PRAFULKUMAR N.PALA

Gujarati Grammer-2

ઉંઝા જોડણીની પાયાની વાત [સન્ડે મહેફીલની ઉંઝાજોડણી જોઈ ઘણા મીત્રો પુછે છે કે આ ઉંઝાજોડણી છે શું ? દરેકને અલગ અલગ લખવાને બદલે, મીત્ર બળવંત પટેલે તે વાત સંક્ષેપમાં લખી મોકલી છે તે જ રવાના કરીએ છીએ. આશા છે કે તેનાથી આછોપાતળો ખ્યાલ તો મળી જ રહેશે. પુષ્કળ સાહીત્ય પણ પ્રગટ થયું છે. રસ પડે અને વધુ જાણવા મન થાય તોસરનામું મોકલજો.સાહીત્ય પાઠવીશ...ઉત્તમ ગજ્જર. ]————————————————– ઉંઝાજોડણી –બળવંત પટેલ ઉંઝાજોડણી એટલે ગુજરાતી ભાષા પરીષદે મુળે ભાષા શુદ્ધીઅભીયાન. તેના ઉંઝા અધીવેશનમાં ઠરાવ્યા મુજબ હ્રસ્વ અને દીર્ઘ એમ બબ્બે ઈ –ઉ ને બદલે એક જ ઈ અને એક જ ઉવાળી જોડણી, જેમાં ઈ માટે દીર્ઘ ઈ ી નું વપરાતું ચીહ્ન અને ઉ માટે હ્રસ્વ ઉ ુ નું વપરાતું ચીહ્ન અપનાવવાનું ઠરાવવામાં આવ્યું તે જોડણી . વીસમી સદીના ત્રીજા દાયકા સુધી ગુજરાતી ભાષાની જોડણીમાં એકરુપતા ન હતી, કોઇ સર્વમાન્ય નીયમપુર્વકની વ્યવસ્થા ન હતી. આ માટેનો ઉહાપોહ નર્મદ– નવલરામના સમયથી ચાલતો હતો, પણ કોઇ એકમતી ઉભી થઇ શકતી ન હતી. ગાંધીજીએ 1929માં જોડણીના નીયમો નક્કી કરાવી ગુજરાત વીશ્વાપીઠ દ્વારા જોડણીકોશ પ્રગટ કરાવ્યો. આ જોડણીકોશને ગુજરાતી સાહીત્ય પરીષદની 1936માં માન્યતા મળી અને સરકારની 1940માં. ગુજરાત વીદ્યાપીઠનો આ જોડણીકોશ સર્વમાન્ય થવામાં ગાંધીજીના પ્રભાવે ઘણું કામ કર્યું. પરંતુ જોડણીના નીયમો બનાવવાથી ભાષકને સાચી જોડણી કરવાની ચાવી મળવી જોઇએ, સાચી એટલે કે માન્યજોડણી , બીનભુલ –જોડણી કરવાની તેનામાં જે ક્ષમતા ઉભી થવી જાઈએ તેવું બન્યું નહીં. તેનું કારણ નીયમોની આંટીઘુંટી , તેમાંય ઈ– ઉ ને લગતા નીયમો. આ નીયમો અંગે વીદ્વાનો કહે છે તે પ્રમાણે : તદ્ભભવ શબ્દોમાં હ્રસ્વદીર્ઘ ઈ –ઉજાની જોડણીને લગતા નીયમો જુઓ. આ તે તંત્ર છે કે અતંત્ર એવો પ્રશ્ન થાય. ઈ– ઉવાળા શબ્દોની અક્ષરસંખ્યા, એમાં ઈ– ઉનું સ્થાન, યુક્તાક્ષરનું સાન્નીધ્ય, અનુસ્વાર – નીરનુસ્વારની સ્થીતી, અનુસ્વારની તીવ્રતા– મંદતા, મુળ શબ્દ છે કે સાધીત, નામીક રુપ છે કે આખ્યાતીક , આ બધાં પર આધાર રાખે છે. વળી વ્યુત્પત્તી, પ્રચલીતતા ને સ્વરભારનાં ધોરણો લાગુ પડે તે જુદાં. ઈ– ઉની જોડણી અંગેના આઠ નીયમો છે ને સાત અપવાદો છે અને સાત સ્પષ્ટીકરણ– નોંધો છે. જોડણીના નીયમો, ખાસ કરીને ઈ– ઉજાને લગતા, એક ઘડી પણ ચાલે તેવા નથી. સાક્ષાત બૃહસ્પતી પણ તેમાં સરળતાથી ગતી કરી શકે તેમ નથી. સમગ્રપણે જોતાં સ્થીતી એવી છે કે નીયમો આપણને અમુક હદ સુધી જ લઇ જાય છે; છેવટે કોશનું શરણું જ આપણે લેવાનું રહે છે. આ સ્થીતી પર શગ ચડાવે તેવી વાત એ છે કે કોશ પોતે જ પોતાના નીયમોનું ચોકસાઇથી પાલન કરી શક્યો નથી. ભૃગુરાય અંજારીયાના શબ્દોમાં : સાચી જોડણી લખવા –શીખવા –શીખવવા માગનાર માટે કોશ નથી કાનની દોરવણી રહેવા દેતો, નથી તર્કની દોરવણી રહેવા દેતો કે નથી પોતાના નીયમોની દોરવણી રહેવા દેતો. જોડણીની જટીલતા મોટે ભાગે હ્રસ્વદીર્ઘ ઈ-ઉને કારણે છે.ભાષાના વીદ્વાનો અને ભાષાશાસ્ત્રીઓના મતે, અર્વાચીન ગુજરાતી ઉચ્ચારણમાં ઈ– ઉ વગેરે સ્વરોની હ્રસ્વતા –દીર્ઘતા વચ્ચેનું ભેદભાન જ નષ્ટ થયેલું છે. અર્થબોધ માટે મોટે ભાગે સ્વરોની માત્રા– ક્વોન્ટીટી કશો ભાગ ભજવતી નથી એટલે તેમની હ્રસ્વતાદીર્ઘતા સુચવતાં બે લીપીચીહ્નો બતાવવાં જરૂરી નથી. પંડીત બેચરદાસ દોશી, પ્રબોધ પંડીત , કે.