PRAFULKUMAR N.PALA

Gujarati Web.

                   Gujarati Websites


ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે એ વાતની પ્રતીતિ અહીં આપેલી ગુજરાતી વેબસાઈટ/બ્લોગ ના લીસ્ટને જોતા જ થઈ જાય. ગુજરાતી સાહિત્ય માટે પોતાની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને આવું સુંદર કાર્ય કરી રહેલા તમામ વેબસાઈટના સંચાલકોને રીડગુજરાતીના નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 
ફોર એસ.વી - પ્રભાતનાં પુષ્પો... વિશ્વનો સૌપ્રથમ ગુજરાતી બ્લોગ. ગુજરાતી ગઝલ, કવિતાઓ, શેર-શાયરી, જોડકણા, પ્રભાતિયા, ભજન-આરતી, લોક-સાહિત્યનો અનુપમ સંગ્રહ. ગુજરાતી સાહિત્યના લોકપ્રિય અને પ્રખ્યાત કાવ્યોનો અદ્દભૂત સંચય. તમામ ગુજરાતી બ્લોગને સાંકળતો 'સંમેલન' નામનો સુંદર વિભાગ. વિશ્વના ગુજરાતીઓને પોતાના વિચારોની સુંદર અભિવ્યક્તિ કરવા માટે "વાતચીત" નામનું સૌપ્રથમ ગુજરાતી ફોરમ.

સંચાલક : ફોર એસ.વી, અમેરિકા


 
સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય. નવલિકા, નવલકથા, કાવ્યો, વ્યંગચિત્રો, રસોઈ તેમજ વિવિધ પ્રકારનું રસપ્રદ વાંચન. સંપૂર્ણ નવલકથાઓ પી.ડી.એફ ફોરમેટમાં વાંચવાની સુવિધા. સાપ્તાહિક નવું વાંચન.

સંચાલક : જયંતીભાઈ પટેલ, અમેરિકા


 
લયસ્તરો - સુંદર કાવ્યો અને ગઝલોનું અનોઠું સંકલન. ગુજરાતી સાહિત્યની સુંદર કૃતિઓ. દર અઠવાડિયે પાંચ નવી કવિતાઓ. વિવિધ નવા સર્જકોની રચનાઓ તેમજ લેખક, કવિ, સર્જક અને સાહિત્યકાર વિશેની રસપ્રદ વાતો.

સંચાલક : ધવલ શાહ , અમેરિકા


 
ગુજરાતી લેક્સિકોન... આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન શબ્દકોષ. અંગ્રેજી થી ગુજરાતી અને ગુજરાતીથી અંગ્રેજી શબ્દોની સરળતાથી શોધ કરવાની સુવિધા. સમાનઅર્થી, વિરોધાર્થી તેમજ શબ્દસમુહો નો વિશાળ સંગ્રહ.

સંચાલક : રતિલાલ ચંદરિયા, અમેરિકા


 
ઝાઝી.કોમ - ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તાઓ, વાર્તાલાપ, ગઝલો, કાવ્યો અને છેલ્લા સાત વર્ષથી બીજા અનેક સાહિત્યિક લેખો પીરસતી ગુજરાતી વેબસાઈટ. નવોદિત લેખકો તેમજ કવિઓ માટે યાયાવરની ખાસ કોલમ. બાળનામાવલિ તથા ધર્મવિચાર જેવા વિશિષ્ટ વિભાગો.

સંચાલક : અજ્ઞાત, અમેરિકા


 
કેસૂડાં - કલા, કવિતા, વાર્તા, લેખ, વાનગી, અને સાહિત્યની સરવાણી વહેવડાવતું ઈનટરનેટ પરનું દ્વિમાસિક મેગેઝીન. લોકપ્રિય કવિઓ તેમજ પ્રખ્યાત સાહિત્યકારોની સુંદર રચનાઓ.

સંચાલક : કિશોર રાવળ, અમેરિકા


 
કડવો કાઠિયાવાડી.. વર્તમાન સામાજીક સમસ્યાઓ, સમાચારો અને માહિતી પર પોતાની વ્યક્તિગત ટિપ્પણી રજૂ કરતો ખાનગી બ્લોગ.

સંચાલક : અજ્ઞાત


 
ડૉ.સિદ્ધાર્થ શાહ બ્લોગ. ઈન્ટરનેટ પર રજૂ થતી માહિતી, વર્તમાન ઘટનાઓ, કાવ્યો, ગઝલોને પોતાના શબ્દોથી સજાવીને સુંદર રજૂઆત કરતો ખાનગી બ્લોગ.

