળે સંવત ૧પ૯૬માં શ્રાવણ સુદ સાતમને બુધવારના દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે. નગરની સ્થાપના વખતે બે કે ત્રણ થાંભલીઓ રોપવામાં આવી હતી. આમાની બે થાંભલીઓ દરબારગઢ પાસે અને ત્રીજી માંડવી ટાવર પાસે રોપવામાં આવી હોવાનું મનાય છે. હાલ તેમાંની એક થાંભલી રાજેન્દ્ગ રોડ ઉપર આવેલી દિલાવર સાયકલ સ્ટોરમાં હયાત છે અને બીજી દરબાર ગઢના પ્રવેશ પાસે રામ હોટલ નજીક શ્રી પી. એચ. શેઠના મકાનમાં હોવાનું કહેવામાં આવે છે. ત્રીજી થાંભલી હાલ કયાંય જોવા મળતી નથી. શકય છે કે, શહેરનો આરંભ દરબાગઢના બાંધકામનો પાયો જ આ થાંભલી ઉપર નંખાયો હાય અને તારબાદ ધીરે ધીરે આજુબાજુના મકાનો બંધાવ્યા હોય તે મકાનોનો આરંભનો વિસ્તાર દરબારગઢથી માંડવી ટાવર સુધીનો રહ્યો હોય, પાયો નાખતી વેળાએ માણેક સ્થંભર પ્રકારની થાંભલી રોપવામાં આવી હશે. |
સૌરાષ્ટ્રના ઇતિહાસના લેખક શ્રી ભગવાનલાલ સંપતલાલ પોતે ઇ.સ. ૧૮૬૧માં લખેલું છે કે, શ્રાવણ મહિનામાં જામે નાગણીની જગે નવાનગર ગામ બાંઘું. જામે પોતાની નવી રાજધાનીનું નામ નવાનગર તો પાડયું પણ ઘણા લાંબા સમા સુધી લોકો તેને નાગણી તરીકે જ ઓળખતા હતા. આજે પણ શરાફ અને વેપારીઓ નગરને નાગણી તરીકે જ ઓળખે છે. |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આમ, જામનગર એ ચારસો-સાડા ચારસો વર્ષ ઉપરાંતનું જૂનું શહેર છે. તેથી તે અતંત પ્રાચીન નથી. તેમ સાવ આધુનિક પણ નથી. મુગલ સલ્તનતના આરંભ કાળમાં હુમાયુના રાજ અમલ દરમાન ગુજરાતમાં પ્રવર્તતી અરાજક સ્થિતિના કાળમાં સોળમી સદીના અધવચ્ચે આ શહેરનો જન્મ થયો છે. |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જામનગરની સરખામણીમાં દ્વારકા, ગીરીનગર, જૂનાગઢ, વજસ્થળી એ ઘણા પ્રાચીન નગરો છે. વિ.સંવત ૧૦૦૩ કે ૧૦૭૦માં વસેલું સમૃદ્ધ શહેર ધુમલી ઇસ્વીસનના ચૌદમાં સૈકામાં નાશ પામું છે. નગરો વસે છે અને નાશ પામે છે. વલ્લભી સામ્રાજા સાથે વિદ્યાના મહાન ધામ સમી અને એની સમૃદ્ધ રાજધાની પણ નાશ પામી છે, નષ્ટ થોલું ગિરિનગર-જૂનાગઢ રૂપે ફરી વસ્યું છે. દ્વારકા સાતમી વાર વસ્યાનું કહેવામાં આવે છે. |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જામનગર સૌરાષ્ટ્રના મુસ્લિમ કાળમાં અને તે પછી વસેલા નગરોમાં સૌથી જુનું છે. ભૂજ, ભાવનગર, ગોંડલ, સુરેન્દ્ગનગર વગેરે શહેરો જામનગરની સ્થાપના પછી વસેલાં છે. |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
નગર જયારે વસું તારે નવીનનગર અથવા નવાનગર કહેવાયું અને એ જ નામે પ્રચલિત થયું છે. પરંતુ લોકો વહેવારમાં નગરને કેવળ નગરથી જ ઓળખતા હોય છે. વાતચીત અને બોલચાલમાં અહીના લોકો આ શહેરને કેવળ નગર કહીને ઓળખાવે છે. | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||