કા. શાસ્ત્રી, દયાશંકર જોશી, યોગેન્દ્ર વ્યાસ, પુરુષોત્તમ મીસ્ત્રી, જયંત કોઠારી અને બીજા ભાષાશાસ્ત્રીઓ પણ એક ઈ –ઉ રાખવાના મતના છે. કે. કા. શાસ્ત્રીજીના વડપણ હેઠળ મળેલી ગુજરાતી સાહીત્ય પરીષદની જોડણીસુધાર સમીતીએ 1987માં એક જ ઈ –ઉ રાખવાનું સુચવ્યું હતું. પણ એ અહેવાલ કોઇ અગમ્ય કારણોસર અભરાઇએ ચડાવી દેવામાં આવ્યો . ઘણાં વર્ષો સુધી ગુજરાતી ભાષા શીખવતા શીક્ષકો અને પ્રોફેસરોને પ્રતીત થતું રહ્યું કે વીદ્યાપીઠના નીયમો પ્રમાણેની જોડણી શીખવવામાં તેમના નીષ્ઠાપુર્વકના પ્રયત્નો પરીણામકારી નીવડ્યા નથી અને નીયમોની આંટીઘુંટી જોતાં તે પરીણામદાયી થઇ શકે તેમ પણ નથી. તેમને લાગ્યું કે નીયમો વીશે પુનર્વીચારણા કરી નીયમો સુધાર્યા વીના ચાલે તેમ નથી. આ અંગે વીદ્યાપીઠને ઘણી વીનંતીઓ કરવામાં આવી જે બહેરા કાને અથડાઇ. આવી વીનંતી કરનાર પૈકી વડનગરના પ્રા.રામજીભાઇ પટેલ ‘હાલ અમદાવાદ’ અગ્રણી હતા અને તેમણે તે માટે એક ભેખધારીની જેમ પ્રયત્નો સતત ચાલુ જ રાખ્યા. પરંતુ વીદ્યાપીઠે તો એવું જક્કી વલણ અપનાવ્યું કે નીયમોમાં તો ફેરફાર થઈ જ ન શકે, કારણ કે ગાંધીજીની તેના પર મહોર વાગી છે, જો કે હકીકત એ છે કે ગુજરાતી સાહીત્ય પરીષદે વીદ્યાપીઠના કોશને માન્યતા આપી ત્યારે ગાંધીજીએ ખુદે જ કે. કા. શાસ્ત્રીજીને કહ્યું હતું, આનાથી જોડણીસુધારાનાં દ્વાર બંધ થઇ જતાં નથી. જોડણીકોશ તૈયાર કરનાર કાકા સાહેબ કાલેલકરે પણ કોશની પ્રથમ આવૃત્તીની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, એક વાર અવ્યવસ્થામાંથી વ્યવસ્થા ઉત્પન્ન થઈ ગઈ પછી સુધારા કરવા જ હોય તો તે કામ સરળ થઈ જાય છે. પરંતુ વીદ્યાપીઠના જોડણીકોશ વીભાગે જોડણી નીયમોની પુનર્વીચારણાનાં દ્વાર બંધ જ રાખ્યાં. વીદ્યાપીઠ કે સાહીત્યને લગતી સંસ્થાઓ આ બાબતે કંઈ કરવા તૈયાર નથી એમ પ્રતીતી થતાં શ્રી. રામજીભાઇએ જોડણીસુધારા માટે પરીષદ ભરવાની ઝુંબેશ ઉપાડી , જેમાં તેમને સુરતના ઉત્તમભાઇ ગજ્જરનો પ્રબળ સાથ મળ્યો. તેમની આ વાતને જયંત કોઠારી, દયાશંકર જોશી જેવા વીદ્વાનો, ભાષાશાસ્ત્રીઓ અને શીક્ષકોનો સારો એવો ઉમળકાભર્યો પ્રતીસાદ મળ્યો અને જાન્યુઆરી 1999માં ઉંઝા મુકામે આ પરીષદ ભરાઈ. ઉંઝાની ઘણી સંસ્થાઓએ તે માટે સઘળી સગવડ કરી આપી અને આર્થીક સહયોગ પણ પુરોઆપ્યો. આ પરીષદમાં ૨૫૦ ઉપરાંત વીદ્વાનો, ભાષાશાસ્ત્રીઓ, શીક્ષકો, તંત્રીઓ, સાહીત્યકારો ઉપસ્થીત રહ્યા હતા, જેમાં ડૉ. નીશીથ ધ્રુવ જેવા અભ્યાસુ તબીબ અને લંડનના વીપુલ ક્લ્યાણી જેવા પત્રકાર અને સાહીત્યના કર્મશીલ એનઆરઆઇઓ પણ ઉપસ્થીત અને સક્રીય હતા. બે દીવસની વીસ્તૃત અને સઘન ચર્ચાવીચારણાને અંતે પરીષદે સર્વાનુમતે ઠરાવ્યું : “અખીલ ગુજરાત જોડણી પરીષદનો ઠરાવ” ગુજરાતીમાં ઈ –ઉની જોડણીના પ્રવર્તમાન નીયમો અતાર્કીક અને ઘણી વીસંગતતાઓથી ભરેલા છે, તેમ જ ગુજરાતી ભાષામાં ઈ– ઉનું હ્રસ્વત્વ– દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવીક પણ છે. તેથી હવે પછી તે નીયમો છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક ઈ અને ઉ યોજવા. ઈ માટે દીર્ઘ ઈ ‘ી’ નું અને માટે હ્રસ્વ ઉ ’ ુ’ નું ચીહ્ન રાખવું.