સંચાલક : ડૉ. સિદ્ધાર્થ શાહ, અમેરિકા


 
સુવાસ. ઈસ્લામ ધર્મની સાચી અને સુંદર માહિતી અને વિવિધ પ્રકારનું ગુજરાતી વાંચન રજૂ કરતો ખાનગી બ્લોગ.

સંચાલક : ફરીદ, ગુજરાત


 
સર્જકની પોતાની ગુજરાતી ગઝલો અને કાવ્યોનો સંગ્રહ. ગુજરાતી ટાઈપ કરવા માટે ટાઈપપેડ.

સંચાલક : વિશાલ મોણપરા, અમેરિકા


 
શબ્દો છે શ્વાસ મારાં - ભાષાની સુંદર અભિવ્યક્તિ અને કાવ્યો અને ગઝલોની પૂરબહારમાં ખીલેલી વસંત જેવો સર્જકનો સુંદર ખાનગી બ્લોગ. સચિત્ર ગઝલોની એક નવી શરૂઆત.

સંચાલક : ડૉ. વિવેક ટેલર, સુરત


 
શબ્દપ્રીત : વિદ્વાન લેખક શ્રી ભૂપત વડોદરિયાના 'સમભાવ' મેગેઝીનના તંત્રી દ્વારા લેખકશ્રીના લેખોનો સંગ્રહ ધરાવતો સુંદર ખાનગી બ્લોગ. www.sambhaav.com પરથી ફૉન્ટ ડાઉનલોડ કરીને આ બ્લોગ વાંચી શકાય છે.

સંચાલક : ઈલાક્ષીબહેન પટેલ, અમદાવાદ


 
ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન (અમેરિકા) દ્વારા સંચાલિત સુંદર કાવ્યો અને સાહિત્ય કૃતિઓની એક અદ્દભૂત વેબસાઈટ. કવિઓ તેમજ સાહિત્યકારોની સચિત્ર માહિતી તેમજ પરિચય. અનેક કાવ્યોનો સુંદર સંચય.

સંચાલક : ટ્રસ્ટી મંડળ હ્યુસ્ટન ગુજરાતી સમાજ, અમેરિકા


 
ગુજરાતી સાહિત્યના સર્જકોનો પરિચય આપતો વિશ્વનો એક માત્ર બ્લોગ. સુંદર અનુક્રમણિકા પ્રમાણે ગોઠવણી. વિવિધ પ્રકારના સાહિત્યકારો ના બાયોડેટા અને તેમના જીવનની રૂપરેખા. કવિઓ, સાહિત્યકારો, લેખકો ની સચિત્ર માહિતી.

સંચાલક : સુરેશ જાની, અમેરિકા


 
સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના ઍસોસીએટ બેન્કર્સ ઑફિસર્સ એસોસિયૅશનના શ્રી પ્રણવભાઈ ત્રિવેદી દ્વારા ચલાવવામાં આવતી ગુજરાતી પત્રિકા 'લીલુંછમ પર્ણ' ના કેટલાક લેખો અને અન્ય લેખોનો સુંદર સંકલન ધરાવતો બ્લોગ.

સંચાલક : પ્રણવ ત્રિવેદી, રાજકોટ


 
નવ-સુદર્શકના નામે પસંદગીની રચનાઓ અને ટૂંકા કાવ્યો નું સુંદર સંકલન ધરાવતો એક નવો ગુજરાતી બ્લોગ.

સંચાલક : હરીશ દવે , અમદાવાદ


 
સ્નેહ સરવાણી નામનો સુંદર બ્લોગ જેમાં છે મનન ચિંતન સભર અદ્દભૂત રચનાઓ. દુહા, કવિતાઓ અને ગદ્ય અને પદ્યનું સુંદર સંયોજન.

સંચાલક : નેહા , અમદાવાદ


 
સંગીત, સાહિત્ય અને પ્રકૃતિના જુદા જુદા રંગોનો સમન્વય ધરાવતી એક સુંદર વેબસાઈટ.

સંચાલક : જયશ્રી , અમેરિકા.


 
આપણા સુપ્રસિદ્ધ ગઝલકાર શ્રી આદિલભાઈ મનસૂરી તરફથી પ્રકાશિત થતા 'ગઝલગુર્જરી' ના તમામ અંકો નું રસપ્રદ વાંચન. કોઈ પણ ફૉન્ટ ડાઉનલોડ કર્યા વગર PDF સ્વરૂપે આપ માણી શકો છો સુંદર મુલાકાતો, સુંદર ચિત્રો, કલા-સંસ્કૃતિની વાતો અને સરસ મજાની ગઝલો. આ ઉપરાંત આપ તેમની વિશેષ સાઈટ www.mansuri.com પણ માણી શકો છો જેમાં છે ગુજરાતી, હિન્દી, ઊર્દુ અને અંગ્રેજી ભાષાનું અઢળક સાહિત્ય ધરાવતી વેબસાઈટોની વિશેષ માહિતી.