ઉંઝા: તા. ૯– 1૦ જાન્યુઆરી,1 ૯૯૯. ઉંઝા મુકામે ભરાયેલ પરીષદમાં આ નીર્ણય થયો હોઈ આ પ્રમાણેની એક જ ઈ– ઉવાળી જોડણી , ઉંઝાજોડણી તરીકે ઓળખાય છે. એ ખાસ નોંધપાત્ર છે કે જોડણીમાં એક ઈ– ઉ માટેનો વીચાર નવો નથી. સરસ્વતીચંદ્રના લેખક અને વીદ્વાન તથા જોગાનુજોગ ગુજરાતી સાહીત્ય પરીષદના પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ માધવરામ ત્રીપાઠીજીએ તેમ કરવા આગ્રહપુર્વક સુચવ્યું જ હતું. તે પહેલાં ભારતીય ભાષાઓ અને ભારતીય સાહીત્યનો વરસો સુધી જેમણે અભ્યાસ કર્યો હતો તેવા બે પ્રતીષ્ઠીત વીદેશી વીદ્વાનોએ, તેમની પણ પહેલાં કહ્યું હતું કે ગુજરાતી ભાષામાં દીર્ઘ અને હ્રસ્વ સ્વરોનો ભેદ રહ્યો નથી. આ વીદ્વાનો તે આર. એલ. ટર્નર અને લુડવીગ આલ્સ્ડોર્ફ. વીદેશી વીદ્વાનોને બાજુએ મુકીએ તો પણ ગોવર્ધનરામ ત્રીપાઠી સરખા ધુરંધર વીદ્વાન અને સરસ્વતીચંદ્ર જેવી મહાનવલના રચનારનું ઉંઝાજોડણીને સમર્થન છે તે નોંધપાત્ર છે. નોં ધ: આ એક જ સુધારા સીવાય હાલ કોઈ જ સુધારો સ્વીકારાયો કે કરાયો નથી. બાકીના બધા જ નીયમો ગુજરાત વીદ્યાપીઠના સાર્થ જોડણીકોશ મુજબ જ પળાય છે. ઠરાવ થયો તે જ દીનથી આણંદનું મધ્યાંતર નામક એક દૈનીક અને વીસેક જેટલાં સામયીકો ઉંઝાજોડણીમાં પ્રકાશીત થાય છે. પચાસેક જેટલા લેખકોનાં સાઠેક જેટલાં પુસ્તકો એક જ ઈ –ઉમાં પ્રકાશીત થયાં છે અને દર મહીને પ્રગટતાં જાય છે. ગુજરાતીની ટોચની પ્રકાશન સંસ્થા જેવી કે ઈમેજ પબ્લીકેશન, સુરતની સાહીત્ય સંકુલ જેવી ઘણી પ્રકાશન સંસ્થાઓ પણ હવે ઉંઝાજોડણીમાં પુસ્તકો પ્રકાશીત કરે છે. અને તેથી જ આ સન્ડે ઈમહેફીલ પણ આ જ ઉંઝાજોડણીમાં… – બળવંત પટેલ, ગાંધીનગર વીશેષ જાણકારી કે સ્પષ્ટતા માટે લખો: બળવંત પટેલ , પ્લોટ:૬૬૭, સેક્ટર: ૨1, પંચશીલ, ગાંધીનગર 382 021, ભારત. —————————————————- વીજયાફોન્ટઅને ઉંઝાજોડણીમાંઅક્ષરાંકન:ઉત્તમગજ્જર. ———————————————– (ઉંઝાજોડણી પરીષદ: એક દસ્તાવેજ “ નામે ૨૦૦ પાનનો, રુપીયા 1 ૨૫ની કીંમતનો, એક ઐતીહાસીક દસ્તાવેજી ગ્રંથ, ગુજરાતી ભાષાપરીષદ તરફથી હાલ પ્રગટ કરવામાં આવ્યો છે. ૯ –1૦ જાન્યુઆરી,1 ૯૯૯ના દીવસો દરમ્યાન ઉંઝામાં ચાલેલી જોડણીપરીષદ –ચર્ચાના રેડીયો રેકોર્ડીંગ પરથી આ દસ્તાવેજ, છ વરસે, ભાષાપ્રેમી આદરણીય શ્રી. રતીલાલ ચંદરયાની પ્રેરણા અને આર્થીક સહયોગથી તૈયાર થયો. બધી બેઠકોમાંના સૌ વક્તાઓનાં મંતવ્યો અને ચર્ચા , બેઠકાધ્યક્ષોનાં વીદ્વત્તાપુર્ણ વ્યાખ્યાનો, ભાગ લેનાર વીદ્વાનોની નામાવલી વગેરે ઝીણીઝીણી વીગત તેમાં આપી છે. ભાષાનાં ભાવી વીકાસ –સુધારણા માટે આ ગ્રંથ એક માર્ગદર્શક કેડી સમ છે.) ======================================= ગ્રંથ મેળવવા લખો:શ્રી.ઈન્દુકુમાર જાની , મંત્રી , ગુજરાતી ભાષાપરીષદ , ખેતભવન ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ. ગુજરાતી લીપી અને છપાઈનો રોમાંચક ઈતીહાસ : આ આપણે જાણતાં હતાં ?! સોમવાર, મે 14, 2007 at 5:17 pm05 · Filed under ગુર્જર ભાષા., ભાષા-ઈતીહાસ –કનુભાઈ જાની. 16મી સદીના ‘વીમલપ્રબંધ’માં 18 લીપીઓ દર્શાવી છે, તેમાંનું એક નામ છે “ગુર્જર લીપી”. એ કેટલીક પ્રતોમાં પણ છે; પણ તે એક લાંબી સળંગ રેખા નીચે લટકતા અક્ષરો રુપે છે. છેક કવી દલપતરામ ડાહ્યાભાઈ સુધી એના નમુના મળતા રહ્યા છે. [આ વાત આપણે ગયે સોમવારે વાંચી. ગુર્જર લીપી વગેરેની વાત હવે આગળ જાણીએ]: સો વરસનો લાંબો ગાળો અંધારામાં ? તો પછીનાં સો વરસ કોરાં કેમ ગયાં ? એ બીબાં વપરાયાં જ નહીં હોય ? કે કોઈ સંશોધકે મહેનત-શોધવાની-નથી કરી ? કેટલુંક હજી લંડનના કમ્પનીના જુના દફ્તરમાં હશે જ. સંશોધનો પણ ટાઈમસર ન થાય તો સામગ્રી પછી ન જ મળે. જે હોય તે. વર્ષ સો ખાલી !! છેક 1797માં ‘ધ બોમ્બે કુરીઅર’ નામે અંગ્રેજી છાપાના જાન્યુઆરી 27 ના અંકમાં માત્ર એક જાહેરખબરમાં ગુજરાતી બીબાં વપરાયેલાં જોવા મળે છે. બીબાં છાપ્યાં વણીકે અને પારસીએ !! ભીમજીભાઈ પછીનો આ બીજો ‘છાપગર’ (જુઓ, જરુર પડ્યે લોક આપસુઝથી કેવા શબ્દો બનાવી લેતું હોય છે ! ‘મુદ્રક’કે ‘બીબાંગર’નહીં, ‘છાપગર’ !!),તે સો વર્ષે થયો, બહેરામજી જીજીભાઈ ! પારસી ! બીબાંમાં કોઈ બ્રાહ્મણે રસ દાખવ્યો નથી ! એ તો તૈયાર ભાણે જમવા ટેવાયલ ! પહેલો બીબાંગર પારેખ-વણીક ! બીજો પારસી. સ્થળ મુંબઈ. 18મી સદીની વીદાય-વેળા; 18મી ઓગણીસમી વચ્ચેનો સાંધ્યકાળ. બીબાં છે પણ કોઈ આખું પુસ્તક હજી મળતું નથી. બસ્સો વરસનું બીયાબાં (રણ)! 1812માં પહેલો છાપખાનો !! પહેલું પુસ્તક 1814-15માં ! આ બહેરામજી ( આ પારસી નામમાંનું ‘રામજી’ કેવું મીઠું લાગે છે, નહીં ?)-એ તો 1804માં અવસાન પામ્યા. પણ તે પહેલાં તો એમનો પુત્ર જીજીભાઈ તૈયાર થઈ ગયો હતો. એની મદદથી ફરદુનજીએ જે મુંબઈમાં કોટ વીસ્તારમાં 1812માં ‘ગુજરાતી છાપખાનો’ કાઢ્યો એમાં (1814માં ગુજરાતી પંચાંગ, બાદ કરતાં)જે પહેલી ચોપડી છાપી તે ખોરદાહ અવેસ્તાની 1815માં; અને પછી, (1808માં અંગ્રેજીમાં બહાર પડેલ રૉબર્ટ ડ્રમંડ કૃત ‘ઈલસ્ટ્રેશન ઑફ ધ ગ્રામેટીકલ પાર્ટ્સ ઑફ ધ ગુજરાતી મહરષ્ટ ઍન્ડ ઈંગ્લીશ લેન્ગ્વેજીઝ’નું અરદેશર બહેરામજી લશ્કરી કૃત ભાષાન્તર) 1822માં બહાર પડ્યું.”અંગરેજી તથા ગુજરાતી વાકાબી ઉલારી” જે ‘ગુજરાતી લોકોને અંગરેજી શીખવા શારૂ બનાવી’.( રસીક ઝવેરી : ‘મું.સ.: દોઢસો વરસની તવારીખ’/ પૃ.13)માત્ર જાણ ખાતર : આ રૉબર્ટ ડ્રમન્ડ વ્યવસાયે દાક્તર હતા. 1793ના અરસામાં મુંબઈ આવ્યા.1797માં આસીસ્ટન્ટ સર્જન નીમાયા. M.D. થયા. 1803માં સર્જન-જનરલ તરીકેની બઢતી પામ્યા. એમણે અંગ્રેજો ગુજરાતી-મરાઠી જાણે શકે માટે, એમને માટે આ પુસ્તક અંગ્રેજીમાં લખેલું.1809માં વીલાયત જતાં રસ્તામાં આગબોટમાં જ અવસાન પામ્યા. અમદાવાદ વીદ્યાસભાના ગ્રંથાલયમાં આગલાં પાનાં ફાટેલી હાલતવાળી પ્રતમાં ગ્લૉસરી શબ્દવાળું પાનું વંચાયું, તેથી ગ્રંથકારે એ નામ નોંધ્યું, પછી એ નામે ઓળખાયું ! બીજું, એ મુળ ગુજરાતીમાં નથી; ત્રીજું એનો અનુવાદ 1822નો છે.) લીપી, કેટલી બદલાઈ ? કયા કયા નામે ઓળખાઈ ?! આમ આ લીપી મુળ બ્રાહ્મી (ઈ.સ.પુર્વે ત્રીજી-ચોથી સદી)માંથી નવમીના અરસાની નાગરીમાં થઈ, 16મી-17મી સદીમાં ‘ગુર્જર’ બની,એમાંથી ‘વાણીયાશાઈ’ થઈને, છપાઈ–‘શાળાઈને’ આપણને મળી. ફેરફારો ઘણા થયા છે. વચમાં વર્ષો સુધી “લખાણ અંતર્ગત ‘ઈ’ અને ‘ઉ’નો પ્રયોગ જોવા મળતો નથી” એમ પ્રવીણચંદ્ર પરીખ જેવા અભ્યાસી કહે છે. ( ગુજ.સા.