સંચાલક : આદિલ મનસૂરી , અમેરિકા.


 
સર્જકની પોતાની કૃતિઓ તેમજ ગુજરાતી સાહિત્યની સુંદર અને હૃદયસ્પર્શી કાવ્યો નો આસ્વાદ કરાવતો એક નવો બ્લોગ, સાહિત્ય રસિકો માટે.

સંચાલક : ઊર્મિ સાગર, અમેરિકા.


 
પસંદગી કરેલ ચુનંદા ગુજરાતી કાવ્યોનો સંગ્રહ તેમજ અન્ય ગુજરાતી સાહિત્ય.

સંચાલક : પંચમ શુક્લ, લંડન.


 
ધર્મ, આધ્યાત્મ સાથે સાથે ઘર-ગૃહસ્થીના જુદા જુદા રંગોનો સમાવેશ કરતો, બાળકો થી લઈને વડીલો સુધી બધાને વાંચવો ગમે તેવો એક સુંદર બ્લોગ.

સંચાલક : નીલા કડકિયા, મુંબઈ.


 
જુદા જુદા પ્રકારના સાહિત્યનું રસાસ્વાદન કરાવતો વધુ એક સુંદર બ્લોગ.

સંચાલક : નીલમ દોશી, અમદાવાદ


 
ગુજરાતી સાહિત્યના પુસ્તકો ઓનલાઈન ખરીદવા માટેની વેબસાઈટ.

સંચાલક : રાજુલ ધોળકિયા, રાજકોટ


 
ગુજરાતી સાહિત્યની ઉત્તમ પદ્ય રચનાઓનો એક સુંદર બ્લોગ.

સંચાલક : અમિત પિસાવાડીયા, ઉપલેટા (રાજકોટ)


 
નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરે તેવો એક નવા જ પ્રકારનો સુંદર ગુજરાતી બ્લોગ.

સંચાલક : ઊર્મિસાગર, અમેરિકા (સહસંચાલક : નીલમ દોશી, સુરેશ જાની.)


 
ગુજરાતી પ્રતિભા પરિચય નામનો એક વિશિષ્ટ બ્લોગ કે જેમાં વિવિદ્ય ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા નિખારનાર ગુજરાતીઓનો સુંદર પરિચય માણી શકાય છે.

સંચાલક : સુરેશ જાની, અમેરિકા (તથા અન્ય સહસંચાલકો)


 
વિવિધ પ્રકાશનના, વિવિધ પ્રકારના પુસ્તકો ઓનલાઈન ખરીદવા તેમજ ગુજરાતી મેગેઝીનોનું ઓનલાઈન લવાજમ ભરવા માટેની સાઈટ.

સંચાલક : આનંદ તન્ના, મુંબઈ


 
ગુજરાતી સાહિત્યની વિવિધ રચનાઓ માણવા માટેનો એક વધુ સુંદર બ્લોગ.

સંચાલક : મીના છેડા તેમજ ઉત્કર્ષ ટીમ, મુંબઈ


 
ગુજરાતીસહિતની અન્ય ભાષાઓમાં ઈન્ટરનેટ પર એક સાથે ત્રણ જુદા જુદા સર્ચ એન્જિનની મદદથી સર્ચ કરવાની સુંદર સુવિધા આપતી એક વિશિષ્ટ પ્રકારની વેબસાઈટ.

સંચાલક : 'ભોમિયો ટીમ'


 
જુદાજુદા સામાયિકો અને અખબારોમાં પ્રકાશિત થયેલ સ્વરચિત ગઝલો અને કાવ્યો નો વધુ એક સુંદર બ્લોગ.

સંચાલક : કવિબેન રાવલ , અમદાવાદ


 
"સનાતન જાગૃતિ" નો ધ્યેય ભારતવર્ષમાં પરંપરાગત ચાલતી આવતી સનાતન વૈદિક ધર્મની જીવન શૈલી અને એના રીતી રીવાજોને જનસામાન્ય સુધી પહોંચાવી, સમાજમાં ધર્મનો સાચો મર્મ દેખાડવાનો છે. તથા જનસામાન્યને વેદાન્તી જીવન દર્શનનું જ્ઞાન કરાવાનું છે, જેનું અનુકરણ કરીને સમાજનો કોઇ પણ વ્યક્તિ ક્રમશઃ વિકાસ કરતા આનંદના ઉચ્ચ સ્તરનું શ્રેષ્ઠત્તમ જીવન જીવી શકે.