કોશ’-3; પૃ.233) પણ હવે આરંભના લખાન પર એક ઉડતી નજર ભેગાભેગી ફેરવી લઈએ. ============================================================= પણ એ તો હવે આવતે સોમવારે જ ! ત્યાં સુધી આ સૌ ભાષાપ્રેમીઓની સેવાને યાદ કરતાં રહીશું ! * વાચકો માટે * Share * * ઇ-મેઇલ * Facebook * * * Print * * Comments (2) લીપી લેખકોએ નહીં, વેપારીએ તૈયાર કરાવી હતી !! સોમવાર, મે 7, 2007 at 5:17 am05 · Filed under ગુર્જર ભાષા., ભાષા-ઈતીહાસ જોડણીનો ખપજોગો ઈતીહાસ –કનુભાઈ જાની. આ જોડણીનો પ્રશ્ન સમજવા થોડીક ઈતીહાસની ભુમીકા હોય તો ઉપકારક બને. ચાર બાબતો આની સાથે સંકળાયેલી છે : લેખન, મુદ્રણ, જોડણી અને લીપી. ચારેયનો અલગ અલગ વીચાર કરી શકાય; પણ એ પરસ્પર અસર કરનારી બાબતો છે, તેથી ટુંકમાં પણ જાણી સારી. [1] લીપી : આજે લખવાનું આવતાં જ ફટાફટ અક્ષરો પાડવા માંડીએ છીએ તે લીપી મુળ બાળબોધ એ ખરું, ને લહીયા લખતા હશે એ પણ ખરું પણ સામાન્ય લોકમાં લીપી હસ્તપ્રતો દ્વારા પ્રસરે એ શક્ય નથી. એ તો વેપાર-વણજ કે અન્ય વહીવટ જેવા વહેવારોમાં જેને ઝાઝી જરુર પડી એણે લીપીને સરળ કરીને વાપરવા માંડી- મોટે ભાગે વેપારીઓએ. તેથી પારસી-અંગ્રેજો વગેરેએ એને ‘બનીઆ સ્ક્રીપ્ટ’ નામ આપ્યું !! આ લીપી ત્રણ રીતે સામાન્યજન સુધી પહોંચી : –એક, પત્રવ્યવહાર ને વહીવટીતંત્ર દ્વારા; –બે, રીતસરના શાળાશીક્ષણ દ્વારા; અને –ત્રણ, મુદ્રણ દ્વારા. સહુથી વીશેષ તો મુદ્રણ દ્વારા. એક નોંધવા જેવી વાત તો એ છે કે અર્વાચીન શીક્ષણ આરંભાયું 1825માં. સ્થળ ગુજરાત નહીં, મુંબઈ. આરંભ શીખવનારાના શીક્ષણથી થયો.જેમાં ગણીને માત્ર દસ જ જણ હતા (જેમાંના એક હતા દુર્ગારામ મહેતાજી.) પણ શીક્ષકો લીપી નક્કી કરીને શીખવે તે પહેલાં, કાળક્રમે મુદ્રકોએ લીપી પોતાની રીતે તૈયાર કરી લીધી, ને વાપરતા પણ થયા ! શાળાઓને એનો લાભ મળ્યો. જોકે પાઠ્યપુસ્તકોમાં વત્તુ-ઓછું બંનેનું ચલણ રાખ્યું(ત્યારના શીક્ષણતંત્રે).આપણા સૌથી પહેલા શીષ્ટમાન્ય વૈયાકરણી ટેલરે પણ ગુજરાતી લીપીને “બનીઆસ્ક્રીપ્ટ” કહી છે. બ્રાહ્મણોએ બાળબોધ પકડી રાખી, પણ વેપારી વગેરેએ એમાંથી વહેવારુ લીપી ઘડી લીધી, અનાયાસે અને અભાનપણે. પણ લીપીમાં મુદ્રણનો હીસ્સો ખરો… કેવી રીતે ? જોઈએ, ચાલો. [2] મુદ્રણ : જાણીતું છે કે ગટનબર્ગ (1410-1468)નામે જર્મને મુદ્રણકળાની શોધ પંદરમી સદીમાં કરી. પણ કામ ત્યારે કેટલું કઠીન હતું ! 637 પાનાંનું બાઈબલ છાપતાં પુરાં પાંચ વર્ષ લાગેલાં, 1450થી 1455 ! ધાતુનાં બીબાંથી છપાએલ એ પહેલું પુસ્તક. એ પછી 1475માં ઈંગ્લેન્ડમાં છાપખાનાની શરુઆત થઈ. પણ ઈસ્ટ ઈન્ડીયા કમ્પની અહીં આવી ત્યારે અંગ્રેજો એથી માહીતગાર હતા. કમ્પનીના એક આડતીયા હતા ભીમજી પારેખ. એમને થયું કે આપણા ધર્મગ્રંથો દેવનાગરીમાં છપાવવા. તેથી એમણે કમ્પનીને કોઈ કારીગર ભારતમાં મોકલવા લખ્યું. કમ્પનીએ હેનરી હીલને મોકલ્યા. સાથે કાગળો, યંત્રો વગેરે સામગ્રી પણ એ લાવ્યા. પણ ભીમજીભાઈને એ બધું ખર્ચ માથે પડ્યું. એ પોતે છાપી જાણે, પણ બીબાં પાડતાં ન આવડે ! એટલે બીજાને બોલાવ્યો. એણે શું કર્યું એની વીગત મળતી નથી. પણ ભીમજીભાઈએ પોતે જ સુરતમાં માણસો તૈયાર કરી, ગુજરાતી બીબાં પડાવ્યાં. ત્યારે બાળબોધ લીપી પરની મથાળાની રેખાઓ દુર કરીને લીપી તૈયાર કરી. એમાં જે છપાયું તેનો એક અહેવાલ કમ્પનીએ ઈસ્ટ ઈન્ડીયાની લંડન-ઓફીસને મોકલ્યો, એમાં જણાવ્યું કે ભીમજીભાઈએ તૈયાર કરાવેલાં બીબાંની “બનીઅન સ્ક્રીપ્ટ”-લીપી ઘણી સારી દેખાય છે. (રસીક ઝવેરીકૃત ‘મુંબઈ સમાચાર: દોઢસો વરસની તવારીખ’, 1972,પૃષ્ઠ 10) આ વાત ઈ.સ. 1680ની આસપાસની.(હીલ આવ્યો 1674માં, બીજો અંગ્રેજ 1678માં. તે પછીની આ વાત.)આમ, લીપી છાપેલા રુપે સત્તરમી સદીમાં વપરાઈ. પણ એનો કોઈ નમુનો મળતો નથી. પણ પછીની છપાયલી સામગ્રી જોતાં અનુમાન તારવી શકાય કે ‘રુ’ નહીં હોય, ‘એ’-'ઓ’ માટે કાંઈક જુદાં ચીહ્નો હશે. ‘ઐ’-'ઔ’ને સ્થાને ‘અઈ’-'અઉ’ હશે. હ્રસ્વ-દીર્ઘ ‘ઈ’-'ઉ’નાં અલગ બીબાં નહીં હોય; આજનાં જેવાં વીરામચીહ્નો નહીં હોય, વગેરે. આ માટે કદાચ અલગ તરકીબો હોય. ખેર ! જે હોય-ન હોય તે ! ઈતીહાસમાં આગળ જઈએ. સત્તરમી સદીમાં પહેલાં બીબાં પડ્યાં. એની ‘બનીઅન સ્ક્રીપ્ટ’ વખણાઈ. ( એક રસીક આડકથા : 16મી સદીના ‘વીમલપ્રબંધ’માં 18 લીપીઓ દર્શાવી છે, તેમાંનું એક નામ છે “ગુર્જર લીપી”. એ કેટલીક પ્રતોમાં પણ છે; પણ તે એક લાંબી સળંગ રેખા નીચે લટકતા અક્ષરો રુપે છે. છેક કવી દલપતરામ ડાહ્યાભાઈ સુધી એના નમુના સુલભ છે.) ============================================================ એ વખતનાં પુસ્તકો અને લીપી અને જોડણી વગેરેની વધુ રસપ્રદ વાતો આવતે સોમવારે ! ત્યાં સુધી આ ઐતીહાસીક વાતોને મમળાવતાં રહેવા સૌને અનુરોધ છે. * વાચકો માટે * Share * * ઇ-મેઇલ * Facebook * * * Print * * Comments (2) ગુજરાતી ભાષા પરીષદનું પ્રકાશન:કેટલીક હકીકતો ! રવિવાર, April 29, 2007 at 5:17 pm04 · Filed under ગુર્જર ભાષા. ” જોડણી વીચાર “ માંથી ક્રમશ: (ગુજરાતી ભાષાપરીષદના ઉપક્રમે ઉંઝા જોડણી અંગેના કેટલાક વારંવાર પુછાતા સવાલોના જવાબો ગુજરાતીભાષાવીજ્ઞાનના પ્રાધ્યાપક ડૉ.યોગેન્દ્ર વ્યાસે આપ્યા હતા.એ પુસ્તીકા અહીં ક્રમશ: રજુ કરીએ છીએ.) ** જોડણીમાં એક જ ઈ-ઉની હીમાયત તો હાલની સ્વીકૃત જોડણીના સમય પહેલાંથી ગોવર્ધનરામ ત્રીપાઠી જેવા સાક્ષરો દ્વારા થતી આવી છે. ** બે-બે ઈ-ઉની નીરર્થકતા વીષે પણ અનેક વાર ભાયાણી સાહેબ, પ્રબોધ પંડીત જેવા વીદ્વાનોએ અંગુલીનીર્દેશ કર્યો જ છે. ** હાલનું ઉંઝાજોડણી અભીયાન પણ 15 વર્ષથી આ મુદ્દે સતત કાર્યરત છે. ** જાન્યુ. 2000ની સાલથી ‘ગુજરાતી ભાષા પરીષદ’ના નેજા નીચે સંગઠીત કામ થઈ રહ્યું છે.જેને સેંકડો ભાષા-કર્મીઓનો ટેકો છે. ભાષાને લગતાં કામો માટે સંસ્થાની નોંધણી પણ કરાવાઈ રહી છે.) ** જાન્યુ. 1999માં ઉંઝા ખાતેની પહેલી જોડણીપરીષદમાં 250 જેટલા ભાષા-વીજ્ઞાનીઓ, ભાષાવીદો, લેખકો, શીક્ષકો ઉપરાંત અનેક સામાજીક ક્ષેત્રના ભાષાપ્રેમીઓએ બે દીવસની સઘન ચર્ચાને અંતે ‘એક જ ઈ-ઉ’નો ઠરાવ કર્યો છે. ** એ પછી અત્યાર સુધીમાં 60 ઉપરાંત લેખકોનાં 90 જેટલાં પુસ્તકો નવી જોડણીમાં છપાઈ ચુક્યાં છે. ** ગુજરાતી સાહીત્ય પરીષદે જયંત ગાડીત અને બળવંત પટેલનાં ઉંઝાજોડણીમાં છપાયેલ પુસ્તકોને પુરસ્કૃત કર્યાં છે. ** નયા માર્ગ, વીવેકપંથી,વૈશ્વીક માનવવાદ, સલામતી જેવાં સામયીકો અને મધ્યાંતર દૈનીક વર્ષોથી નવી જોડણીમાં છપાઈ રહ્યાં છે. ભુમીપુત્ર, લેખક અને લેખન જેવાં અનેક પ્રકાશનોએ તેનો આંશીક સ્વીકાર કરેલો છે. ** ગુજરાતી લેખક મંડળ 1996થી અભીયાનનું પુરસ્કર્તા રહ્યું છે. હાલમાં પણ તેના 50 જેટલા લેખક સભ્યો ભાષા પરીષદના સમર્થક અને એક જ ઈ-ઉના હીમાયતી છે. ** આ ઉપરાંત અનેક લેખકો વ્યક્તીગત રીતે આ સુધારાને વાજબી માને છે, પરંતુ વ્યાપક સ્વીકૃતીની રાહ જોવાનો મત ધરાવેછે. ઉંઝા જોડણી અંગે કેટલુંક ખાસ: 2 રવિવાર, April 29, 2007 at 5:17 pm04 · Filed under ગુર્જર ભાષા. વીદ્યાગ્રહ : 2 –કનુભાઈ જાની. કેટલીક સ્પષ્ટતાઓ કરવાની જરુરી છે : ( ગયા અંકનું ચાલુ.) 