સંચાલક: સનાતન જાગૃતિ, નવસારી


 
સાહિત્ય અને જીવન વિચારનું સામાયિક. વિદ્વાન સાહિત્યકાર રમણલાલ જોશી દ્વારા શરૂ કરાયેલું ગુજરાતી સાહિત્યના ઉત્તમ સામાયિકો પૈકી એક.

સંચાલક: પ્રબોધ જોશી, અમદાવાદ


 
સ્વરચિત કાવ્યો, લેખો તેમજ વાંચન વૈવિધ્ય ધરાવતો ગુજરાતી બ્લોગ.

સંચાલક: જીગ્નેશ અધ્યારુ, ભારત


 
સીડનીના ચાહકો માટે દર રવિવારે બપોરે 3 થી 4 ગુજરાતી કાર્યક્રમો પ્રસારિત કરતો 89.3 FM રેડિયો. પાછલા બે સપ્તાહ દરમિયાન આ રેડિયો પર પ્રસારિત થયેલા કાર્યક્રમો ઉપરોક્ત વેબસાઈટ પરથી વિશ્વના કોઈ પણ ખૂણે સાંભળી શકાય છે.

સંચાલક: આરાધના ભટ્ટ, ઓસ્ટ્રેલિયા


 
ગુજરાતી સાહિત્યના સૌથી જુના મેગેઝીન 'પ્રકૃતિ' નું ડિજિટલ રૂપાંતર.

સંચાલક: અજ્ઞાત


 
સુપ્રસિદ્ધ લેખિકા લતાબેન હિરાણીની સ્વરચિત કૃતિઓનો સુંદર બ્લોગ.

સંચાલક: લતાબેન હિરાણી, અમદાવાદ


 
ભક્તિ, સંગીત અને સાહિત્યની એક સુંદર સાઈટ. આ સાઈટ પર વિવિધ પ્રકારના ભજનો, પદો, રચનાઓ અને ભક્તિસંગીતની મહેફિલ માણી શકાય છે. સચિત્ર ગીતો અને વિવિધ પ્રકારના કિર્તનોનો સુભગ સમન્વય તેમાં કરાયો છે.

સંચાલક: ચેતનાબેન શાહ, લંડન


 
કાવ્ય અને ઓડિયો સ્વરૂપે ગુજરાતી લોકગીતો, ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ સુપ્રસિદ્ધ રચનાઓનો સુંદર રસથાળ.

સંચાલક: દક્ષેશભાઈ-મીતિક્ષાબેન, લોસએન્જલસ-વડોદરા


 
સુપ્રસિદ્ધ ગુજરાતી ગઝલકારોની મનનીય રચનાઓનો અનુપમ સંગ્રહ; સાથે સાહિત્ય સમાચાર તેમજ ગઝલશાસ્ત્રની અવનવી વાતો.

સંચાલક: અમિત ત્રિવેદી, વડોદરા


 
સ્વરચિત ગઝલોનો વધુ એક સુંદર બ્લોગ.

સંચાલક:ડૉ. જગદિપ નાણાવટી, જેતપુર


 
પ્રવર્તમાન ઘટનાઓ તેમજ વિવિધ વિષયો પર મંતવ્યો અને વિચારો રજૂ કરતો સ્વરચિત કૃતિઓનો બ્લોગ.

સંચાલક:અરવિંદ અડાલજા, ગુજરાત

FunNgyan.com gujarati world http://aalekhan.wordpress.com http://kakasab.com/blog NET-ગુર્જરી Otalo, Free Gujarati blogging site Readgujarati.com tahuko.com અધ્યારૂ નું જગત અનન્યા . Ananyaa ઊર્મિનો સાગર ગદ્યસુર ગુજરાતી યુનિટ ગુજરાતી સારસ્વત પરિચય દિવ્ય-ભાવ પરમ સમીપે ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો મધુસંચય મીતિક્ષા.કોમ રણકાર રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો લયસ્તરો શબ્દો છે શ્વાસ મારા શાણી વાણીનો શબદ સેતુ ~ લતા હિરાણી સ્વરાંજલી હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ

ઉપર આપેલી તમામ વેબસાઈટો પર મૂકવામાં આવતી વિગતો અને માહિતી જે તે સંચાલકની પોતાની છે. રીડગુજરાતી તેમાંની કોઈ પણ વેબસાઈટ/બ્લોગ સાથે કોઈપણ પ્રકારે સંલગ્ન કે જોડાયેલ નથી.
 
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free