1 ] ભાષા, લીપી, જોડણી, મુદ્રણ ચારેયમાં સુધારા કેટલાકને સુઝે, તે જરુર પ્રયોગે અને પ્રયોજે, માત્ર એને તે બધા પોતાના અંગત પ્રયોગો છે તેવી ઓળખ આપે.’ઉંઝા જોડાણી’ કે ‘ગુજરાતી ભાષા પરીષદ’નું નામ ન આપે. પ્રયોગો ઈષ્ટ. પણ તે સમજપુર્વકના હોવા જરુરી છે જેથી સુધારકો વીનાકારણ ન નીંદાય. 2 ] કેટલીક બાબતમાં આપણી ખોટી ટીકા થાય છે. દા.ત. આપણે ‘સ’ અને ‘શ’(દન્ત્ય ને તાલવ્ય) વચ્ચેનો ભેદ જાણીએ ને માનીએ છીએ. ‘શ’ ને ‘ષ’ (તાલવ્ય ને મુર્ધન્ય) વચ્ચેનો ભેદ ગયો છે ને માત્ર તાલવ્ય-ઉચ્ચાર જ રહ્યો છે, તો શું કરવું એનો નીર્ણય લેવો બાકી છે. 3 ] અનુનાસીક – અનુસ્વાર વચ્ચે ભેદ છે. ‘નીશાન્ત’ અને ‘નીરાંત’માંના ‘આં’ એક નથી. ‘નીશાન્ત’માં તો હકીકતે ‘શા’ની સાથે કશું જ ભળેલું નથી, છતાં એને માથે જ મીંડું કેમ ? ‘શાન્ત’, ‘કાન્ત’, ‘વાન?ગ્મય’, વગેરેમાં શા, કા, વા, એ ત્રણેય કોઈ વ્યંજન સાથે જોડાયા વગરના ઉચ્ચારો થાય છે. આપણે એને માથે જે ચીહ્ન ઠઠાડીએ છીએ તેની સાથે એને કોઈ લેવીદેવા નથી. કોઈ ગાંધીવાદી કવીમીત્રને આવું કહી શકાય : ” કવી કાન્ત કાંતતા નહોતા, પણ તું તો કાંત જ.” ” એકાન્ત છે, નીરાંત છે ?” –આમ ‘કાન્ત’ ને ‘કાંત’ એક નથી.વાન્ગ્મય, શાન્ત, કાન્ત, અગ્-જન, ક્રાન્તી જેવા શબ્દોમાં જે અનુનાસીક વ્યગ્-જન સંભળાતો હોય સ્પષ્ટ તે લખવો સારો. એ વૈકલ્પીક વ્યવસ્થા પણ હોય. પણ આ બાબતે હજી વીચાર અલગ થવો ઘટે. પછી સાથે નીર્ણય લેવાય તે ઈષ્ટ. 4 ] કોઈ સુધારાપક્ષી સંસ્કૃતવીરોધી નથી.સંસ્કૃતને એનું પોતાનું આગવું સ્થાન ને મહત્વ છે જ. સંસ્કૃતનું ગૌરવ કરવા ગુજરાતીને કે ગુજરાતીનું ગૌરવ કરવા સંસ્કૃતને ઉતારી પાડવી એ હીનવૃત્તી છે. સંસ્કૃત એ ભારતીય સંસ્કૃતીનો વારસો છે, તો અંગ્રેજી અર્વાચીન ઈતીહાસનો ઉપહાર છે. સંસ્કૃતને મૃત કહેવી એ પણ ભાષાપ્રક્રીયાનું અજ્ઞાન છે.ભાષા પરીવર્તન પામે,મરે નહીં. એ વીલય થેયેલી હોય ત્યારેય પ્રગટ-અપ્રગટ સંસ્કારો મુકતી ગયેલી હોય. પ્રગટ-લીખીત વારસો તે વીદ્યા-અભ્યાસની સામગ્રી બને, અપ્રગટ તે પછીની ભાષામાં સમરસ થઈ ગયેલું રુપ હોય. કોઈ ભાષા મરતી નથી. જેમ સંસ્કૃતને મૃત કહેવી એ ખોટું છે, તેમ એને ગુજરાતીની માતા કહેવી એ પણ ખોટું છે. ઉત્પત્તીઈતીહાસ જુઓ તો સંસ્કૃતની દીકરી નહીં; દીકરીની દીકરીની દીકરીની દીકરીની દીકરી છે. ક્રમ છે : સંસ્કૃત > પ્રાકૃત > અપભ્રંશ > શૌરસેની અપભ્રંશ. > મારુગુર્જર > ગુજરાતી ! દીકરી કહેવી એ વચમાંના વંશવાહકોને અવગણવા જેવું ગણાય. જોકે આનુવંશીકતાનું રુપક ભાષામાં ન ચાલે. 5 ] શબ્દોના પણ કેવળ સંસ્કૃતાનુસારી ભેદ પાડવા એ અશાસ્ત્રીય, બીનતાર્કીક છે. ભાષા એ શબ્દોંની ખુલ્લી લોકશાહી છે. આવે, સ્વેચ્છાએ સ્વીકારાય, (અને પછી)ગુજરાતી જ થઈ જાય.શબ્દના ઈતીહાસમાં જેને રસ હોય તે જરુર રસ લે; વ્યવહારમાં ભાષાપ્રક્રીયા સૌને સમાન રીતે લાગુ પડે છે, સૌને સમાન ગણીને ચાલે છે. શબ્દો ક્યાંક્યાંના કેવા હળીમળી ગયા હોય છે : “ટાઈમસર છીએ, સર અમે !” હરેક ભાષામાં શબ્દો ચોપાસથી ઉભરાતા રહે છે. જુની ભાષામાંથી આવે કે નવીમાંથી, દેશમાંથી આવે કે વીદેશેથી, મુળને રુપે જ રહે કે જીભને અનુકુળ રુપ લે, પણ એકરસ થઈ જાય. શબ્દોને સરહદો નથી, ભાષાને છૉ હોય. ભાષકો,વર્ણો, જ્ઞાતીઓ, વાડા, વર્ગોમાં ભલે વહેંચાતા ને વહેરાતા હોય, શબ્દોને એમ વહેરવા નહીં : ” જે જે વસે છ ગુર્જર-જીભે તે તે શબ્દ બધા ગુજરાતી !” ને કેટલાક એટમ જેવા વૈશ્વીક હોય ને છતાં ગુજરાતી. એમાંય શો વાંધો ? સંસ્કૃત-મુળનાને જુદા તારવવા, તત્સમ-તદ્ ભવ ભેદવવા એ ખેલ કંઈ ખેલદીલીનો નથી. છતાં અભ્યાસ જેને કરવો હોય તે એનો અલગ અભ્યાસ કરે. જોડણીમાં જુદાઈ નહીં. જોડણીનો ખપ જોગો ઈતીહાસ : ——————————————————————- ( હવે આવશે જરુર પુરતો જોડણીનો ઈતીહાસ !! આપણે જો શ્રદ્ધા સાથે જોડણીના મુળસુધી પહોંચવા પ્રયત્ન કરીશું તો સાચ્ચે જ પામીશું આપણી ભાષાના અમુલ્ય રત્નરુપ જોડણીની ગંગોત્રી !! પણ તે હવે આવતે સોમવારે, રાહ જોશો ને ? ) * વાચકો માટે * Share * * ઇ-મેઇલ * Facebook * * * Print * * Comments આપણી ભાષાના પાયાના પ્રશ્નોની વાત, સૌ સાથે. સોમવાર, April 23, 2007 at 5:17 am04 · Filed under ગુર્જર ભાષા., ભાષા-ઈતીહાસ વીદ્યાગ્રહ ! - –કનુભાઈ જાની. આપણી ( ભાષાસુધારની ) કામગીરીમાં ઉપયોગી થાય તેવી કેટલીક બાબતો પ્રત્યે ધ્યાન દોરવા માગું છું. આપણે જે કામ લઈને બેઠાં છીએ તેને હું ‘વીદ્યાગ્રહ’ કહું છું. સત્યાગ્રહમાં ભલે અહીંસક પણ લડાઈનો કે સંઘર્ષનો ભાવ છે; અહીં ‘વીદ્’ એટલે ‘જાણવું’-સમજવું એ જ આગ્રહ છે. જાણીને, સમજ્યા પછી થતો આ આગ્રહ છે. આ ભાષાની વ્યવસ્થાનો આગ્રહ છે, અવ્યવસ્થાનો નહીં. એકતંત્રતાનો આગ્રહ છે, અતંત્રતા માટેનો નહીં. આવો આગ્રહ 1929ની પહેલાં ( એટલે કે ‘સાર્થ જોડણીકોશ’ની પહેલાં )પણ હતો. એ વખતે વ્યાપક ચર્ચાનેય અવકાશ હતો; હવે, 1929ની પછી તો આવા આગ્રહને સંસ્થાનું રુપ લેવું પડ્યું– તે તો વીદ્યાપીઠીય કોશના બીનકારગત થયેલા નીયમો માટેના તેમના અને નાફેરવાદીઓના હઠાગ્રહને કારણે. છેવટે સૌને મુક્ત ચર્ચા માટેનો મંચ પુરો પડાયો 1999ના જાન્યુઆરીની નવમી-દસમીએ ઉંઝામાં. બે દીવસની ચર્ચા પછી ઘણી મોટી બહુમતીથી ‘એક ઈ-ઉ’નો સુધારો તો તરત જ ઠરાવાયો. અહીં એક વસ્તુ ભુલવા જેવી નથી કે ઉંઝા બેઠકની બાર વરસ પહેલાં છેક 1987માં ગુજરાતી સાહીત્ય પરીષદે એક સમીતી નીમેલી, એ સમીતીએ સર્વાનુમતે “એક ઈ-ઉ”ની ભલામણ કરેલી. પછી શું થયું, કેમ કંઈ કાર્યવાહી થઈ નહીં તે રામ જાણે ! પણ એ સમજી શકાય એમ છે કે સાહીત્યસંસ્થાની કામગીરી અનેક કેન્દ્રે વ્યાપક હોવાથી આવા સુધારાનુ કામ એને મુશ્કેલ બને. જોડણીની અતંત્રતા વધુ ને વધુ ફેલાતી જાય છે. એસ.એસ.સી.નાં પ્રશ્નપત્રો કે સરકારી-તેમાંય શીક્ષણસંશોધનનાં પ્રકાશનોમાં પણ ગમે તેવું ચલાવી લેવાનું વલણ વધતું ચાલ્યું છે.( તાજો જ દાખલો ‘વીજ્ઞાન-ગણીત કૃતીઓનું દર્શન’ પુસ્તકમાંની પાને પાને દેખાતી ભુલો અંગે જગદીશભાઈ શાહે સરકારને લખેલ પત્ર. જવાબની રાહ જોઈએ છીએ.) આ પરીસ્થીતીમાં આપણે આઠેક વરસથી ધીમી ગતીએ પણ ચોક્કસ દીશામાં કામ કરતાં રહ્યાં છીએ. સારા પ્રમાણમાં પત્ર-પત્રીકા-સામયીકો, નવલો ( ડૉ.જયન્ત ગાડીત જેવાની ), ચરીત્રો,નીબંધો, લેખો,કાવ્યો વગેરે ‘એક ઈ-ઉ’માંપ્રગટ થયાં છે. ‘સન્ડે મહેફીલ’ના કમ્પ્યુટર કાર્યક્રમની વાત જાણીને આનંદ થાય…પણ સંતોષ પુરો ન થાય. આમાં ઘણાંને શામીલ કરવાં છે, સમજ સાથે ભેળવવા છે.આપણે ભાષાને માત્ર ફેલાવવી નથી, સક્ષમ બનાવવી છે. આજના ભાષાવીજ્ઞાન-ધ્વનીશાસ્ત્રની પરીધીમાં રહીને ભાષા વીકસે ને વ્યાપે એમ કરવું છે. વીસ્તાર ઈચ્છીએ છીએ તે વીદ્યાનો પણ…અને તેય કાંઈ ભાષાના ભોગે નહીં જ નહીં પણ ભાષાનાયોગે.
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free